'ડિયર બ્રેસ્ટ', હવે મારો વારો:કેન્સર સામે ઝઝૂમી રહેલી 'બંદિની' ફેમ ટીવી એક્ટ્રેસ છવિ મિત્તલે કહ્યું, 'કદાચ હું પહેલા જેવી ના પણ દેખાઉં'

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટીવી એક્ટ્રેસ છવિ મિત્તલે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કેન્સર હોવાની જાણ કરી

એક્ટ્રેસ છવિ મિત્તલ બ્રેસ્ટ જેવી બીમારી સામે ઝઝૂમી રહી છે. છવિને આ વિષે ખબર પડતા જ નોટ લખી છે. છવિ મિત્તલએ લખ્યું હતું કે, હવે ફરી લડવાનો સમય આવી ગયો છે. છવિ મિત્તલને બ્રેસ્ટના મહત્વનો અહેસાસ ત્યારે થયો જયારે તેને બાળકોને ફીડિંગ કરાવ્યું હતું. આ પોસ્ટ બાદ ફેન્સ છવિ મિત્તલ માટે જલદી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે. છવિ મિત્તલ 'વહ તુમ્હારી દિશા', 'નાગિન'​​​​​​​, 'વિરાસત' અને 'ઘર કી લક્ષ્મી બેટિયાં'​​​​​​​ જેવા ટીવી શોનો હિસ્સો રહી ચુકી છે.

છવિ મિત્તલે ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી
છવિ મિત્તલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું- 'ડિયર બ્રેસ્ટ, આ પોસ્ટ તમારી પ્રશંસામાં છે. મેં પહેલી વાર તારો જાદુ જોયો ત્યારે તેં મને આટલી બધી ખુશીઓ આપી. પણ જ્યારે તમે મારા બંને બાળકોને ખવડાવ્યાં ત્યારે તમારું મહત્વ વધી ગયું. આજે તમારી સાથે ઉભા રહેવાનો મારો વારો છે કારણ કે તમારામાંથી એક બ્રેસ્ટ કેન્સર સામે લડી રહ્યું છે. આ સારી વાત નથી પરંતુ તે મને હતાશ કરવાની જરૂર નથી. તે સરળ નથી, પરંતુ તે ખૂબ મુશ્કેલ પણ ન હોવું જોઈએ. હું કદાચ ફરીથી પહેલા જેવી ન દેખાઈ શકું, પરંતુ તેનાથી મને કોઈ અલગ અનુભવ કરાવવાની જરૂર નથી. તમામ બ્રેસ્ટ કેન્સર સામે લડતા લોકોને શુભેચ્છા. તમને ખ્યાલ નથી કે આજે હું તમારી પાસેથી કેટલી પ્રેરણા લઉં છું.

એક્ટ્રેસના ફેન્સ કરી રહ્યાં છે સપોર્ટ
એક્ટ્રેસે વધુમાં લખ્યું હતું કે, આ સાથે જ તમારામાંથી ઘણા લોકોને તો હું પહેલાથી જ ઓળખું છું. આટલો સપોર્ટ કરવા માટે ધન્યાવાદ. તમારો દરેક ફોન, દરેક મેસેજ મને અલગ જ તાકાત આપે છે. એક્ટ્રેસની ખાસ મિત્ર માનસી પારેખે પોસ્ટ પર રિપ્લાય આપતા લખ્યું હતું કે, તું લડવા જઈ રહી છે છવિ… ખુબ પ્રેમ અને પ્રાર્થના.

20 દિવસ પહેલા જ બીમારીની ખબર પડી
છવિને તેની બીમારી વિષે લગભગ 20 દિવસ પહેલા ખબર પડી હતી. ત્યારબાદ તેની જિંદગી બદલાઈ ગઈ હતી. છવિએ જણાવ્યું હતું કે, ઘણા ટેસ્ટ અને MRI બાદ ડોકટરે બાયોપ્સીની સલાહ આપી હતી. એક્ટ્રેસે જણાવ્યું હતું કે, 20 દિવસની પ્રોસેસ દરમિયાન ખુદને ખરાબથી ખરાબ પરિસ્થિતિ માટે તૈયાર કરી લીધી હતી. તેણીએ જણાવ્યું હતું કે, ફાઇનલ ખબર સોમવારે પડી હતી જયારે તેને કેન્સર વિષેશજ્ઞનો ફોન આવ્યો હતો. તેમને મને મળવા અને વિકલ્પ પર ચર્ચા કરવા માટે કહ્યું હતું.

છવીએ કહ્યું, 'જ્યારે મને બાયોપ્સી કરવાનું કહેવામાં આવ્યું ત્યારે મારું દિલ તૂટી ગયું હતું. ડૉક્ટરની સલાહ પછી હું ખૂબ રડી હતી. આવું કંઈક થવાનો ડર એ જાણવા કરતાં વધુ ખરાબ છે કે તે શું છે. બાયોપ્સી પહેલા મારી રાતની ઊંઘ ગાયબ થઇ ગઈ હતી. તે મારા માટે ભાવનાત્મક સંઘર્ષ હતો, પરંતુ તેણે મને આગળના યુદ્ધ માટે તૈયાર કરી હતી.' જો કે હવે એક્ટ્રેસની માનસિક સ્થિતિ પહેલા કરતા ઘણી સારી છે.

બ્રેસ્ટ કેન્સરને લઈને આ લોકોની જિંદગી પણ થઇ છે ખરાબ

શગુફ્તા અલી
ટીવી એક્ટ્રેસ શગુફ્તા અલી પણ બ્રેસ્ટ કેન્સર જેવી બીમારીનો સામનો કરી ચુકી છે. શગુફ્તા અલીએ સારવાર કરાવવા માટે પોતાના તમામ દાગીના વેચવા પડ્યા હતા.

મુમતાઝ
વર્ષ 2022માં મુમતાઝને તેની બીમારી વિશે ખબર પડી. 6 કીમોથેરાપી અને 35 રેડિયેશન ટ્રીટમેન્ટ પછી, મુમતાઝે કેન્સર સામેની લડાઈ જીતી લીધી.

બાર્બરા મોરી
બોલિવૂડ એક્ટર ઋત્વિક રોશન સાથે ફિલ્મ '​​​​​​​કાઈટ્સ'​​​​​​​માં કામ કરનાર એક્ટ્રેસ બાર્બરા મોરીને ખૂબ જ નાની ઉંમરે બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું હતું. પ્રારંભિક સારવારને કારણે,બાર્બરા મોરીએ ખૂબ જ ઓછા સમયમાં સ્તન કેન્સરને મ્હાત આપી હતી.

હમસા નંદિની
વર્ષ 2021માં હમસા નંદિની પણ બ્રેસ્ટ કેન્સરનો શિકાર બની હતી. ખબર ના પડવાને કારણે હમસા નંદિનીને ત્રીજા સ્ટેજનું કેન્સર થઇ ગયું હતું.

તાહિરા કશ્યપ
બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપે સ્તન કેન્સરને મ્હાત આપી દીધી છે. જો કે સારવાર દરમિયાન તાહિરા કશ્યપે પણ પોતાના વાળનું બલિદાન આપવું પડ્યું હતું.

ક્રિસ્ટીના એપલગેટ
'​​​​​​​ફ્રેન્ડ્સ'​​​​​​​ જેવા શોમાં કામ કરી ચૂકેલી એમી એવોર્ડ વિનર ક્રિસ્ટીના એપલગેટ પણ બ્રેસ્ટ કેન્સરથી પીડિત છે. અગાઉ ક્રિસ્ટીના એપલગેટની માતા પણ કેન્સર સામે જીતી ચૂકી છે.

શૈનન ડોહર્ટી
આ યાદીમાં '​​​​​​​બેવર્લી હિલ્સ'​​​​​​​ ફેમ અમેરિકન અભિનેત્રી શેનેન ડોહર્ટીનું નામ પણ સામેલ છે. શેનેન ડોહર્ટીએ તેની સારવાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને બ્રેસ્ટ કેન્સર સામેની લડાઈ જીતી લીધી હતી.

ભારતીય મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનો જોખમ સૌથી વધારે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અનુસાર, વૈશ્વિક સ્તરે 2020માં 23 લાખ મહિલાઓની બ્રેસ્ટ કેન્સરની સારવાર કરવામાં આવી હતી અને 6,85,000 લોકોના મૃત્યુ થયા હતા. 2020 ના અંત સુધીમાં છેલ્લા 5 વર્ષમાં 78 લાખ મહિલાઓને બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું છે.