કોરોનાટાઈમમાં કેટલી લાઈફસ્ટાઇલ બદલાઈ?:52% ભારતીયોની થાળીમાં પોષણયુક્ત વાનગીઓનું પ્રમાણ વધ્યું, ફાસ્ટફૂડ અને મેંદાની પ્રોડક્ટ્સને ‘ના’ પાડી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 55% ભારતીયો ભોજનમાં ફેરફારની સાથોસાથ ઇમ્યુનિટી વધારવા પર પણ ફોકસ કરી રહ્યા છે
  • 57% લોકો જોગિંગ અને સાઇક્લિંગ કરી રહ્યા છે

મહામારીમાં લોકોએ હેલ્ધી ભોજન ખાવાનું શરૂ કર્યું છે. ભારતીયોએ ભોજનમાં પ્રોટીન અને વિટામિન્સનું પ્રમાણ વધાર્યું છે. ફાસ્ટ ફૂડ અને મેંદામાંથી બનાવેલી વસ્તુઓથી અંતર બનાવી લીધું છે. આ વાતો માર્કેટ રિસર્ચ ફર્મ મિન્ટેલ ઇન્ડિયા કન્ઝ્યુમરના રિપોર્ટમાં ખબર પડી છે. જાણો, મહામારીમાં લાઈફસ્ટાઈલમાં કેટલો ફેરફાર થયો...

ભારતીયોમાં આ ત્રણ મોટા ફેરફાર દેખાયા

ભોજન: ભારતીય થાળીમાં હેલ્ધી ફૂડનું પ્રમાણ વધ્યું
રિસર્ચ પ્રમાણે, 52% લોકોએ પોતાની થાળીમાં નિયમિતપણે બ્રાઉન રાઈસ અને ઓર્ગેનિક ફળને સ્થાન આપ્યું. 50% લોકોએ કહ્યું, મહામારી પહેલાં અમે આ બધી વસ્તુઓ ક્યારેક જ ખાતા હતા. 55% ભારતીયો ભોજનમાં ફેરફારની સાથોસાથ ઇમ્યુનિટી વધારવા પર પણ ફોકસ કરી રહ્યા છે.

ફિટનેસ: 57% લોકોએ જોગિંગ અને સાઇક્લિંગ કરવાનું શરૂ કર્યું
કોરોનાટાઈમમાં લોકોએ ફિઝિકલ એક્ટિવિટીને વધારે મહત્ત્વ આપ્યું છે. રિસર્ચમાં 51% ભારતીયોએ કહ્યું, વર્ષ 2019ની સરખામણીમાં મહામારી પછીથી 2020માં અમે અઠવાડિયાંમાં ત્રણ દિવસ કસરત જેમ કે બ્રિસ્ક વૉકિંગ અને યોગ કરવાનું શરૂ કર્યું. 57% લોકો જોગિંગ અને સાઇક્લિંગ કરી રહ્યા છે.

સ્વાસ્થ્ય પર અસર: ઊંઘ સારી થઇ અને સ્ટ્રેસ ઓછો થયો
રિસર્ચ પ્રમાણે, વર્ષ 2020થી લોકોએ તેમની લાઈફસ્ટાઈલમાં જે ફેરફાર કર્યા છે. તેની સીધી અસર હેલ્થ પર પડી છે. મેડિટેશન કરવાથી દર 20માંથી 9 લોકોને સારી ઊંઘ આવી રહી છે. સ્ટ્રેસ પણ ઓછો થયો છે. પોતાને વધારે એનર્જેટિક અનુભવી રહ્યા છે.

ઇમ્યુનિટી વધારવામાં મહિલાઓ આગળ
મિન્ટેલ ઇન્ડિયા કન્ઝ્યુમરની કન્ટેન્ટ હેડ નિધિ સિન્હાએ કહ્યું, મહામારી દરમિયાન લોકોએ સ્વસ્થ રહેવા માટે પ્રેરણાલાયક કામ કર્યું છે. ભારતીયો તેમની ફિઝિકલ અને મેન્ટલ હેલ્થની સાથોસાથ ભોજન અને ફિઝિકલ એક્ટિવિટી પર પણ ધ્યાન આપી રહ્યા છે. ભારતીયોની લાઇફસ્ટાઇલ જોઈને ઘણી કંપનીઓ હેલ્ધી ફૂડ અને ડ્રિક્સ વેચી રહી છે.

રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી વધારવામાં મહિલાઓ આગળ રહી છે. પોતાની ઇમ્યુનિટીનું ધ્યાન રાખનારા લોકોમાં 50%થી વધારે તો મહિલાઓ સામેલ છે. 48% ભારતીયો જાહેરાત અને સોશિયલ મીડિયા પર ચાલતા કેમ્પેનથી સ્વસ્થ રહેવાની પ્રેરણા લઇ રહ્યા છે. વર્ષ 2020થી 62% લોકોએ હેલ્ધી ભોજન કરવાનું શરૂ કરી દીધું છે.

અન્ય સમાચારો પણ છે...