ન્યૂયોર્ક ટાઈમ્સમાંથી:ન્યૂયોર્કમાં રહસ્યમય બીમારીથી 3 બાળકોનાં મોત નીપજ્યાં, અમેરિકામાં 7 રાજ્યોમાં આવા 100 કેસ નોંધાયા

2 વર્ષ પહેલા
  • અમેરિકામાં કોરોનાવાઈરસની લડાઈ વચ્ચે એક બીજા સંકટે ચિંતા વધારી
  • ગવર્નર એન્ડ્રુ ક્યુમોએ જણાવ્યુ કે, આ બીમારીવાળા બાળકો 2 થી 15 વર્ષની વયના છે

અમેરિકાના ન્યૂયોર્કમાં એક રહસ્યમય બીમારીથી ત્રણ બાળકોના મોત નીપજ્યાં છે. અહીં આ બીમારીના 73 કેસ સામે આવ્યા છે. 7 રાજ્યોમાં અત્યાર સુધી 100 કેસ નોંધાયા છે. આ બીમારીથી પીડાતા બાળકોની ઉંમર 2થી 15 વર્ષની છે. તેની જાણકારી ગવર્નર એન્ડ્રુ ક્યુમોએ આપી છે. તેમણા જણાવ્યા પ્રમાણે, રહસ્યમય બીમારીવાળા મોટાભાગના બાળકોમાં શ્વાસ સંબંધી લક્ષણો નથી દેખાતા. જે બાળકોના મોત થયા છે, તેમનામાં પણ લક્ષણો નથી દેખાયા.

બીમારીનું કારણ જાણવા માટે ન્યૂયોર્ક જીનોમ સેન્ટર અને રોકફેલર યુનિવર્સિટી સાથે મળીને રિસર્ચ કરી રહ્યા છે. અત્યાર સુધી માતા-પિતા, હેલ્થ એક્સપર્ટ એવું વિચારીને રાહત અનુભવી રહ્યા હતા કે, કોરોનાથી બાળકોના મોત વધારે નથી થતા. પરંતુ હવે તેમને સાવચેત રહેવું પડશે. જે સમયે ક્યુમો મીડિયાને નવી બીમારીથી મૃત્યુ વિશેની જાણકારી આપી રહ્યા હતા, ત્યારે ન્યૂયોર્કમાં કોરોનાથી 10 બાળકોના મોતનાં સમાચાર આવ્યા હતા. સ્વાસ્થ્ય વિભાગ તપાસ કરી રહ્યું છે કે આ બાળકોનું મોત રહસ્યમય બીમારીથી તો નથી થયું ને.

દુનિયાઃ બ્રિટન, ફ્રાન્સ, ઈટાલી, અને સ્વિટ્ઝર્લેન્ડમાં પણ 50 કેસ
યુરોપિયન દેશોમાં બ્રિટેન, ફ્રાન્સ, સ્વિટ્ઝર્લેન્ડ અને ઈટાલીમાં પણ આ રહસ્મય બીમારીના લગભગ 50 કેસ સામે આવ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના વૈજ્ઞાનિક ડો.મારિયા વૈન કેરખોવે તેની પુષ્ટિ કરી છે. તેમણા જણાવ્યા પ્રમાણે, યુરોપિયન દેશોમાં આ રોગના લક્ષણો બાળપણમાં થતી બીમારી કાવાસાકીના લક્ષણો જેવા જ છે. જેમ કે, હાથ-પગમાં સોજો, શરીર પર ફોલ્લીઓ વગેરે. અમેરિકામાં પણ આવા જ લક્ષણો જોવા મળ્યા છે. 

લક્ષણઃ ત્વચા, ધમનીઓમાં સોજો, લાંબા સમય સુધી તાવ અને પેટ-છાતીમાં દુખાવો
ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે, આ રહસ્યમય બીમારીમાં ધમનીઓમાં સોજો આવી જાય છે. આંખોમાં બળતરા થાય છે. શરીર પર ફોલ્લીઓ થાય છે. ત્વતાનો રંગ બદલાઈ જાય છે. લાંબા સમય સુધી તાવ, પેટ-છાતીમાં દુખાવો થાય છે. લો બ્લડ પ્રેશરની સમસ્યા થાય છે.

સારવારઃ સ્ટીરોઇડ, એસ્પિરિનની સપ્લીમેન્ટ્સ આપવામાં આવે છે, વેન્ટિલેટરની પણ જરૂર પડી રહી છે
ડોક્ટરો અત્યારે દર્દીઓને સ્ટીરોઇડ, ઈન્ટ્રાવેનસ ઈમ્યુનોગ્લોબુલિન અને એસ્પિરિનની દવા આપવામાં આવી રહી છે. એન્ટિબાયોટિક્સ પણ આપવામાં આવી રહી છે. કેટલાક દર્દીઓને સપોર્ટિવ ઓક્સિજન આપવાની જરૂર પડી રહી છે. વધારે ગંભીર દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવી રહ્યા છે. 

અનુમાનઃ બાળકો એટલા માટે ઝપેટમાં છે કેમ કે, તેમનામાં રોગ પ્રતિકારક ક્ષમતા વિકસિત નથી થઈ
સ્વાસ્થ્ય નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, બાળકો પર આ રહસ્યમય બીમારીની અસર એટલા માટે વધારે થઈ શકે છે કેમ કે, તેમનામાં રોગ પ્રતિરોધક શક્તિનો સંપૂર્ણ વિકાસ નથી થયો. અત્યારે ડોક્ટરો જીનેટિક ટેસ્ટ પર ભાર આપી રહ્યા છે. તેનાથી નવા ખુલાસા થશે.

અન્ય સમાચારો પણ છે...