ચીન તરફથી વધી રહ્યું છે નવું જોખમ / ચાઇનીઝ ડુક્કરોમાં ફ્લુનો નવો વાઈરસ જોવા મળ્યો, G4 EA H1N1નામનો આ વાઈરસ કોરોના જેવી મહામારી ફેલાવી શકે છે

X

 • ચીનના વૈજ્ઞાનિકોએ વાઈરસને G4 EA H1N1 નામ આપતા કહ્યું- તે 2009માં ફેલાયેલી મહામારી સ્વાઈન ફ્લુ જેવો છે
 • સંશોધકોના જણાવ્યા પ્રમાણે, સ્ટ્રેન નવો હોવાથી લોકોમાં તેની સામે લડવાની રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી હોય અથવા ન પણ હોય

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 09:12 PM IST

ચીનનાં વૈજ્ઞાનિકોએ ફૂલુના વાઈરસના તે સ્ટ્રેન શોધી કાઢ્યા છે જે મહામારી ફેલાવી શકે છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, ફ્લુ વાઈરસના એક એવા સ્ટ્રેન તાજેતરમાં ડુક્કર (પિગ)માં મળી આવ્યા છે જે મનુષ્યને સંક્રમિત કરી શકે છે. તે પોતાનું સ્વરૂપ બદલીને (મ્યુટેટ) થઈને એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં પ્રવેશ કરીને મહામારી ફેલાવી શકે છે. 

ડુક્કરો પર જર રાખવાની જરૂર છે
વાઈરસનું નામ G4 EA H1N1 છે. તેના પર રિસર્ચ કરનાર સંશોધકોનું કહેવું છે કે, આ ઈમર્જન્સી જેવી સમસ્યા નથી પરંતુ તેમાં ઘણા એવા લક્ષણ જોવા મળ્યા છે જે દર્શાવે છે કે તે મનુષ્યને સંક્રમિત કરી શકે છે, એટલા માટે તેના પર સતત ધ્યાન રાખવાની જરૂર છે. પ્રોસિડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડમી ઓફ સાયન્સના અનુસાર, આ નવો સ્ટ્રેન છે, એટલા માટે થઈ શકે છે, લોકોમાં તેની સામે લડવાની ક્ષમતા ઓછી હોય અથવા ન હોય. એટલા માટે તેનાથી બચવા માટે ડુક્કરો પર ધ્યાન રાખવું જરૂરી છે. 

તે ફેલાશે તો તેને અટકાવવો મુશ્કેલ હશે
કોરોનાવાઈરસ પહેલા છેલ્લે 2009માં વિશ્વમાં ફ્લુ મહામારી આવી હતી અને તે સમયે તેને સ્વાઈન ફ્લુ કહેવાતો હતો. મેક્સિકોમાં શરૂ થયેલો સ્વાઈન ફ્લુ એટલો ઘાતક નહોતો જેટલો અંદાજ લગાવવામાં આવ્યો હતો. આ વખતે કોરોનાવાઈરસના કારણે 1 કરોડથી વધુ લોકો સંક્રમિત છે. આવી સ્થિતિમાં જો નવો વાઈરસ ફેલાય છે તો તેને અટકાવવો મુશ્કેલ છે. 

તેમાં મનુષ્ય સુધી પહોંચી પોતાની સંખ્યા વધારવાની પર્યાપ્ત ક્ષમતા
વેક્સીન દ્વારા ફ્લુના વાઈરસ A/H1N1pdm09ને લોકોથી દૂર રાખવામાં આવ્યો પરંતુ ચીનમાં તેનું જે નવું સ્ટ્રેન જોવા મળ્યું છે તે 2009માં મહામારી ફેલાવનાર સ્વાઈન ફ્લુથી મળતા આવે છે. સંશોધનકર્તા કિવ-ચો ચેંગના જણાવ્યા પ્રમાણે, નવું સ્ટ્રેન G4 EA H1N1 મનુષ્યની શ્વાસનળીમાં પહોંચીને તેના કોષોની સંખ્યાને વધારી શકે છે. તેની અંદર આવું કરવાની પર્યાપ્ત ક્ષમતા છે. 

હંતાવાઈરસઃ તે કોરોનાથી વધારે ઘાતક છે

 • તાજેતરમાં ચીનના યુનાન પ્રાંતમાં હંતા વાઈરસના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. તે વ્યક્તિ શેંગડોન્ગ પ્રાંતમાંથી યુનાન આવ્યો હતો. અમેરિકાની સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (CDC)ના જણાવ્યા પ્રમાણે, તે એક એવા સમૂહનો વાઈરસ છે જે ઉંદર અથવા ખિસકોલી જેવા જીવોથી ફેલાય છે. 
 • અમેરિકામાં આ વાઈરસ ન્યૂ વર્લ્ડ હંતા વાઈરસ અને યુરોપ અને એશિયામાં ઓલ્ડ વર્લ્ડ હંતા વાઈરસના નામથી ઓળખાય છે. હંતા વાઈરસ પલ્મોનરી સિંડ્રોમ નામની બીમારીનું કારણ છે.
 • હંતા વાઈરસના ઘણા પ્રકાર છે જે ઉંદરોની અલગ અલગ પ્રજાતિઓથી ફેલાય છે. આ વાઈરસ ઉંદરના મળ-મૂત્રથી ફેલાય છે અને વ્યક્તિ આ વાઈરસનો ભોગ ત્યારે જ બને છે, જ્યારે તે તેના સંપર્કમાં આવે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, હંતા વાઈરસ હવા દ્વારા નથી ફેલાતો તો પણ કોરોનાવાઈરસ કરતાં તે વધારે ઘાતક છે. અમેરિકાની સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના અનુસાર, હંતા વાઈરસ પણ જીવલેણ છે. 
 • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના જણાવ્યા પ્રમાણે, દુનિયાભરમાં કોરોનાવાઈરસના કારણે મૃત્યુના ગ્લોબલ રેટને સચોટ રીતે શોધવા માટે સમય લાગી શકે છે. અત્યારે તે 3-4%ની વચ્ચે હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

ચીનની કોરોનાની કહાની

 • કોરોનાવાઈરસનો પહેલો કેસ ચીનમાં ડિસેમ્બર 2019માં આવ્યો હતો. જો કે, અત્યાર સુધી તે જાણી શકાયું નથી કે કયા દિવસે પહેલો દર્દી મળ્યો હતો. ત્યારબાદ જાન્યુઆરીના અંત સુધીમાં 10 હજાર કરતાં પણ ઓછા દર્દીઓ હતા. 
 • કોરોના સંક્રમણથી પહેલું મૃત્યુ 9 જાન્યુઆરીએ ચીનનાં વુહાન શહેરમાં થયું હતું. ચીનની બહાર તેનાથી પહેલું મૃત્યુ 1 ફેબ્રુઆરીએ ફિલિપાઇન્સમાં થયું હતું. જ્યારે, ફ્રાન્સમાં 14 ફેબ્રુઆરીએ એશિયાની બહારનું પ્રથમ મૃત્યુ નોંધાયું હતું.
 • કોરોનાવાઈરસ કેટલો કહેર બનીને ઉભરી આવ્યો છે. તેનો અંદાજો તે વાત પરથી લગાવી શકાય છે કે 31 જાન્યુઆરી સુધી તેના કારણે મૃત્યુઆંકની સંખ્યા લગભગ 300 સુધી હતી. પરંતુ  ત્યારબાદ 4 મહિનામાં આ આંકડો 5 લાખને પાર કરી ગયો છે.
 • ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસો સુધીમાં દર્દીઓની સંખ્યા 85 હજાર કરતાં વધારે અને માર્ચના છેલ્લા દિવસોમાં 7.5 લાખ પહોંચી ગઈ હતી. ત્યારબાદ એપ્રિલ સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા 30 લાખથી વધી ગઈ. 31 મે સુધી લગભગ 60 લાખ દર્દીઓ થઈ ગયા અને 27 જૂન સુધી દુનિયાભરમાં સંક્રમિતોનો આંકડો 1 કરોડને પાર કરી ગયો. 

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી