આયુર્વેદ કોરોનાને હરાવશે:કોરોનાને હરાવવા માટે સરસિયાનું તેલ અસરકારક છે; જાણો સંક્રમણથી બચવા માટે શું ખાવું જોઈએ

રાધા તિવારી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલા ચાની જેમ ગરમ પાણી પીઓ

કોવિડ મહામારીની ત્રીજી લહેરની વચ્ચે ‘ઓમિક્રોન’વેરિઅન્ટથી લોકો ચિંતિત છે. કોરોનાની વિરુદ્ધ ઘણા લોકોએ આયુર્વેદની મદદ લઈને પોતાની ઈમ્યુનિટી મજબૂત કરી છે. કેન્દ્રીય આયુષ મંત્રાલયે નાગરિકોના સારા સ્વાસ્થ્ય માટે કેટલીક માર્ગદર્શિકા બહાર પાડી છે. મંત્રાલયે તેના દ્વારા લોકોને જણાવ્યું છે કે, કેવી રીતે આ મહામારીના સમયમાં સ્વસ્થ રહેવું. ગાજિયાબાદ સ્વર્ણ જયંતી હોસ્પિટલના આયુર્વેદાચાર્ય ડૉ. રાહુલ ચતુર્વેદી પાસેથી જાણો કે આયુષ મંત્રાલયે જણાવેલી કઈ વસ્તુઓ તમારે કેવી રીતે અને કેટલી માત્રામાં લેવી જોઈએ.

ચ્યવનપ્રાશ ખાઓ પરંતુ ક્યારેય ખાલી પેટ ન ખાઓ
સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલા ચાની જેમ ગરમ પાણી પીઓ. નાસ્તો કર્યા પછી એક ચમચી ચ્યવનપ્રાશ ખાઓ. જો કોઈ નાના બાળકને ચ્યવનપ્રાશ પ્રસંદ નથી તો તેને શ્યામલા આપો. ચ્યવનપ્રાશ ક્યારે પણ ખાલી પેટે ન ખાવું જોઈએ. તેને પચવામાં બે કલાકનો સમય લાગે છે. ડાયાબિટીસના દર્દીઓએ સુગર ફ્રી ચ્યવનપ્રાશ લેવું જોઈએ. સવાર-સાંજ ઓછામાં ઓછા 30 મિનિટ યોગાસન, પ્રાણાયામ અને મેડિટેશન જરૂરથી કરવું.

કંઈ પણ ખાતા પહેલા ઉકાળો પીઓ, બધું ખાધા પછી દૂધ
તે ઉપરાંત તુલસી, તજ, અને આદુથી બનેલી હર્બલ ચા અથવા ઉકાળો દિવસમાં બે વખત પીઓ. ઉકાળાને સવારે ખાલી પેટે ચાની જેમ પીઓ. જો તમે ઈચ્છો તો સૂકી દ્રાક્ષને આખી રાત પલાળી રાખો. સવારે તેનું પાણી પી જવું અને સૂકી દ્રાક્ષને ચાવીને ખઈ જવી. ક્યારે પણ ખાલી પેટે દૂધ ન પીવું. દૂધ પીવાનો યોગ્ય સમય રાતનો છે. જો આપણે સવારે અથવા દિવસમાં દૂધ પીશું તો તેનાથી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે.

હર્બલ ટી અથવા તુલસી, તજ અને આદુનો ઉકાળો દિવસમાં બે વાર પીવો.
હર્બલ ટી અથવા તુલસી, તજ અને આદુનો ઉકાળો દિવસમાં બે વાર પીવો.

લસણની પેસ્ટ ન બનાવો, તેને ઝીણું સમારીને ઉપયોગ કરો
મસાલામાં હળદર, જીરું અને ધાણા જરૂરથી ખાવા. કાચી હળદર, કોથમીરને તમારી ડાયટમાં સામેલ કરો. ઘણા લોકો લસણની પેસ્ટ બનાવીને તેનો શાકમાં ઉપયોગ કરે છે. લસણની પેસ્ટનો ઉપયોગ કરવા કરતા તેને ઝીણું સમારી લો અને જ્યારે તમે કોથમીર નાખો છો ત્યારે લસણ નાખીને શાકને ચઢવા દો તે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જો ઘરમાં મસાલાનો પાઉડર બનાવો છો તો પાઉડર બનાવતા પહેલા મસાલાને શેકી લો. દરેક મસાલામાં તેલ હોય છે જો તમે શેકી લેશો તો તેના પોષક તત્ત્વ આપણા માટે ફાયદાકારક હશે.

લસણની પેસ્ટ કરતા તેને ઝીણું સમારીને ઉપયોગ કરવો વધારે ફાયદાકારક.
લસણની પેસ્ટ કરતા તેને ઝીણું સમારીને ઉપયોગ કરવો વધારે ફાયદાકારક.

દાળમાં લીંબુ નાખો, દહીં ખાવું પણ રાત્રે નહીં
તમારી ડાયટમાં લીંબુને જરૂરથી સામેલ કરો. તેમાં સાઈટ્રિક એસિડ હોય છે. દાળમાં લીંબુ નાખીને ખાઓ. જો દાળમાં લીંબુ પસંદ નથી તો તેને કોઈ બીજી રીતે પોતાની ડાયટમાં સામેલ કરો. હકીકતમાં લીંબુમાં વિટામિન C હોય છે જે તમારી ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે અને રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે. જેનાથી તમે મોસમી બીમારીઓથી બચી શકો છો. તે ઉપરાંત દંહીનો ઉપયોગ કરવો સારો છે, પરંતુ એક વાતનું ધ્યાન રાખવું કે દહીં ક્યારેય રાત્રે ન ખાવું. વઘાર વગરની પ્લેન દાળ બનાવો. તેમાં દેશી ઘીનો ઉપયોગ કરો.

લીંબુના રસમાં વિટામિન C હોય છે જે આપણી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે.
લીંબુના રસમાં વિટામિન C હોય છે જે આપણી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે.

તલના તેલનો વઘાર કરો, સરસવના તેલ અને મીઠાના કોગળા કરો
ખાવામાં તલના તેલનો વઘાર કરી શકાય છે. તલનું તેલ દરેક પ્રકારે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ સિવાય તમારા ભોજનમાં નારિયેળ તેલ અથવા ગાયના ઘીનો વધુને વધુ ઉપયોગ કરો. તે ઉપરાંત કાચા આંબળા, ઘરે બનાવેલું પનીર અને દહીં ખાઓ. સરસવનું તેલ અને મીઠાથી કોગળા કરો. તેના પછી ગરમ પાણી પીઓ.

તલનું તેલ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
તલનું તેલ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

ફુદીનો-આદુ-અજમાના નાશ લો, દૂધમાં હળદર નાખો
ફુદીનાના તાજા પાંદડા અથવા અજમા અને આદુની સાથે ગરમ પાણીના નાશ લો. વધારે ઉધરસ આવતી હોય તો દૂધમાં કાચી હળદરને ઉકાળો અથવા ક્રશ કરેલી હળદર પણ દૂધમાં મિક્સ કરી શકો છો. બાળકોના ખોરાકમાં તાજા ફળ, શાકભાજી સામેલ કરો. બાળકોને જંક ફૂડ અને ફાસ્ટ ફૂડથી દૂર રાખો. ચ્યવનપ્રાશ ખવડાવો અને સાંજના સમયે બાળકોને સૂતા પહેલા હળદરવાળુ દૂધ પીવડાવો. તે ઉપરાંત સવારે ઉઠીને એક કલાક પછી અથવા પછી સાંજે ચારથી પાંચ વાગ્યાની વચ્ચે ઉકાળો પીઓ ફાયદાકારક છે. જો તમે હળદરવાળુ દૂધ નથી પીતા તો ગિલોયનો રસ કાઢી શકો છો. જો ગિલોય ધનવટી અથવા ગુરુચી ધનવટીની ટેબલેટ ઉપલબ્ધ છે તો તે લઈ શકો છો. તેનાથી ઈમ્યુન પાવર મજબૂત થાય છે અને તાવ નથી આવતો.

તાજા ફૂદીનાના પાંદડા અને અજમાનો નાશ લો.
તાજા ફૂદીનાના પાંદડા અને અજમાનો નાશ લો.

તલના તેલની માલિશ
તલના તેલની માલિશ કરવાથી સનબર્નની સમસ્યા દૂર થાય છે તેમજ શરીરની ત્વચાની શુષ્કતા પણ દૂર થાય છે. આ સિવાય તલના તેલથી ત્વચા પર માલિશ કરવાથી ત્વચામાં ગ્લો આવે છે. થઈ શકે તો તડકામાં બેસીને હુંફાળા તેલથી માલિશ કરો. તેના ઘણા ફાયદા થાય છે. વધારે ઠંડા પવનમાં ખુલ્લા શરીરે માલિશ ન કરો, તેનાથી શરદી થઈ શકે છે. માલિશના તરત બાદ ઠંડા પાણીથી સ્નાન ન કરવું.

તલના તેલથી માલિશ કરવાથી ત્વચામાં ગ્લો આવે છે.
તલના તેલથી માલિશ કરવાથી ત્વચામાં ગ્લો આવે છે.

સંક્રમણથી બચાવવામાં અસરકારક છે સરસિયાનું તેલ
કોરોનાવાઈરસ નાક અથવા મોં દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. નાકમાં તેલ અથવા ઘી નાખવાથી કોઈપણ વાઈરસ મ્યુકસ મેમ્બ્રેન પર આક્રમણ નથી કરી શકતો. સામાન્ય દિવસોમાં પણ જો બેથી ત્રણ ટીપાં તલના તેલ, ઘી અથવા નારિયેળનું તેલ નાકમાં નાખવામાં આવે તો માટીના સુક્ષ્મ કણ, પ્રદૂષણ, બેક્ટેરિયા શરીરમાં પ્રવેશ કરતા પહેલા જ નષ્ટ થઈ જાય છે.

સંક્રમણની સામે સરસિયાનું તેલ અસરકારક છે.
સંક્રમણની સામે સરસિયાનું તેલ અસરકારક છે.

આ સિવાય આયુષ મંત્રાલયે માસ્કનો ઉપયોગ, હાથની સ્વચ્છતા, શારીરિક અને સામાજિક અંતરનું પાલન કરવું, કોવિડ વેક્સિનેશન, સ્વસ્થ આહાર, સારી ઈમ્યુનિટી અને અન્ય હેલ્થકેર સાથે સંબંધિત નિયમોનું પાલન કરવાનું પણ કહ્યું છે.