તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • New Way To Test Covid19 New 3D Printed Electric Nose Can SNIFF Out The Virus In Just 80 Seconds With 94 Percent Accuracy

કોરોના ટેસ્ટ માટે નવી ટેક્નિક:હવે માત્ર 80 સેકન્ડમાં જ 'ઈલેક્ટ્રિક નોઝ'થી કોરોનાની તપાસ કરી શકાશે, ઈઝરાયલના વૈજ્ઞાનિકોએ 95% એક્યુરસી સાથેની ટેક્નિક વિકસાવી

20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વ્યક્તિના નાકમાં રહેલા રસાયણના સુગંધની તપાસ કર્યા બાદ ઈલેક્ટ્રિક નોઝ જણાવે છે કે તે વ્યક્તિ પોઝિટિવ છે કે નહિ
  • તેમાં ખાસ પ્રકારના સેન્સર હોય છે. તે નાકમાં રહેલા વાઈરસની ઓળખ કરે છે

કોરોનાના કહેરના નાથવા માટે વિશ્વભરમાં વેક્સિનેશન ઝુંબેશ ચાલી રહી છે. તો સાથે જ વહેલી તકે કોરોના પકડમાં આવે તેની ટેક્નિક પણ ડેવલપ થઈ રહી છે. તેની હરોળમાં ઈઝરાયલના વૈજ્ઞાનિકોએ એક નવી કોરોના ટેસ્ટ ટેક્નિક વિકસાવી છે. હવે 'ઈલેક્ટ્રિક નોઝ'થી કોરોનાની તપાસ કરી શકાશે. દર્દીએ આ ઈલેક્ટ્રિક નોઝને પાતના નાક પાસે રાખી તેને સુંધવાનું રહેશે. તેની 80 સેકન્ડમાં જ કોરોના રિપોર્ટ મળી જશે. આ પદ્ધિતની એક્યુરસી 94% છે.

આ રીતે કામ કરે છે 'ઈલેક્ટ્રિક નોઝ'
તેને ડેવલપ કરરનાર ઈઝરાયલની વિઝમેન ઈન્સ્ટિટ્યુટના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ 3D પ્રિન્ટેડ ઈલેક્ટ્રિક નોઝ છે. તેને કોરોના ટેસ્ટ કરનાર વ્યક્તિના નાક આગળ લગાડવામાં આવે છે. વ્યક્તિના નાકમાં રહેલા રસાયણના સુગંધની તપાસ કર્યા બાદ ઈલેક્ટ્રિક નોઝ જણાવે છે કે તે વ્યક્તિ પોઝિટિવ છે કે નહિ.

રિસર્ચર્સના જણાવ્યા પ્રમાણે દરેક બીમારીની પોતાની એક ખાસ સુવાસ હોય છે. તે શરીરના મેટાબોલિક પ્રોસેસને બદલી નાખે છે. આ ફોર્મ્યુલા નવી કોરોના ટેસ્ટ ટેક્નિક તૈયાર કરવામાં ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ નવી ટેક્નિકનું ટેસ્ટિંગ કારમાં બેસેલા લોકો પર કરવામાં આવ્યું. તેનો ફાયદો એ છે કે આ પદ્ધતિથી વ્યક્તિ આપમેળે જ કોરોના ટેસ્ટ કરી શકે છે અને દૂર મોનિટર પર બેસેલો વ્યક્તિ રિપોર્ટ પોઝિટિવ આવ્યો કે નેગેટિવ તે જાણી શકે છે
આ નવી ટેક્નિકનું ટેસ્ટિંગ કારમાં બેસેલા લોકો પર કરવામાં આવ્યું. તેનો ફાયદો એ છે કે આ પદ્ધતિથી વ્યક્તિ આપમેળે જ કોરોના ટેસ્ટ કરી શકે છે અને દૂર મોનિટર પર બેસેલો વ્યક્તિ રિપોર્ટ પોઝિટિવ આવ્યો કે નેગેટિવ તે જાણી શકે છે

ઈલેક્ટ્રિક નોઝને પેન-3 નામ આપવામાં આવ્યું
વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, આ ઈલેક્ટ્રિક નોઝને પેન-3 નામ આપવામાં આવ્યું છે. ઈલેક્ટ્રિક નોઝ એક લાંબી ટ્યુબ જેવું દેખાય છે. તેમાં ખાસ પ્રકારના સેન્સર હોય છે. તે નાકમાં રહેલા વાઈરસની ઓળખ કરે છે.

રિયલ ટાઈમ ટેસ્ટમાં ચોક્કસ પરિણામનો દાવો
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, તેનાથી કોરોનાની રિયલટાઈમ તપાસ કરી શકાય છે અને તેની ચોક્કસાઈ 94% છે. રિસર્ચમાં સામેલ પ્રોફેસર નોએમ સોબેલના જણાવ્યા પ્રમાણે, પેન-3ને એવી રીતે ડેવલપ કરાયું છે કે તે નાકમાં રહેલા વોલાટાઈલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સની ઓળખ કરી શકે.

503 લોકોની તપાસ થઈ
પેન-3ની મદદથી 503 લોકોની તપાસ કરવામાં આવી. તેમાંથી 27 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. પ્રોફેસર સોબેલનું કહેવું છે કે, ભીડભાડવાળી જગ્યાએ કોરોના ટેસ્ટ માટેની આ પદ્ધતિનો ઉપયોગ થઈ શકે છે. એરપોર્ટ પણ પર ઈલેક્ટ્રિક નોઝનો ઉપયોગ થઈ શકે છે.