• Home
  • Lifestyle
  • Health
  • New trend 'Power Breakfast', will provide more energy and strengthen the immune system

ન્યુટ્રિશન ટીપ્સ / નાસ્તાનો નવો ટ્રેન્ડ ‘પાવર બ્રેકફાસ્ટ’, તેનાથી વધુ એનર્જી મળશે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે

New trend 'Power Breakfast', will provide more energy and strengthen the immune system

Divyabhaskar.com

Sep 09, 2019, 04:44 PM IST

હેલ્થ ડેસ્કઃ જ્યારે તમે ટ્રાવેલિંગ કરી રહ્યા હો ત્યારે તમને વધુ એનર્જી અને મજબૂત રોગપ્રતિકારક શક્તિની જરૂર હોય છે. તમારી આ જ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને હોટલ્સમાં હવે પાવર બ્રેકફાસ્ટ પીરસાવવા લાગ્યો છે. આ વધુ એનર્જી આપવાની સાથે રોગો સામે લડતી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે. ‘પાવર બ્રેકફાસ્ટ’માં નીચે પ્રમાણેનો આહાર સર્વ કરવામાં આવે છે.

ફળ - સારી રોગપ્રતિકારક શક્તિ માટે
સિઝનલ ફ્રૂટ્સમાં વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર્સ અને એન્ટિ-ઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે. આ અંતર્ગત તમે દરરોજ પપૈયું પણ ખાઈ શકો છે. તેમાં વિટામિન A, C અને ફોલેટ હોય છે. તેમાં રહેલું પપાઇન પેટ સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદગાર રહે છે. આ જ રીતે આયર્નથી ભરપૂર દાડમ એનિમિયા થતા પણ બચાવે છે. ફળોમાં અનેક વિટામિન્સ અને પ્રોટીન હોય છે, જે શરીરને રોગપ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે.

ફાડા - પાચનક્રિયા યોગ્ય રાખવા
ફાડાની ખીચડી સાથે દૂધ શરીર માટે અનેક રીતે ફાયદાકારક હોય છે. આ વિટામિન્સ અને પ્રોટીનથી ભરપૂર હોય છે. તેમાં કેલરીની માત્રા બહુ ઓછી હોય છે. આ સાથે જ તેમાં હાઈ ફાયબર હોવાને કારણે આ પાચનક્રિયા સારી રાખવામાં તમારી મદદ કરે છે. આ વજન ઓછું કરવાની સાથે જ કોલેસ્ટેરોલ ઓછો કરીને હૃદય સંબંધિત રોગોથી બચાવવામાં પણ મદદરૂપ હોય છે. બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રાખવા માટે ફાડા ખાવા ફાયદાકારક છે.

ડિટોક્સ વોટર - વજન ઘટાડવા માટે
શરીરનો કચરો કાઢવા માટે ડિટોક્સ વોટર ફાયદાકારક રહે છે. તેનાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. આ સાથે તે ચહેરાને ગ્લોઇંગ બનાવવામાં પણ ઉપયોગી હોય છે. ફેટ ફ્રી હોવાને કારણે તેને પીવું લોકોને ગમે છે. ઘરેલુ વસ્તુઓથી પણ અનેક ડિટોક્સ ડ્રિંક બનાવી શકાય છે જેમ કે, આદું-લીંબુથી બનેલું ડ્રિંક. આ માટે આદુંના રસને લીંબુ અને ફૂદીનાના રસમાં મેળવીને દરરોજ સવારે ખાલી પેટ પીવું જોઇએ.

પલાળેલી બદામ - બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરશે
દરરોજ નાસ્તામાં અથવા ખાલી પેટ રાત્રે પલાળીને રાખેલી બદામ ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં વિટામિન E, ફાઇબર્સ અને ફોલિક એસિડ હોય છે. આ પાચનતંત્ર સુધારવાની સાથે જ ફિગર મેઇન્ટેઇન કરવામાં તમારી મદદ કરે છે. વધતી ઉંમરની અસર ઓછી કરવામાં ઉપયોગી બદામને પાવર બ્રેકફાસ્ટનો મહત્ત્વનો ભાગ માનવામાં આવે છે. જે લોકોને આ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેઓ જો પલાળેલી બદામ ખાય તો સ્વાસ્થ્યને ચોક્કસ લાભ થશે.

ઈડલી - મસલ્સ મજબૂત થશે
એક મધ્યમ આકારની ઈડલીમાં લગભગ 40 કેલરી હોય છે. તેમાં કોલેસ્ટેરોલ અને સેચ્યુરેટેડ ફેડ નથી હોતું. તેથી, તેને ખાવી લાભકારી છે. આ ચોખા અને અડદની દાળથી બનેલી હોવાના કારણે પ્રોટીનનો સારો સોર્સ હોય છે. ઈડલીને હાડકાં અને મસલ્સની મજબૂતી માટે ફાયદાકારક માનવામાં આવે છે. આ ઝડપથી પચી જાય છે. તેનાથી થાક અને ઊંઘ વગેરે સમસ્યા નથી થતી અને એક્ટિવનેસ બની રહે છે.

X
New trend 'Power Breakfast', will provide more energy and strengthen the immune system
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી