ભૂખ ન લાગવી પણ એક બીમારી:બરાબર ન જમવાથી અનેક બીમારીઓનો કરી જાય છે ઘર, અપનાવો આ ઉપાય

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઘણા લોકોને ભૂખ ન લાગવાની કે ભૂખ ઓછી લાગવાની સમસ્યા રહે છે. જો તમને પણ ભૂખ ન લાગતી હોય કે ઓછી લાગતી હોય કે આ પણ અનેક બીમારીના લક્ષણો જણાવે છે. અમુક વાર આપણને ભૂખ નથી લાગતી તે એક અલગ વાત છે પરંતુ જો આ સમસ્યા દરરોજ જોવા મળે તો તમારે નજર અંદાજ ન કરવું જોઈએ અને ડોક્ટરની સલાહ લેવી જોઈએ. જનરલ ફિઝિશિયન ડૉ.અનિલ તોમર પાસેથી જાણીએ ભૂખ ઓછી લાગવી એ કયા રોગોનું લક્ષણ હોઈ શકે છે.

એનોરેક્સિયા નર્વોસા
ડોક્ટર તોમર જણાવે છે કે, વજન વધવાની ચિંતાને કારણે કેટલાક લોકો એનોરેક્સિયા નર્વોસાનો શિકાર બને છે. આ સ્થિતિમાં ભૂખ ન લાગવાની સાથે હૃદયના ધબકારા વધી જાય છે, ખાવાની ઈચ્છા થતી નથી, શરીરમાં દુખાવો રહે છે અને વ્યક્તિ સતત થાક અનુભવે છે.

બુલીમિયા નર્વોસા
બુલીમિયા નર્વોસામાં વ્યક્તિ તેની જરૂરિયાત કરતાં વધુ ખાય છે અને તેના વજન વિશે હંમેશા ચિંતિત રહે છે. ઘણી વખત આવા લોકો ખાવા-પીવાનું બંધ કરી દે છે. પરંતુ વજન ઓછું કરી શકતા નથી કે ખાવા-પીવા પર કંટ્રોલ કરી શકતા નથી. બુલીમિયા નર્વોસા સામાન્ય રીતે 15 વર્ષની ઉંમરે શરૂ થાય છે.

વાઇરલ ગેસ્ટ્રોએન્ટેરિટિસ
વાઇરલ ગેસ્ટ્રોએન્ટેરિટિસ નામની બીમારી પણ પણ ભૂખ ન લાગવાનું પાછળનું એક કારણ છે. આ બીમારીમાં પેટ અને આંતરડાને લગતી સમસ્યા થાય છે. જેમાં વાઇરલ ઇન્ફેક્શનને કારણે, પેટમાં બળતરા અને ગેસ્ટ્રિકની સમસ્યા થાય છે. ડાયટ ઓછું થવા સિવાય શરીરમાં દુખાવો, સતત વજન ઘટવું, ત્વચાની સમસ્યાઓ અને ગુદામાં રક્તસ્રાવ જેવી સમસ્યાઓ પણ આ બીમારીના સંકેતો છે.

તનાવ
આજકાલની લાઈફ ખુબ જ વ્યસ્ત હોય છે, જેનાથી ચિંતા અને ડિપ્રેશન થાય છે, જેની અસર ભૂખ પર પણ જોવા મળે છે. ભૂખ અને ચિંતા એક બીજાના પૂરક છે, તેથી બીજી અનેક સમસ્યાઓ પણ થઇ શકે છે, જેમાં ઊંઘની સમસ્યા થવી, હંમેશા થાક લાગવો, બીપીમાં ઉતાર-ચઢાવ આવે છે.

ફ્લૂ એટલે ઈન્ફલ્યુએન્ઝા
ફ્લૂ દરમિયાન પણ ભૂખ ઓછી લાગવાની સમસ્યા રહે છે. આ રોગ ઈન્ફલ્યુએન્ઝા વાયરસથી થાય છે જે શ્વસનળીમાં વાઇરલ ઇન્ફેક્શનનું કારણ બને છે. ભૂખ ન લાગવા ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફ, વધુ પડતો પરસેવો આવવા જેવી સમસ્યાઓ પણ થાય છે.

લિવરની સમસ્યા
લીવર ડેમેજ થવાને કારણે લીવર ફેલ પણ થઈ શકે છે. સારવાર વિના, ભૂખ ઓછી થાય છે, જેના કારણે વજન ઓછું થાય છે. આ કિસ્સાઓમાં જ્યારે દર્દીઓ ખૂબ જ અશક્ત થઇ જાય છે, ત્યારે તેમને નસ દ્વારા પોષક તત્વો આપવામાં આવે છે.

ટીબી
જો ભૂખ ઓછી લાગતી હોય અને વજનમાં સતત ઘટાડો થતો હોય તો તે ટીબીનું લક્ષણ હોઈ શકે છે. ભૂખ ન લાગવી અથવા ખોરાક લેવામાં અસમર્થતા ટીબીના પ્રારંભિક લક્ષણો હોઈ શકે છે.

હોર્મોન્સમાં ફેરફારને કારણે પણ ભૂખ નથી લાગતી
આખો દિવસનો તનાવ, રાત્રે ઊંઘ ન આવવાને કારણે ભૂખ ન લાગવી શકે છે. યોગ્ય રીતે ન ખાવાથી શરીરમાં નબળાઈ આવી શકે છે. અમુક આદતો અપનાવીને ભૂખ વધારી શકાય છે.

