તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિસર્ચ:65 ટકા કોરોના પીડિત ગંધ અથવા સ્વાદ અનુભવી નથી શકતા, હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધનકર્તાઓનો દાવો- તાવ હવે આ સંક્રમણનું મુખ્ય લક્ષણ નથી

10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હાર્વર્ડ યુનિવર્સિટી અને કિંગ્સ કોલેજ લંડનના સંશોધનકર્તાએ આ રિસર્ચ કોરોના ટ્રેકિંગ એપના 26 લાખ યુઝર્સ પર કર્યું
 • સંશોધનકર્તાએ લક્ષણો દ્વારા એપ યુઝર્સને ટ્રેક કર્યા, 17 ટકા લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા

થોડા સમય પહેલા ગંધ અથવા સ્વાદ ન ઓળખી શકવા જેવા લક્ષણો કોરોનાના ખૂબ ઓછા દર્દીઓમાં જોવા મળતા હતા, પરંતુ અત્યારની પરિસ્થિતિ અલગ છે. અત્યારે કોરોનાની સામે લડી રહેલા 65 ટકા દર્દીઓમાં આવા લક્ષણો જોવા મળી રહ્યા છે. આ દાવો હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ તેમના તાજેતરના રિસર્ચમાં કર્યો છે. અમેરિકાની સૌથી મોટી સ્વાસ્થ્ય સંસ્થા  CDC (સેન્ટ્રલ ફોર ડિસીઝ એન્ડ કન્ટ્રોલ) એ પણ આ લક્ષણોને સંક્રમણના મહત્ત્વના સંકેતો તરીકે પોતાની ગાઈડલાઈનમાં સામેલ કર્યા છે. 

આ લક્ષણો સંક્રમણની શરૂઆતમાં ચેતવણી આપે છે
હાર્વર્ડ યુનિવર્સિટી અને કિંગ્સ કોલેજ લંડનના સંશોધનકર્તાઓએ આ રિસર્ચ કોરોના ટ્રેકિંગ એપ દ્વારા કર્યું છે. એપનો ઉપયોગ કરીને 26 લાખ લોકો પર રિસર્ચ કરવામાં આવ્યું છે. સંશોધનકારોના જણાવ્યા પ્રમાણે, ગંધ અથવા સ્વાદ ન અનુભવવો તે પણ કોરોના સંક્રમણનું મુખ્ય લક્ષણ છે, જે બે તૃતીયાંશ દર્દીઓમાં જોવા મળ્યું છે. આ લક્ષણ ચેપની શરૂઆતમાં જ ચેતવણી આપે છે.

આવી રીતે કરવામાં આવ્યું રિસર્ચ
સંશોધનકારોએ એપ યુઝર્સને કોરોનાના કેટલાક લક્ષણો વિશે પૂછ્યું. તેમાં ગંધ ન અનુભવી, ભૂખ ન લાગવી, થાક લાગવો, સૂકી ખાંસી, ડાયેરિયા, શ્વાસ લેવામાં તકલીફ, પેટમાં અને છાતીમાં દુખાવા જેવા લક્ષણો સામેલ છે. 26 લાખમાંથી  7,178 એપ યુઝર્સ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. પરંતુ સંશોધનકારોના જણાવ્યા પ્રમાણે, લક્ષણોના આધાર પર 17 લોકો પોઝિટિવ મળ્યા. 

તાવ હવે સામાન્ય લક્ષણ નથી

સંશોધનકર્તા ડો.એન્ડ્રયુ ચેનના જણાવ્યા પ્રમાણે, મહામારીની શરૂઆતમાં મોટાભાગના દેશોમાં તાવ અને શ્વાસ લેવામાં તકલીફ જ મુખ્ય લક્ષણો જોવા મળ્યા હતા. હવે તાવ એ કોરોનાનું સામાન્ય લક્ષણ નથી જેટલું આપણે સમજીએ છીએ. તેની જગ્યાએ ગંધ ન ઓળખવી તે કોરોના પોઝિટિવ દર્દીઓમાં મુખ્ય લક્ષણ તરીકે જોવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો