ઈનોવેશન:હવે બ્લડ શુગર ચેક કરાવવા માટે લોહી નહિ આપવું પડે, અમેરિકાના વૈજ્ઞાનિકોએ પરસેવાથી ગ્લુકોમીટર જેટલું સટીક પરિણામ આપતું ડિવાઈસ તૈયાર કર્યું

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેરિકાની પેન સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોએ આ ડિવાઈસ તૈયાર કર્યું ​​​​​​
  • આ વિયરેબલ ડિવાઈસમાં ગોલ્ડ અને નીકલ ધાતુનો ઉપયોગ થયો છે

સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થઈ તમે બ્લડ શુગર લેવલ ચેક કરાવવા માગો છો પરંતુ બ્લડ કલેક્ટિંગ માટે ઈન્જેક્શનના ડરથી દૂર ભાગો છો તો તમારા માટે હવે એક નવો ઓપ્શન તૈયાર થયો છે. વૈજ્ઞાનિકોએ એવું ડિવાઈસ તૈયાર કર્યું છે જે બ્લડ શુગર ચકાસવા માટે ન કોઈ લોહી કાઢે છે ન તો કોઈ પીડા આપે છે. આ વિયરેબલ ડિવાઈસ હાથમાં પહેરી બ્લડ શુગર તપાસી શકાય છે.

અમેરિકાની પેન સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોએ આ ડિવાઈસ તૈયાર કર્યું છે. તેમાં નીકલ મેટલનો ઉપયોગ કરાયો છે. આ ધાતુ બ્લડ શુગર પ્રત્યે સેન્સિટિવ હોય છે. આ સાથે તેમાં સોનાનો પણ પ્રયોગ થયો છે. તેનાથી કોઈ પણ વ્યક્તિને આ ડિવાઈસથી એલર્જી થવાની સંભાવના નહિવત થઈ જાય છે.

આ રીતે તૈયાર થયું ડિવાઈસ
સંશોધકોનું કહેવું છે કે, લોહીની સરખામણીએ પરસેવામાં ગ્લુકોઝની માત્રા 100ગણી ઓછી હોય છે. તેથી આ ડિવાઈસમાં એવી ધાતુનો પ્રયોગ કરવામાં આવ્યો છે જે પરસેવામાંથી ગ્લુકોઝ ડિટેક્ટ કરી શકે છે.

બાયોસેન્સર્સ એન્ડ બાયોઈલેક્ટ્રોનિક્સ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં રિસર્ચ પ્રમાણે આ અગાઉ આ પ્રકારના ડિવાઈસમાં એક ખાસ પ્રકારના એન્ઝાયમ્સવાળા આલ્કલાઈન લિક્વિડનો પ્રયોગ થયો હતો, પરંતુ તેનાથી ચામડીને નુક્સાન થવાની ભીતિ હતી.

નવાં ડિવાઈસમાં કોઈ પણ પ્રકારના એન્ઝાયમ્સનો પ્રયોગ થયો નથી. તાજેતરમાં બનેલું ડિવાઈસ સ્કિન પર અટેચ થાય છે. ત્યાર બાદ યુઝરને હળવી ફિઝિકલ એક્ટિવિટી કરવા માટે કહેવામાં આવે છે જેથી તેને પરસેવો થાય. પરસેવો થયાની કેટલીક મિનિટ બાદ આ ડિવાઈસ ગ્લુકોઝ લેવલ ડિટેક્ટ કરે છે. ભોજન કર્યાના 1 અને 3 કલાક બાદ ડિવાઈસથી ગ્લુકોઝ લેવલ તપાસવાની સલાહ આપવામાં આવે છે.

ડિવાઈસ ગ્લુકોમીટર જેવું જ એક્યુરેટ
આ ડિવાઈસ કેટલી હદે ચોક્કસ પરિણામ આપે છે તેના પર રિસર્ચ કરવાાં આવ્યું. માર્કેટમાં રહેલા ડિજિટલ ગ્લુકોમીટરથી દર્દીનું બ્લડ શુગર ચેક કરવામાં આવ્યું ત્યારબાદ નવાં ડિવાઈસથી દર્દીનાં પરસેવા દ્વારા બ્લડ શુગર તપાસવામાં આવ્યું. બંને પદ્ધતિના પરિણામની સરખામણી કરવામાં આવી. તેમાં સામે આવ્યું કે બંને રીતના પરિણામ એક જ હતા.

આ રીતે ડાયાબિટીસથી બચો
જો તમને ડાયાબિટીસ ન હોય તો પણ દિવસમાં 5 મિનિટ 30 મિનિટ વ્યાયામ કરો

નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસીનના જણાવ્યા મુજબ, વ્યક્તિ શારીરિક પ્રવૃત્તિમાં જેટલો વધારો કરે ઇન્સ્યુલિનની સેન્સિટિવિટી એટલી વધે છે. જાણીતી વિલે ઓનલાઇન લાઇબ્રેરીએ કસરત અંગેની આ ટિપ્સ આપી છે.

  • જો તમને ડાયાબિટીસ ન હોય તો: અઠવાડિયામાં 5 દિવસ ઓછામાં ઓછા 30 મિનિટ વ્યાયામ કરો. હાઈ ઇન્ટેન્સિટી એરોબિક અઠવાડિયામાં ત્રણ દિવસ અને સ્ટ્રેન્થ એક્સર્સાઇઝ અઠવાડિયામાં બે દિવસ કરવી જોઈએ.
  • જો ડાયાબિટીસ હોય તો: અઠવાડિયાંમાં 5 દિવસ ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કરવી જરૂરી છે. શરીરની ક્ષમતા પ્રમાણે વ્યાયામ કરો. એરોબિક સાથે હળવી રેઝિસ્ટન્સ ટ્રેનિંગ કરો.

કસરત કરવાનો ઉત્તમ સમય
હાર્વર્ડ યુનિવર્સિટીના જણાવ્યા પ્રમાણે, ડાયાબિટીસના દર્દી માટે ભોજન કર્યાના એકથી ત્રણ કલાક પછી કસરત કરવી શ્રેષ્ઠ ગણાય છે. આ સમયે ઇન્સ્યુલિન વધેલું હોય છે. કસરત કરતાં પહેલાં બ્લડ શુગર ચેક કરી લેવું. જો શુગર લેવલ 100 હોય તો ફળનો ટુકડો ખાઇને એક્સર્સાઇઝ કરવી, જેનાથી હાઈપોગ્લાયસિમિયાથી બચી શકાય છે.

સારી ઊંઘ અને ડાયટ અસરકારક
ઓક્સફોર્ડ ડેટા પ્રમાણે, ઊંઘ અને ઇન્સ્યુલિનનો એકબીજા સાથે ગાઢ સંબંધ છે. સંસ્થાએ એવા 16 લોકો પર પ્રયોગ કર્યો જે પૂરતી ઊંઘ નહોતા લઈ રહ્યા. જ્યારે તેમના ઊંઘના કલાકોમાં એક કલાકનો વધારો કરવામાં આવ્યો ત્યારે તેની ઇન્સ્યુલિન પર સારી અસર જોવા મળી.

અન્ય સમાચારો પણ છે...