રિસર્ચ / દરરોજ ચા પીવાથી મગજની કાર્યક્ષમતા વધે છે

Drinking tea daily increases brain functioning

  • અઠવાડિયામાં મિનિમમ 4 વખત કોઈ પણ પ્રકારની ચા પીવાથી બ્રેઈન સ્કિલ્સ પર હકારાત્મક અસર કરે છે
  • ચા પીવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે અને વ્યક્તિના સકારાત્મક સ્વભાવમાં સુધારો આવે છે

Divyabhaskar.com

Sep 14, 2019, 11:17 AM IST

હેલ્થ ડેસ્ક: ભારતીય લોકોને ચા ના રસિકો ગણવામાં આવે છે. ચા આપણા દેશનું રાષ્ટ્રીય પીણું પણ છે. નિયમિત ચા પીવાથી મગજ તંદુરસ્ત રહે છે અને તેની કાર્યક્ષમતા વધે છે. આ વાત ‘એજિંગ’ નામની જર્નલમાં પ્રકાશિત થેયલા એક રિસર્ચમાં સામે આવી છે.

રિસર્ચ
આ રિસર્ચ વર્ષ 2015થી 2018 દરમિયાન 60 વર્ષથી વધુ ઉંમરના 36 લોકો પર કરવામાં આવ્યું હતું. આ તમામ લોકોના સ્વાસ્થ્ય, લાઇફસ્ટાઇલ અને માનસિક સ્વાસ્થ્યનો ડેટા કલેક્ટ કરવામાં આવ્યો હતો અને તેમનો MRI ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. આ તમામ લોકોની કોગ્નિટિવ ક્ષમતા અને ઇમેજિંગ રિઝલ્ટનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાં પુરવાર થયું કે, અઠવાડિયામાં મિનિમમ 4 વખત કોઈ પણ પ્રકારની ચા પીવાથી બ્રેઈન સ્કિલ્સ પર હકારાત્મક અસર કરે છે.

પરિણામ
રિસર્ચમાં સામેલ નેશનલ યુનિવર્સિટી સિંગાપોરના અધ્યાપક અને ટીમ લીડર ફેંગ જણાવે છે કે, ‘અમારા પરિણામો દર્શાવે છે કે ચા પીવાથી મગજ ઉપર હકારાત્મક અસર પડે છે. ચા પીવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે અને વ્યક્તિના સકારાત્મક સ્વભાવમાં સુધારો આવે છે.

ચા પીવાના ફાયદા
ચા પીવાથી શરદી અને ઉધરસ મટાડી શકાય છે. દરરોજ યોગ્ય માત્રામાં ચા પીવાથી મગજ વધુ સારી રીતે રિસ્પોન્ડ કરે છે.

X
Drinking tea daily increases brain functioning
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી