ડૉ. બિધાન ચંદ્ર રોય સાથે જોડાયેલા 4 કિસ્સા / ગાંધીજીએ કહ્યું, તમે 40 કરોડ દેશવાસીઓની ફ્રીમાં સારવાર નથી કરતા તો રોયે કહ્યું- હું 40 કરોડ લોકોના પ્રતિનિધિની મફતમાં સારવાર કરું છું

national doctors day interesting facts of dr bidhan chandra roy
X
national doctors day interesting facts of dr bidhan chandra roy

  • લંડનમાં સેન્ટ બાર્થોલોમિવ્સ હોસ્પિટલના ડીને ડૉ.રોયને એડમિશન ના આપવાનો નિર્ણય લીધો હતો, 30 ચક્કર કાપ્યાં બાદ એડમિશન મળ્યું
  • એમેરિકામાં રેસ્ટોરાંમાં ગયા તો તેમને સર્વિસ આપવાની ના પાડવામાં આવી, બીજા દિવસે આ બાબત ન્યૂઝ પેપરમાં આવી હતી

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 10:54 AM IST

વિશ્વભરના દર્દીઓને બચાવવામાં કોરોનાવોરિયર એટલે કે ડૉક્ટર્સ મહેનત કરી રહ્યાં છે. ચેપની વચ્ચે તે દર્દીઓની સારવાર કરે છે અને પોતાને પણ બચાવવાનો પ્રયાસ કરે છે. આજે એટલે કે પહેલી જુલાઈએ ડૉક્ટર્સ ડે છે. આ દિવસ દેશના પ્રસિદ્ધ ચિકિત્સક તથા પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી ડૉ. બિધાન ચંદ્ર રોયના સન્માનમાં સેલિબ્રેટ કરવામાં આવે છે. કેન્દ્ર સરકારે પહેલી જુલાઈ, 1991થી ડૉક્ટર્સ ડે સેલિબ્રેટ કરવાની શરૂઆત કરી હતી. પહેલી જુલાઈએ તેમનો જન્મદિવસ પણ છે. તેમના જીવનના રસપ્રદ પાંચ કિસ્સાઓ અંગે જાણીએ. 

ડૉ.બિધાન ચંદ્ર રોય ગાંધીજીના અંગત ડૉક્ટર તથા મિત્ર પણ હતાં

કિસ્સો 1: જ્યારે બાપુએ બિધાન ચંદ્રને કહ્યું, તમે મારી સાથે થર્ડ ક્લાસ વકીલની જેમ દલીલો કરો છો

1905માં જ્યારે બંગાળના ભાગલા પડી રહ્યાં હતાં ત્યારે બિધાન ચંદ્ર રોય કોલકાતા યુનિવર્સિટીમાં ભણતા હતાં. તેમણે અંગ્રેજો વિરુદ્ધના આંદોલનમાં ભાગ લેવાને બદલે પોતાના અભ્યાસ પર ધ્યાન આપ્યું હતું. અભ્યાસ પૂર્ણ કર્યાં બાદ તેઓ સ્વતંત્રતા આંદોલન સાથે જોડાયા અને પછી ધીમે ધીમે બંગાળના રાજકારણમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું. આ સમયે તેઓ ગાંધીબાપુના પર્સનલ ડૉક્ટર પણ હતાં.

1933માં ‘આત્મશુદ્ધિ’ ઉપવાસ દરમિયાન ગાંધાજીએ દવાઓ લેવાની ના પાડી દીધી હતી. બિધાન ચંદ્ર બાપુને મળ્યાં અને દવા લેવાની વિનંતી કરી હતી. આ સમયે ગાંધીજીએ તેમને કહ્યું હતું, હું તમારી દવા કેમ લઉં? શું તમે આપણાં દેશના 40 કરોડ લોકોની મફતમાં સારવાર કરી છે?

આના પર બિધાન ચંદ્રે જવાબ આપ્યો, ના, ગાંધીજી, હું તમામ દર્દીઓની મફતમાં સારવાર કરી શકતો નથી પરંતુ હું અહીંયા મોહનદાસ કરમચંદ ગાંધીને ઠીક કરવા નથી આવ્યો પરંતુ મારા દેશના 40 કરોડ લોકોનું જે પ્રતિનિધિત્વ કરે છે તેમને ઠીક કરવા આવ્યો છું. આના પર ગાંધીજીએ તેમની મજાક કરતાં કહ્યું હતું કે તમે મારી સાથે થર્ડ ક્લાસ વકીલની જેમ દલાલ કરી રહ્યાં છો.

