હેલ્થ ટિપ્સ:કસરત કરવા માટે પૂરતો સમય નથી મળતો? ટ્રાય કરો HIIT વર્કઆઉટ, વજન ઘટાડવાની અસરકારક ટેકનિક

5 મહિનો પહેલા
 • કૉપી લિંક

હાઈ-ઈન્ટેન્સિટી ઈન્ટરવલ ટ્રેનિંગ અથવા HIIT એ કાર્ડિયો વર્કઆઉટનો એક પ્રકાર છે, જે તમને વધુ કેલરી બર્ન કરવામાં અને સ્નાયુઓને મજબૂત બનાવવામાં સહાયરુપ સાબિત થાય છે. તે તમારાં બ્લડ સુગર લેવલ અને બ્લડ પ્રેશરનાં લેવલને ઘટાડવામાં પણ મદદરુપ સાબિત થાય છે. આ ટેકનિક વજન ઘટાડવાની અસરકારક ટેકનિક છે.

HIIT એટલે શું?
HIIT એ અસરકારક કસરતની ટેકનિક છે, જે સામાન્ય રીતે 10-30 મિનિટ સુધી ચાલે છે. તેમાં સામાન્ય રીતે દોડવું, દોરડાં કૂદવા, સાયકલ ચલાવવી વગેરે જેવી કસરતોનો સમાવેશ થાય છે. વર્તમાન સમયના બિઝી શેડ્યુલમાં ટૂંકા ગાળાના વર્કઆઉટ્સનો સમાવેશ થવો જોઈએ, જે તમારાં હૃદયનાં ધબકારાને ગતિ આપશે. જો તમે વજન ઉતારવા માગતા હો, સ્નાયુ મજબૂત બનાવવા માગતા હો અને તમારા ચયાપચયને વેગ આપવા માગતા હો તો HIIT એ અસરકારક વ્યાયામ છે.

કેવી રીતે કરવી આ કસરત?

 • તમે તમારું HIIT વર્કઆઉટ શરૂ કરો તે પહેલાં થોડું વોર્મ-અપ કરો.
 • તમે લેગ સ્વિંગ્સ (કોઈપણ જાતના આધાર વગર પગની મૂવમેન્ટ) 10-15 રાઉન્ડથી શરૂઆત કરી શકો છો અને ત્યારબાદ સાઇડ લેગ સ્વિંગ્સ કરી શકો છો.
 • ત્યારબાદ દોરડાં કૂદો અથવા એક મિનિટ માટે કૂદકાં મારો અને ત્યારબાદ સ્ક્વોટ્સ (પગ ઘૂંટણથી વાળીને જમીન પર પગનાં ટેરવાનાં આધારે બેસવું) ના 10 રાઉન્ડ અને બે ઇંચવોર્મ્સ (કેટરપિલર્સની જેમ શરીરને સીધું રાખવું) કરી લો.
 • યાદ રાખો કે આ દરેક કસરત વચ્ચે 60 સેકન્ડનો બ્રેક લો અને જો તમે શિખાઉ હો તો 4-5 મિનિટની સર્કિટથી શરૂઆત કરો.

HIIT કસરતના ફાયદા

 • HIIT વર્કઆઉટ તમને દોડવાની તુલનામાં વધુ કેલરી બર્ન કરવામાં મદદ કરે છે અને તમને વજન ઉતારવામાં મદદરૂપ થવા ઉપરાંત તમારા રુધિરાભિસરણ તંત્રને મજબૂત બનાવીને ઓક્સિજન અને લોહીના પ્રવાહમાં સુધારો કરે છે.
 • તે તમારા બ્લડપ્રેશરનું સ્તર પણ ઘટાડે છે અને તમારા ચયાપચયને ઉત્તેજીત કરે છે.
 • આ વર્કઆઉટ પેટર્ન તમારી ઊંઘની ગુણવત્તામાં પણ સુધારો કરે છે અને તમારી ઊંઘના સમયમાં પણ વધારો કરે છે.
 • HIIT વર્કઆઉટ્સ હતાશા અને કથિત તણાવ જેવી માનસિક સ્વાસ્થ્યની પરિસ્થિતિઓને પણ સરળ બનાવી શકે છે.

ચાર પ્રકારનાં HIIT તમે અજમાવી શકો છો

 • જો તમે એડવાન્સ એથ્લેટ છો, તો ટાબાટા ટ્રાય કરો જેમાં 20 સેકન્ડની કસરત અને 10 સેકન્ડનો આરામ આઠ રાઉન્ડની કસરત છે.
 • ટાબાટામાં સ્ક્વોટ્સ, લંગ્સ, ગોઠણનો સમાવેશ થાય છે.
 • કાર્ડિયો HIIT તમારા હૃદયના ધબકારાને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
 • ફુલ HIITમાં પુશ-અપ્સ, સાઇડ કિક્સ, બિયર ક્રોલ્સ, પર્વતારોહકો, કર્ટસી લંગ્સ, હેન્ડસ્ટેન્ડ પુશ-અપ્સ વગેરેનો સમાવેશ થાય છે.
 • HIIT weights તમારા સ્નાયુઓને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.