ડાયટ સલાહ / માત્ર સ્થૂળતા જ રોગનું મૂળ નહીં, પાતળા લોકોને પણ અનેક રોગો થઈ શકે છે

Not only obesity is the root of the disease, thin people can also have many diseases

Divyabhaskar.com

Oct 07, 2019, 11:44 AM IST

હેલ્થ ડેસ્કઃ સામાન્ય રીતે લોકોનું માનવું હોય છે કે ‘સ્થૂળતા જ રોગોનું મૂળ છે.’ તેઓ આ વાતને મગજમાં એ રીતે બેસાડી દે છે કે તેના કારણે તેઓ અન્ય વસ્તુઓની અવગણના કરે છે. પરંતુ સત્ય એ છે કે સ્થૂળતા જ માત્ર રોગોનું મૂળ નથી. પાતળા લોકોને પણ જીવનશૈલીને લગતી ઘણી બીમારીઓ થઈ શકે છે. દુર્બળ લોકોને ઓછી બીમારીઓ થાય છે એવી માન્યતાને કારણે સરેરાશ વજનવાળા લોકો તેમનાં સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બની જાય છે. અહીં એ સમજવું મહત્ત્વપૂર્ણ છે કે પાતળા હોવાના ઘણા નકારાત્મક કારણો હોઈ શકે છે. જે લોકો બિનઆરોગ્યપ્રદ ખોરાક લે છે અને શારીરિક વ્યાયામ કરતા નથી, તે લોકો પણ ઉપરથી પાતળા અને હેલ્ધી દેખાય છે. પાતળા હોવાનું કારણ ઈટિંગ ડિસઓર્ડર, ધૂમ્રપાનનું વ્યસન વગેરે પણ હોઈ શકે છે. તેથઈ, દુબળા-પાતળા લોકોએ પણ પોતાનાં આરોગ્ય માટે ચિંતિત રહેવું જોઇએ.

ડાયાબિટીસની શક્યતા
જો તમે ખોરાકને લઇને લાપરવાહી વર્તો છો તો શક્ય છે કે તમારું વજન વધુ ન હોય. હેલ્ધી ફૂડને બદલે વધુ ફાસ્ટ ફૂડ ખાવાથી શરીરને પોષણ મળતું નથી. તેથી, આવા ઘણા લોકો પાતળા રહે છે. પરંતુ જો વજન આવા કારણે સામાન્ય હોય તો પછી આવા પાતળા લોકોમાં ડાયાબિટીઝનું જોખમ હોઈ શકે છે. આવા લોકોને લાગે છે કે પાતળા હોવાને કારણે તેઓ સ્વસ્થ છે, તેથી તેઓ સામાન્ય સ્વાસ્થ્ય તપાસને પણ અવગણે છે, જે તેમની સ્વાસ્થ્ય સમસ્યાઓ વધારે છે.

કોલેસ્ટેરોલનું જોખમ
એ વાત સાચી છે કે મેદસ્વી લોકોમાં બેડ કોલેસ્ટ્રોલ (LDL) થવાની સંભાવના વધુ હોય છે, પરંતુ પાતળા લોકોમાં પણ કોલેસ્ટરોલનું સ્તર ઊંચું હોઈ શકે છે. હાઈ કોલેસ્ટેરોલના કેટલાક કિસ્સાઓ પરિવાર સાથે સંકળાયેલા હોય છે, એટલે કે તે આનુવંશિક પણ હોઈ શકે છે. તેથી તમારા ખોરાકની કાળજી લો અને સમયાંતરે લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ કરાવતા રહો.

નબળી રોપ્રતિકારક ક્ષમતા
ઈમ્યૂનિટી એટલે કે રોગ પ્રતિકારક ક્ષમતા વજનથી નક્કી નથી થતી. જે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ જેટલી મજબૂત હશે તેટલી સરળતાથી તે રોગો સામે લડવામાં સક્ષમ બનશે. મજબૂત રોગપ્રતિકારક શક્તિ ચેપ સામે લડવામાં પણ મદદ કરે છે. જો દુર્બળ વ્યક્તિ તંદુરસ્ત આહાર ન લે તો તેની ઈમ્યુનિટી સિસ્ટમને અસર પહોંચી શકે છે.

લોહીની ઊણપ
જો તમે ખૂબ પાતળા હો તો તમારા શરીરમાં સતત થાક ભરાયેલો રહે છે. ધબકારા અસામાન્ય રહે, બેચેની રહે અને શ્વાસ લેવાનું મુશ્કેલ થઈ જાય તો પછી તમે એનિમિયાથી પીડાઈ શકો છો. શરીરમાં આયર્ન, વિટામિન B12 સિવાય પોષણ આહારની ઊણપને કારણે એનિમિયા થાય છે. તેથી, આવા પાતળા લોકોને ખૂબ ખુશ થવાની જરૂર નથી, પરંતુ હિમોગ્લોબિન સ્તર અને આહારની વિશેષ કાળજી લેવાની જરૂર છે.

બોડી ફેટ પણ જરૂરી છે, પણ લિમિટમાં
ચરબીને કારણે શરીરમાં એસ્ટ્રોજન હોર્મોન ઉત્પન્ન થાય છે. હાડકાંને મજબૂત બનાવવા માટે સંતુલિત માત્રામાં એસ્ટ્રોજન હોવું જરૂરી છે. તેથી, તમામ પ્રકારની ચરબી અથવા તેલયુક્ત વસ્તુઓ ખાવાનું બંધ કરી દેવું યોગ્ય નથી. તમારા આહારમાં ગુડ ફેટ સામેલ કરો. ઓલિવ ઓઇલ, તલનું તેલ, નટ્સ (બદામ, અખરોટ, મગફળી, વગેરે), અળસી, પિનટ બટર, માછલી વગેરે સારી ચરબીનો સ્રોત છે. હા, ડીપ ફ્રાઇડ વસ્તુઓ ચોક્કસપણે અવોઇડ કરવી.

X
Not only obesity is the root of the disease, thin people can also have many diseases

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી