અમેરિકાના વૈજ્ઞાનિકોનું રિસર્ચ:માત્ર ડાયટ અને બેઠાડુ જીવન જ નહિ આ 14 જનીન પણ તમારી મેદસ્વિતાનું કારણ, દવાઓથી જનીન કન્ટ્રોલ કરી 'ફેટ ટુ ફિટ' બની શકાશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક્સપર્ટ્સે મેદસ્વિતાને મહામારી ગણાવી તેની ગંભીરતા જણાવી
  • વર્જિનિયા યુનિવર્સિટીના સંશોધકોઓ મેદસ્વિતા માટે જવાબદાર જનીન શોધી કાઢ્યા

હેલ્ધી ડાયટ અને એક્સર્સાઈઝ કરતાં હોવા છતાં જો તમે ફિટ ને બદલે ફેટ હો તો તેનું કારણે તમારાં જનીન હોઈ શકે છે. અમેરિકાના વૈજ્ઞાનિકોએ અનહેલ્ધી ફૂડ અને ઓછી ફિઝિકલ એક્ટિવિટી સિવાય મેદસ્વિતા માટે જવાબદાર 14 જનીનની ઓળખ કરી છે. આ જનીનને કારણે હૃદય રોગ અને ડાયાબિટીસ જેવી બીમારીઓ થાય છે.

મેદસ્વિતા પણ મહામારી
રિસર્ચ કરનાર વર્જિનિયા યુનિવર્સિટીની કોલેજ ઓફ આર્ટ એન્ડ સાયન્સના સંશોધકોનું કહેવું છે કે મેદસ્વિતા પણ એક મહામારી બની રહી છે. વધારે કેલરીવાળી ડાયટ, શુગર અને ફ્રુક્ટોઝની વધારે માત્રા લેવાથી મેદસ્વિતા વધી રહી છે. તેમાં સુસ્ત જીવનશૈલી મહત્ત્વનો ભાગ ભજવે છે, પરંતુ નવાં રિસર્ચ પ્રમાણે તેના માટે માણસના જનીન પણ જવાબદાર છે.

જનીન કન્ટ્રોલ કરી મેદસ્વિતા કન્ટ્રોલ કરી શકાય છે
રિસર્ચ પ્રમાણે, માણસના વધારાના ભોજનને ચરબીમાં કન્વર્ટ કરવાનું કામ કયા જનીન કરી રહ્યા છે તે જાણી લીધા બાદ દવાઓનાં માધ્યમથી તેમને ઈનએક્ટિવ કરી શકાય છે. આ રીતે મહામારી કન્ટ્રોલ કરી શકાય છે. આ સાથે ડાયાબિટીસ સહિતના રોગોથી પણ બચી શકાશે.

જંતુ પર રિસર્ચ કરવામાં આવ્યું
સંશોધક એલિન ઓરુરકે જણાવે છે કે, અમે એવા અનેકો જનીન જાણીએ છીએ જે બીમારી અને મેદસ્વિતાને વેગ આપે છે. તેમાંથી કેટલા જનીન મેદસ્વિતા માટે જ જવાબદાર છે તેની શોધ કરવામાં આવી.

મેદસ્વિતા માટે જવાબદાર જનીનની ઓળખ કરવા માટે શાકભાજીમાં મળતાં જંતુ પર પ્રયોગ કરવામાં આવ્યો. આ જંતુના 70% જનીન માણસો સાથે મળતા આવે છે. માણસોની જેમ જો તે વધારે માત્રામાં શુગર લે તો ફેટી બની જાય છે.

આ જંતુની મદદથી 293 જનીનો શોધી શકાયા જે મેદસ્વિતા સાથે સંબંધ ધરાવે છે. તેમાંથી 14 જનીન એવા હતા જે સીધી રીતે મેદસ્વિતા વધારે છે અને 3 જનીન વધતું વજન કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. રિસર્ચ દરમિયાન જોવા મળ્યું કે મેદસ્વિતા રોકતા જનીન જંતુને 'ફેટી' થતાં રોકે છે.

મેદસ્વિતા કન્ટ્રોલ કરવામાં મદદ મળશે
સંશોધક એલિનના જણાવ્યા પ્રમાણે, રિસર્ચના પરિણામ દવા બનાવતી કંપનીઓને એવી એન્ટિ ઓબેસિટી મેડિસિન્સ બનાવવામાં મદદ કરશે જે મેદસ્વિતા રોકી શકે. દુનિયાભરમાં લોકોનું વજન વધી રહ્યું છે તેના માટે તાત્કાલિક એન્ટિ ઓબેસિટી થેરપીની જરૂર છે. આ રિસર્ચ આવી થેરપી તૈયાર કરવામાં મદદ કરી શકે છે.

મેદસ્વિતા આ બીમારીઓને નોતરું આપી શકે છે

અન્ય સમાચારો પણ છે...