આ તસવીર તે સમયની છે જ્યારે ડૉ.રોય પ.બંગાળના મુખ્યમંત્રી હતાં

બીજો કિસ્સોઃ રોય એટલા મોટા હતા કે નહેરુ પણ તેમના મેડિકલ ઓર્ડર માનતા

ડૉ.બિધાન ચંદ્ર રોયના વખાણનો સૌથી ચર્ચિત કિસ્સો દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નહેરુ સાથે જોડાયેલો છે. બિધાન ચંદ્ર દેશના એ ડૉક્ટર્સમાં સામેલ હતા, જેમની દરેક સલાહનું પૂરી સાવધાની સાથે પંડિત જવાહર લાલ નહેરુ પાલન કરતાં હતાં. આનો ઉલ્લેખ પંડિત જવાહર લાલે વૉશિગ્ટન ટાઈમ્સને 1962માં આપેલા એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો. તે સમયે તેમણે કહ્યું હતું કે એકવાર જ્યારે તેઓ ગંભીર રીતે બીમાર હતાં ત્યારે સારવાર માટે એક પેનલ બનાવવામાં આવી હતી. આ પેનલમાં રોય પણ સામેલ હતાં. ઇન્ટરવ્યૂ બાદ અખબારે કહ્યું હતું કે રોય એટલા મોટા હતાં કે નહેરુએ પણ દરેક મેડિકલ ઓર્ડરનું પાલન કર્યું હતું. 

ડૉ.રોયે બંગાળમાં અનેક સંસ્થાઓ તથા પાંચ શહેરોની સ્થાપના કરી, જેમાં દુર્ગાપુર, કલ્યાણી, અશોકનગર, બિધાન નગર તથા હાબરા સામેલ છે

ત્રીજો કિસ્સોઃ સામાજિક ભેદભાદવનો શિકાર થયા, અમેરિકન રેસ્ટોરાંએ રોયને બહાર જવાનું કહ્યું

1948માં બિધાન ચંદ્ર જમવા માટે અમેરિકામાં રેસ્ટોરાં ગયા ત્યારે તેમને જોઈને રેસ્ટોરાંએ સર્વિસ આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. આ આખો ઘટનાક્રમ ન્યૂયોર્ક ટાઈમ્સમાં પ્રકાશિત થયો. આ અખબારના રિપોર્ટ પ્રમાણે, રોય પોતાના પાંચ મિત્રો સાથે રેસ્ટોરાં ગયા હતાં. તેમને જોઈને રેસ્ટોરાં ઓપરેટરે મહિલા વેટરને કહ્યું હતું કે આ પાંચને સર્વિસ આપવામાં આવશે નહીં અને તેઓ ભોજન લઈને બહાર જઈ શકે છે. 

આ વાત સાંભળીને રોય ત્યાંથી જતા રહ્યાં. આ ઘટના પછી સામાજિક ભેદભાવનો પૂરો કિસ્સો રિપોર્ટર સાથે શૅર કર્યો હતો અને ભારત આવી ગયા હતાં. 

ડૉ. રોયને 1961માં ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતાં

ચોથો કિસ્સોઃ આર્થિક તંગીનો સામનો કરતાં સત્યજીત રેને આર્થિક મદદ કરી હતી

જાણીતા ફિલ્મમેકર સત્યજીત રેએ પોતાની ફિલ્મ ‘પાથેર પંચાલી’ બનાવવા માટે આર્થિક સંઘર્ષો સામનો કરવો પડ્યો હતો. અનેક મુશ્કેલીઓ બાદ તેમની માતાએ તેમના ઓળખીતાઓ સાથે મુલાકાત કરાવી હતી. રોય પણ તેમાંથી એક હતાં અને તત્કાલીન મુખ્યમંત્રી પણ હતાં. રોય ડિરેક્ટર સત્યજીત રેના પ્રોજેક્ટથી ઘણાં જ પ્રભાવિત થયા હતાં અને સરકારી આર્થિક મદદ માટે તૈયાર થયા હતાં. આટલું જ નહીં ફિલ્મ પૂર્ણ થયા બાદ રોયે જવાહર લાલ નહેરુ માટે આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ પણ યોજ્યું હતું. ફિલ્મમાં ગરીબીનો સામનો કરતાં દેશની વાત કરવામાં આવી હતી. 

તત્કાલીન મુખ્યમંત્રી બિધાન ચંદ્ર સોલ્ટ લેક સુધાર સ્કીમના ઉદ્ધાટન દરમિયાન. આ તસવીર 16 એપ્રિલ, 1962ની છે. કાળા ચશ્મામાં ડૉ. રોય (જમણી બાજુ)

પાંચમો કિસ્સોઃ ડીન સાથે 30 મુલાકાતો કરી અને પછી લંડનમાં એડમિશન મળ્યું

રોય ઉચ્ચ અભ્યાસ માટે 1909માં લંડનના સેન્ટ બાર્થોલોમિવ્સ હોસ્પિટલ ગયા હતાં પરંતુ અહીંયા એડમિશન લેવું સરળ નહોતું. હોસ્પિટલના ડીને એડમિશન ના આપવા માટે પૂરતાં પ્રયાસ કર્યાં હતાં. તેમણે દોઢ મહિના સુધી રોયનું એડમિશન અટકાવી રાખ્યું હતું.  જોકે, રોયે પણ એડમિશન લેવા માટે સતત પ્રયાસો કર્યાં હતાં. ડીન સાથે 30વાર મુલાકાત કરી હતી. છેલ્લે ડીનનું હૃદય પરિવર્તન થયું અને તેઓ એડમિશન આપવા તૈયાર થયા હતાં. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી