• Gujarati News
 • Lifestyle
 • Health
 • No Classes Are Required For Yoga, Can Also Be Done In The Office Board Room; 5 Minutes Of Yoga Practice Will Also Relieve Stress

ઈન્ટરનેશનલ યોગ ડે:યોગ માટે કોઈ ક્લાસની જરૂર નથી, ઓફિસના બોર્ડ રૂમમાં પણ કરી શકાય છે; 5 મિનિટની યોગ પ્રેક્ટિસથી પણ સ્ટ્રેસ દૂર થશે

4 મહિનો પહેલા
 • કૉપી લિંક

યોગ અને તેનાં મહત્ત્વને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ આપવા માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 11 ડિસેમ્બર 2014ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જાહેરાત કરી હતી. 21 જૂન 2015એ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય યોગ ડેની ઉજવણી કરવામાં આવી. કોરોનાકાળમાં યોગનું મહત્ત્વ વધી ગયું છે. કોરોના દર્દીઓ અને સામાન્ય લોકોને ડૉક્ટર્સે યોગ કરવાની સલાહ આપી છે. યોગ ઈમ્યુનિટી મજબૂત કરવાની સાથે સ્વસ્થ અને એનર્જેટિક રાખવામાં મદદ કરે છે. સાથે જ યોગનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી સ્ટ્રેસ ઓછો થાય છે.

કોરોનાને કારણે લોકો ઘરોમાં રહેવા મજબૂર બન્યા છે. બેરોજગારીને કારણે લોકોનો સ્ટ્રેસ વધવા લાગ્યો છે. યોગ માટે કોઈ ખાસ એક્સપિરિઅન્સ કે વિશેષ જગ્યાની જરૂર નથી. તમે કોઈ પણ જગ્યાએ યોગ કરી શકો છો. તો આવો જાણીએ સ્ટ્રેસ દૂર કરવા માટે અને બોડી રિલેક્સ કરવા માટે કેવા યોગ કરવા જોઈએ...

5 મિનિટની રિલેક્સિંગ યોગ પ્રેક્ટિસ
તેનાથી માત્ર 5 મિનિટમાં તમારું મગજ શાંત થઈ જાય છે અને બોડી રિલેક્સ થાય છે.

કઈ વસ્તુઓ આવશ્યક

તમારી પાસે યોગ મેટ હોય તો સારી વાત છે. જો ન હોય તો ચિંતાની કોઈ વાત નથી. તમે યોગ મેટને બદલે રૂમાલ લઈને પણ જમીન પર બેસી શકો છો. એક આરામદાયક જગ્યા શોધો અને 5 મિનિટ સુધી એકલા બેસો જ્યાં તમને કોઈ ડિસ્ટર્બ ન કરે. જો તમે યોગ બ્લોક અથવા મેડિટેશન કુશન સાથે વધારે કમ્ફર્ટેબલ હો તો તેનો ઉપયોગ કરી શકો છો.

જો બને તો કોઈ ગાર્ડન કે બાલ્કની જેવી નેચરવાળી નજદીકની જગ્યા પસંદ કરો. નેચરલ સાઉન્ડ અને ખુલી હવામાં યોગ કરવાથી તમારું મગજ જલ્દી રિલેક્સ થઈ જાય છે અને પોઝિટિવ એનર્જી મળે છે.

માઈન્ડ ફુલનેસ પછી યોગ કરો
યોગના તમામ આસનો કરતાં સમયે પોતાના વિશે વિચાર કરો. સેલ્ફ કેર અને સેલ્ફ રિસ્પેક્ટ વિશે વિચારો. દરેક મૂમેન્ટનો સારો અનુભવ લો.

સુખાસન (ઇઝી પોઝ)

ક્રોસ લેગ કરીને કમ્ફર્ટેબલ પોઝિશનમાં બેસો. પગને આરામ આપો અને શ્વાસ વિશે વિચારો. થોડી મિનિટ માટે તમારી બોડીમાં સેન્સેશન ફીલ કરો.

ડોક ફેરવો
માથાને તમારી છાતી તરફ આવવા દો. એ પછી ધીમે-ધીમે માથાને હવામાં એક સર્કલ બનાવીને ગોળ ફેરવો. ત્રણવાર જમણી અને પછી ત્રણવાર ડાબી તરફ ફેરવો. આમ કરતી વખતે તમને જે વસ્તુથી તકલીફ થતી હોય તે ભૂલવાના પ્રયત્નો કરો. આસન મુદ્રામાં પરત આવો અને પછી માથું ઉપર કરો.

ખભા ફેરવો
ઘૂંટણ પર હાથ રાખો અને બંને ખભાને ચારવાર આગળની તરફ અને ચારવાર પાછળની તરફ ફેરવો. શ્વાસ છોડીને બંને હાથ છાતીથી નજીક લાવીને નમસ્તે મુદ્રામાં રાખો.

ભર્માનાસન

પોતાના ઘૂંટણ અને હથેળીને નીચે રાખો. હાથ અને પીઠને સીધી રાખીને બેલેન્સ કરો.

બિટિલાસન (કાઉ પોઝ)

ભર્માનાસન મુદ્રામાં જ રહો. પેટને બહારની તરફ લાવો અને શ્વાસ લો. તમારા ચિન અને છાતીને ઉપર લાવો. છત તરફ દેખો. ખભાને કાનથી દૂર રાખો.

માર્જરાસન (કેટ પોઝ)

શ્વાસ છોડો અને પેટને કરોડરજ્જુ તરફ ખેંચો. પીઠને છત તરફ રેનબો આકારમાં ઉપર કરો. ધીમે-ધીમે માથાને ફ્લોર તરફ લઇ જાઓ.

બિટિલાસન અને માર્જરાસનને 5થી 10 વખત રીપિટ કરો

અધોમુખ શ્વાનાસન

શ્વાસ ખેંચી પોતાના હાથ અને પગના બળે શરીર ઉપર કરો અને ટેબલ જેવી રચના બનાવો. શ્વાસને બહાર કાઢતા ધીમે-ધીમે હીપ્સને ઉપરની તરફ લઈ જાઓ. કોણી અને ઘૂંટણ કડક રાખો. શરીર ઊંઘા 'V'આકારમાં આવે તેમ રાખો. આ આસનના અભ્યાસ દરમિયાન ખભા અને હાથ એક લાઈનમાં રહેવા જોઈએ. પગ હિપ્સની લાઈનમાં રહેવા જોઈએ.

હવે હાથને નીચે જમીન તરફ દબાવો અને ડોકને ખેંચવાનો પ્રયત્ન કરો. તમારા કાન તમારા હાથનાં અંદરના ભાગમાં રહે અને તમારી નજર નાભિ પર કેન્દ્ર કરો. આ સ્થિતિમાં અમુક સેકન્ડ સુધી રોકાઈ જાઓ અને એ પછી ઘૂંટણ જમીન પર રાખો હવે ટેબલની સ્થિતિમાં ફરીથી પરત આવી જાઓ.

ઉત્તાનાસન

સીધા ઊભા રહો અને બંને હાથ હિપ્સ પર રાખો, શ્વાસને અંદર ખેંચીને ઘૂંટણ નરમ રાખો. કમર વાળીને આગળની તરફ વળો, હિપ્સ અને ટેલબોનને પાછળની તરફ લઈ જાઓ. ધીમે-ધીમે હિપ્સને ઉપરની તરફ કરો અને દબાણ સાથળ પર આવવા દો. છાતી તમારા પગને ટચ થશે. છાતીનાં હાડકાં અને પ્યુબિસ વચ્ચે થોડી સ્પેસ રહેશે. સાથળને અંદરથી તરફ લાવો અને શરીરને એડી પર સ્થિત રાખો. માથાને નીચે તરફ વાળો અને પગ વચ્ચેથી જોતા રહો. આ સ્થિતિમાં 15 થી 30 સેકન્ડ સુધી રહો. જ્યારે તમે આ સ્થિતિને છોડવા માગતા હોવ તો પેટ અને નીચેના અંગોને સંકોચો. શ્વાસ અંદર લો અને હાથને હિપ્સ પર રાખો. ધીમે-ધીમે ઉપર આવો અને સામાન્ય થઈને ઊભા થઇ જાઓ.