ભૂખવધારવા માટે ખાલી પેટે કોથમીરનું જ્યુસ પીઓ
શરીરની સૌથી પહેલી જરૂર ભોજન છે. ખોરાક આપણને કામ કરવાની શક્તિ અને પોષણ આપે છે. તો આપણે સ્વસ્થ રહેવા માટે યોગ્ય પ્રમાણમાં ખોરાક લેવો જરૂરી છે, પરંતુ તણાવપૂર્ણ લાઇફસ્ટાઇલથી ખાવાની આદતો બગડી ગઈ છે. યોગ્ય ખોરાક ન ખાવાથી શરીરમાં પોષણની ઉણપ થઈ શકે છે. તેનાથી ભૂખ ન લાગવાની સમસ્યા થઈ શકે છે. યોગ્ય પ્રમાણમાં જમવામાં ન આવે તો નબળાઈ, થાક અને પોષક તત્ત્વોનો અભાવ થાય છે.સ્વસ્થ રહેવા માટે સારો આહાર લેવો જરૂરી છે. ભૂખ ન લાગવી એ હોર્મોનલ અસંતુલન અને પેટના રોગોની નિશાની હોઈ શકે છે. ભૂખ ન લાગવાથી કઈ સમસ્યાઓ થઈ શકે છે અને તેનાથી કેવી રીતે છુટકારો મેળવવો તે જાણો.

હોર્મોન્સ બેલેન્સમાં ફેરફાર
ખોરાકને પચાવવાથી લઈને એનર્જી પૂરી પાડવા સુધી દરેક બાબતમાં હોર્મોન્સ અગત્યનો ભાગ ભજવે છે . હોર્મોન્સ ભૂખને રેગ્યુલર કરે છે. આ સ્થિતિમાં હોર્મોન્સનું અસંતુલન ભૂખ ન લાગવાનું કારણ બને છે.

સ્ટ્રેસ અને જૂની બીમારીઓ
માનસિક તણાવથી ભૂખ ઓછી લાગે છે. કામનો તણાવ અને કામનો બોજ ભૂખ ન લાગવાના મુખ્ય કારણો છે. તેનાથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. ક્રોનિક રોગો અને તેમની દવાઓ શરીર પર નકારાત્મક અસર કરે છે.

આ રીતે વધારી શકો છો ભૂખ
પેટના રોગોથીને કારણે ભૂખ ઓછી લાગે છે. આ કિસ્સામાં, તજ, કાળા મરી, ફુદીનો અને સેલરી જેવા મસાલા ભૂખ વધારવામાં મદદ કરી શકે છે. તમે તેને કોઈપણ રીતે ખાઈ શકો છો. કોથમીર ગેસ્ટ્રિક એન્ઝાઇમ વધારે છે, જે પાચનમાં સુધારો કરે છે અને ભૂખ વધારે છે. ખાલી પેટે કોથમીરનો રસ પીવાથી અપચોની સમસ્યા દૂર થાય છે અને ભૂખ વધારવામાં મદદ મળે છે. આદુ ભૂખ વધારવા માટેનો રામબાણ ઉપાય છે. ધાણાજીરું અને આદુનો પાઉડર પાણીમાં સારી રીતે ઉકાળીને તેનો રસ પીવાથી ભૂખ વધે છે.

ઈટિંગ ડિસઓર્ડરનો ઈલાજ જરૂરી
ઘણા લોકો સ્થૂળતા અથવા વજન વધારવા માટે એટલા સભાન હોય છે કે તેઓ તેને ઘટાડવા માટે ખાવાની કેટલીક અલગ આદતો અપનાવે છે .જેના કારણે વજન અને સ્થૂળતા તો ઘટે છે, પરંતુ સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.આ આદતોને ખાવાની વિકૃતિઓ કહેવામાં આવે છે.

ઇટિંગ ડિસઓર્ડર શું છે?
આ એક પ્રકારનો માનસિક વિકાર છે, જેમાં વ્યક્તિ ક્યારેક જરૂર કરતાં વધારે ખાય છે તો ક્યારેક બહુ ઓછું હોય છે. જેના કારણે તે એનોરેક્સિયા નર્વોસાનો શિકાર બને છે. એક રિસર્ચ અનુસાર, એનોરેક્સિયાના દર્દીઓનું મગજ બાકીના લોકો કરતા કંઈક અલગ રીતે વર્તે છે અને કેટલાક લોકો જન્મથી જ આ રોગની સંભાવના સાથે જન્મે છે. ઘણા લોકો શરીરમાં હાજર કેલરી ઘટાડવા માટે હાનિકારક પદ્ધતિઓનો આશરો લે છે, જેની ખરાબ અસર પડે છે.

ઇટિંગ ડિસઓર્ડરનાં કારણો
આ બીમારીના કારણો વિશે હજુ સુધી જાણી શકાયા નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે તે પર્યાવરણીય પરિબળોને કારણે છે. સંશોધન મુજબ, એનોરેક્સિયા અને બુલિમિયા નામની આ બીમારી પુરુષો કરતાં 10 ગણી વધુ સ્ત્રીઓમાં જોવા મળે છે.

આ રીતે કરી શકાય છે બચાવ

  • આ બીમારીથી બચવા માટે ત્રણેય ટાઈમ પૌષ્ટિક આહાર લો.
  • સમયસર બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર લો.
  • દહીં, ફ્રૂટ્સ છાસ સિવાય લીલા શાકભાજી અને ફળ પણ ખાઓ.
  • ખાવા-પીવામાં સમસ્યા હોય તો ધીરે-ધીરે શરૂ કરો.
  • હેલ્ધી ખોરાક ખાવાની ટેવ પાડો.