હેલ્થ ટિપ્સ:બોટલમાં પાણી નહીં પરંતુ પ્લાસ્ટિક પી રહ્યા છો, સમય પર પીરીયડસ ના આવે તો એલર્ટ થઇ જાઓ, હોર્મોન્સમાં પણ બદલાવ થાય છે

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજે આપણે બહાર જઈએ છીએ ત્યારે બોટલનું પાણી પી લેતા હોય છે, જે સ્વાસ્થ્ય માટે સારું નથી. ઉનાળાની ઋતુમાં આ પાણી નુક્સાનકારક સાબિત થઇ શકે છે. હાલમાં પાણીની બોટલોનો આડેધડ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઉનાળામાં તાપમાન વધુ હોવાના કારણે પાણીમાં માઈક્રોપ્લાસ્ટિક ભળી જાય છે. લાંબા સમય સુધી બોટલનાં પાણીનું સેવન કરવામાં આવે તો બ્રેસ્ટ કેન્સર થવાની પણ શક્યતા છે. મહિલાઓની રિપ્રોડક્ટિવ સિસ્ટમ પણ પ્રભાવિત થઇ શકે છે.

એન્ડોક્રિનોલોજિસ્ટ્સ જણાવે છે કે, માઇક્રોપ્લાસ્ટિકની ઘણી આડઅસરો હોય છે. માઈક્રોપ્લાસ્ટિકથી હોર્મોન્સના વિકાસ પર ખરાબ અસર કરે છે. જે લોકોને થાઈરોઈડ હોય છે તે લોકોની સમસ્યા વધી જાય છે. આ માઇક્રો પ્લાસ્ટિક્સ એટલા સૂક્ષ્મ હોય છે કે તેને નરી આંખે જોઈ શકાતા નથી. માઈક્રો પ્લાસ્ટિક સરળતાથી પેશીઓ, લોહી અને શરીરના અન્ય અવયવોમાં પ્રવેશ કરે છે.

આ માઈક્રો પ્લાસ્ટિકથી ગર્ભવતી મહિલાઓ જયારે નવજાત શિશુને જન્મ આપે છે ત્યારે તેની અસર જોવા મળે છે. સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું છે કે માઇક્રોપ્લાસ્ટિક્સના કારણે પીરિયડ્સ સમયસર આવતા નથી.

લખનૌ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટોક્સિકોલોજી રિસર્ચમાં માઇક્રો પ્લાસ્ટિક પર ઘણું સંશોધન કરવામાં આવ્યું છે.આ સંસ્થાનો સિદ્ધાંત અન્ય સંસ્થાઓથી અલગ છે. એવું કહેવામાં આવ્યું છે કે, ગરમ હવામાનને કારણે પ્લાસ્ટિક બોટલ અથવા જારમાંથી બહાર આવે છે અને પાણીમાં ભળી જાય છે, આ સાબિત થયું નથી.

હાલ તો વિવિધ વિસ્તારમાં પાણીની બોટલના કારખાના થઇ ગયા છે જો કે આ બોટલોમાં પાણી ક્યાંથી ભરવામાં આવે છે તે જાણવું જરૂરી છે. જો તમે જ્યાંથી પાણીની બોટલો ભરી રહ્યા હોય અથવા તો બોટલમાંથી જે પાણી પી રહ્યા છીએ તે ચોક્કસપણે યોગ્ય નહીં હોય. ઉદાહરણ તરીકે, શહેરનો કચરો જે નદીઓમાં પડે છે તેમાં પણ પ્લાસ્ટિકનો કચરો હોય છે. લાંબા સમય સુધી બોટલમાં પાણી રહે છે, ત્યારે આ પ્લાસ્ટિક નાના અણુઓમાં તૂટી જાય છે. જ્યારે કોઈ પણ સ્થળોએથી પ્લાન્ટમાં પાણી લાવવામાં આવે છે, ત્યારે શુદ્ધિકરણ પછી પણ માઇક્રો પ્લાસ્ટિક દૂર થતું નથી. આ પાણી સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

પાણીનાં પાઉચ તો ભૂલથી પણ ના પીવો
આપણે ક્યારેક રસ્તા પર જતા હોય ત્યારે તરસ લાગતા જ પાણીના પાઉચ ખરીદીએ છીએ. પાંચ કે દસ રૂપિયામાં મળનારા આ પાઉચ ખરાબ પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવ્યા હોય છે. જ્યારે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ અનુસાર, પાઉચ બનાવવા માટે ઘણી માર્ગદર્શિકાઓનું પાલન કરવું પડે છે. ICE 14543 સ્ટાન્ડર્ડ મુજબ, પાઉચ માટે પોલિઇથિલિન ફ્લેક્સિબલનો ઉપયોગ થવો જોઈએ. સામાન્ય રીતે પ્લાસ્ટિક ઉત્પાદકો આવું કરતા નથી.

ખબર નથી કે મિનરલ વોટર પીવું કે પેકેજ્ડ વોટર
લોકોને ખબર નથી કે, બજારમાં મળતું પાણી પેકેજ્ડ વોટર છે કે મિનરલ વોટર છે. માણસ માત્ર તેમની તરસ છીપાવવા માટે ગમે તે પાણી પી લે છે. પેકેજ્ડ વોટરએ પાણીનો કોઈપણ સામાન્ય સ્ત્રોત હોઈ શકે છે જેમ કે સપાટીનું પાણી, ભૂગર્ભ જળ, નદી વગેરે. પરંતુ મિનરલ વોટર ઝરણાની જગ્યાએ જ મળે છે. ઘણી કંપનીઓની બોટલ પર આ લખેલું હોય છે.