તાડાસન

સીધા ઊભા રહો અને તમારા પગ વચ્ચે થોડું અંતર રાખો. બંને હાથ તમારા શરીરની નજીક અને સીધા રાખો. હવે ઊંડો શ્વાસ લેતા તમારા બંને હાથને માથા ઉપર ઉઠાવો અને તમારી આંગળીઓને એકબીજા સાથે બાંધી દો. હાથ સીધા રાખો અને સ્ટ્રેચ કરો. તમારી એડી ઉઠાવતા તમારા અંગૂઠા પર ઊભા રહો. આ દરમિયાન, પગથી લઈને આંગળીઓ સુધી તમારા શરીરમાં સ્ટ્રેચિંગનો અનુભવ થવો જોઈએ. આ સ્થિતિમાં 10 સેકન્ડ રહો અને શ્વાસ લો. હવે શ્વાસ બહાર કાઢો અને તમારી પ્રારંભિક સ્થિતિ પર પાછા આવો. આ આસનને 10 વાર કરો.

ઉર્ધ્વ હસ્તાસન

આ આસન તાડાસન જેવું હોય છે. આ આસન કરતા પહેલાં સાવધાનની સ્થિતિમાં ઊભા રહો. હવે બંને હાથની આંગળીઓને એકબીજા સાથે બાંધીને ઉપરની તરફ ખેંચો. પછી શ્વાસ લેતી વખતે પહેલા જમણી તરફ અને પછી ડાબી બાજુ વળો. આ દરમિયાન સામાન્ય રીતે શ્વાસ લેતા રહો.

બાલાસન

વજ્રાસનમાં બેસી જાઓ. તમારી કરોડરજ્જુ સીધી રાખો. શ્વાસ લેતી વખતે તમારા બંને હાથ ઉપર લઈ જાઓ. શ્વાસ બહાર કાઢતી વખતે તમારી કમરનો ઉપરનો ભાગ તેમજ બંને હાથ આગળ વાળો. હાથ સીધા રાખો અને માથું જમીન પર ટેકવો. આ મુદ્રામાં 30 સેકંડથી લઇને થોડી મિનિટ સુધી રહો. પછી વજ્રાસન મુદ્રામાં પાછા આવો.

તમે કોઈપણ સમયે ગમે ત્યાં શ્વાસ લેવાની કસરત કરી શકો છો. જ્યારે પણ તમે તણાવ અનુભવો તો ટૂંકો વિરામ લો અને આ બ્રીધિંગ એક્સર્સાઇઝ કરો.

બેલી બ્રીધિંગ

 • ક્રોસ લેગ કરીને કમ્ફર્ટેબલ પોઝિશનમાં બેસો.
 • તમારા બેલીના બોટમ અને પછી તમારી છાતીમાં શ્વાસ લો. શ્વાસ એ રીતે અંદર ખેંચો કે પેટથી ગળા સુધી તમને તેનો અનુભવ થાય.
 • પેટ, છાતી અને ગળામાંથી શ્વાસ છોડો.
 • આનું 5 વખત પુનરાવર્તન કરો.

હાર્ટ રિલેક્સ કરવા માટે બ્રીધિંગ

 • જો ઘૂંટણમાં કોઈ સમસ્યા ન હોય તો પછી આરામથી ઘૂંટણના ટેકે બેસો. જો તમને ઘૂંટણની તકલીફ હોય તો ક્રોસ લેગ કરીને બેસો.
 • એક હાથ તમારી છાતી પર તમારા હૃદયની નજીક અને બીજો પેટ પર રાખો.
 • તમારી આંખો બંધ કરો, શ્વાસ લો અને એક સાથે ઓમનો ઉચ્ચાર કરતી વખતે શ્વાસ બહાર કાઢો.
 • આ કસરતનું 5 વખત પુનરાવર્તન કરો.

કમ્બાઇનિંગ બ્રીધ વિથ બોડી મૂવમેન્ટ

 • સૌ પ્રથમ યોગ મેટ પર ટેબલટોપ સ્થિતિ પર આવી જાઓ, પછી તમારા એક પગને પાછળની બાજું કરીને પંજાને જમીનની નજીક રાખો અને એ જ રીતે બીજા પગને ફેલાવો.
 • હવે તમારા પગના અંગૂઠા અને હાથની હથેળીઓ પર આખા શરીરનું વજન મૂકીને શરીરને ઉપર ઉઠાવવાનો પ્રયાસ કરો.
 • આ દરમિયાન કમર અને ગળાને એકદમ સીધી રાખો અને થોડો સમય આ સ્થિતિમાં રહ્યા પછી ધીમે-ધીમે સામાન્ય થઈ જાઓ.
 • આ દરમિયાન ઊંડો શ્વાસ લો અને છોડો.
અન્ય સમાચારો પણ છે...