પ્રાણવાયુનું વેચાણ:કોરોનાવાઇરસની બીજી લહેર પછી વધારે પોપ્યુલર થયેલું હેલ્થ સપ્લિમેન્ટ ‘ઑક્સિજન કૅન’, 500થી 1000 રૂપિયામાં વેચાઈ રહ્યો છે ઑક્સિજન

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોઈ પણ વ્યક્તિમાં આઇડિયલ ઑક્સિજન લેવલ 94-99% વચ્ચે હોવું જોઈએ
  • ડૉક્ટરની સલાહ લીધા વગર ઑક્સિજન જાતે ના લેવો જોઈએ

ઓફિસનો ઝૂમ કોલ અટેન્ડ કરવાનો હોય અને માથામાં દુખાવો થતો હોય કે હેન્ગ ઓવર હોય તો તમે સ્ટ્રોંગ કોફી પીવા માટે ડોટ મૂકશો, પણ તમારે જરૂર છે માત્ર ઑક્સિજનના કેનના એક કશની. આ કેનમાં પેપરમિન્ટ અને સાઈટ્રસ જેવા ઑક્સિજન ફ્લેવર્સ પણ મળશે. આ જ કારણે માર્કેટમાં આ ટ્રેન્ડિંગ ફેશનેબલ ઓપ્શનની ડિમાન્ડ વધી રહી છે. કોરોનાવાઇરસની બીજી લહેર પછી લોકોને ઑક્સિજનનું મહત્ત્વ સારી રીતે સમજાઈ ગયું છે. આ કારણે લોકોને તેમના ઘરમાં ઑક્સિજન સિલિન્ડર કે પછી કેન રાખવું યોગ્ય લાગ્યું. મોટાભાગના લોકો ઑક્સિજન હેલ્થ સપ્લિમેન્ટ્સ તરીકે લે છે. ઓનલાઈન, ઓફલાઈન માર્કેટ અને મેડિકલ સ્ટોરમાં પોર્ટેબલ ઑક્સિજન પ્રોડક્ટ્સ મળવા લાગી છે.

પોર્ટેબલ ઓક્સિજન કેનના ફાયદાઓ:
ઈન્ડસ્ટ્રિયલિસ્ટ્સનું માનીએ તો કોરોના સંક્રમણના કેસ ઓછા થયા હોવા છતાં ઑક્સિજન કન્સન્ટ્રેટર, સિલિન્ડર અને મેડિકલ ઑક્સિજનની ડિમાન્ડ ચાલુ છે. ઘણી કંપનીઓ ડિઓડ્રન્ટની બોટલ જેવા દેખાતા કેનમાં ઑક્સિજન વેચી રહી છે. આ કેન 6થી 12 લીટર ઓક્સિજન હોલ્ડ કરી શકે છે. એક 6 લીટર કેનની કિંમત 500 રૂપિયા અને 13 લીટર કેનની કિંમત 1000 રૂપિયા હોય છે. ઘણા કેનની સાથે સ્પેશિયલ માસ્ક પણ કનેક્ટેડ હોય છે. કંપનીએ દાવો કર્યો છે કે, ઑક્સિજન કેનના ઘણા ફાયદા છે. તે ટ્રાવેલર્સને ટ્રેકિંગ માટે શ્વાસ લેવા જ ઉપયોગી નહીં પણ ખેલાડીઓનું પર્ફોમન્સ પણ સારું બનાવે છે. સ્મોકિંગ છોડવાથી, હેન્ગઓવર જલ્દી ઉતારતા તરત જ ઑક્સિજન લેવલ વધી જાય છે.

તેનો ઉપયોગ કેવી રીતે કરવો?
આ પંપ સાથે જોડાયેલી કેનને ડાયરેક્ટ મોંઢા કે પછી માસ્કથી નાક કે મોંઢામાં લઈ શકાય છે. આ પોર્ટેબલ હોવાને લીધે તેમાં ઑક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે, પરંતુ આ ઇમરજન્સીમાં કામમાં આવી શકે છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને ઓનલાઇન ફાર્મસી પ્લેટફોર્મ પરથી ઑક્સિજન કેન ખરીદી શકાય છે. પંપ કાઉન્ટ અને ટોટલ વોલ્યુમની ગણતરીએ કિંમતો પણ અલગ હોય છે. આ ખરીદ્યા પહેલાં પ્રોડક્ટ્સ રિવ્યૂ અવશ્ય વાંચો.

ડૉક્ટરની સલાહ ચોક્કસ લો
જયપુરની ફોર્ટિસ એસ્કોર્ટ્સ હોસ્પિટલમાં પલ્મોનોલોજી એન્ડ ક્રિટિકલ કેર કન્સલ્ટન્ટ ડૉ. અંકિત બંસલે કહ્યું કે, આપણા ઘરની આજુબાજુ અવેલેબલ હવામાં માત્ર 21% ઑક્સિજન હોય છે. જ્યારે બ્લડમાં ઓક્સિજન લેવલ 93% ઓછું થઈ જાય ત્યારે ઑક્સિજનની જરૂર પડે છે. કોઈ પણ વ્યક્તિમાં આઇડિયલ ઑક્સિજન લેવલ 94-99% વચ્ચે હોવું જોઈએ. કોઈ પણ વ્યક્તિએ પોર્ટેબલ કેનનો ઉપયોગ નોર્મલ સિચ્યુએશનમાં ના કરવો જોઈએ. યુઝ કરતા પહેલાં ડૉક્ટરની સલાહ ચોક્કસ લો.

ઑક્સિજન લેવલ વધારવાના અસરકારક ઉપાયો:

  • આયર્નથી ભરપૂર ફૂડ્સ ડાયટમાં સામેલ કરો.
  • ઈન્ડોર પ્લાન્ટ્સ લગાવો.
  • રોજ 25-30 મિનિટ કસરત કરો.
  • પાણી અને અન્ય લિક્વિડની ક્વોન્ટિટી વધારો