તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શીંગદાણા ખાઓ અને સ્વસ્થ રહો:મીઠાં વગરનાં શીંગદાણાનું સેવન કરવાથી હૃદય રોગોનું જોખમ ઘટે છે, જાપાનના સંશોધકોનો દાવો

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શીંગદાણાનું સેવન કરવાથી ઈસ્કેમિક સ્ટ્રોક અને હૃદયની બીમારીનું જોખમ ઓછું થાય છે
  • શીંગદાણામાં પોલિઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ, મિનરલ્સ, વિટામિન્સ અને ફાઈબર જેવાં તત્વો હૃદય માટે ફાયદાકારક

જો તમે શીંગદાણા લવર્સ છો તો તમારા માટે એક રાહતના સમાચાર છે. શીંગદાણાનું સેવન કરતાં લોકોમાં હૃદયની બીમારીઓનું જોખમ ઓછું રહે છે. આ દાવો જાપાનની ઓસાકા યુનિવર્સિટીના સંશોધકોએ તેમનાં રિસર્ચમાં કર્યો છે. રિસર્ચ પ્રમાણે, જાપાનમાં રહેનારા એશિયાન મહિલા અને પુરુષોએ દરરોજ 4-5 શીંગદાણાનું સેવન કર્યું. આ લોકોમાં ઈસ્કેમિક સ્ટ્રોક અને હૃદયની બીમારીનું જોખમ ઓછું થયું.

સ્ટ્રોક જર્નલમાં પબ્લિશ થયેલાં રિસર્ચ પ્રમાણે, જે લોકો શીંગદાણા ખાય છે તેમને કેટલી હદે હૃદયની બીમારીઓ થાય છે તેનું મોનિટરિંગ કરવામાં આવ્યું. સંશોધક સતોયો કેહારા જણાવે છે કે, પ્રથમ વખત એશિયન લોકોમાં જોવા મળ્યું કે શીંગદાણાનું સેવન કરતાં લોકોમાં ઈસ્કેમિક સ્ટ્રોકનું જોખમ ઘટે છે. રિસર્ચ પ્રમાણે, શીંગદાણાનું સેવન કરવાથી ફાયદો થાય છે.

રિસર્ચ
સંશોધકોએ 2 તબક્કામાં રિસર્ચ કર્યું. રિસર્ચમાં સામેલ લોકો કેટલાં પ્રમાણમાં શીંગદાણા ખાય છે તેનું એનાલિસિસ કરવામાં આવ્યું. પ્રથમ રિસર્ચ 1995માં અને બીજું રિસર્ચ 1998થી 1999માં કરવામાં આવ્યું. રિસર્ચમાં 45થી 74 વર્ષના 74,000 એશિયન મહિલા અને પુરુષો સામેલ હતા. રિસર્ચમાં સામેલ લોકો અઠવાડિયાંમાં કેટલાં પ્રમાણમાં શીંગદાણાનું સેવન કરે છે તે પૂછવામાં આવ્યું. આ તમામ લોકોનું 15 વર્ષ સુધી મોનિટરિંગ કરવામાં આવ્યું.

મીઠાં વગરનાં શીંગદાણા ખાઓ
સંશોધક જણાવે છે કે, એશિયન દેશોમાં શીંગદાણા અને નટ્સનાં સેવનની આદત ઓછી હોય છે, પરંતુ તેને રૂટિનમાં સામેલ કરવાથી જોખમ ઓછું થાય છે. અમેરિકન હાર્ટ એસોસિએશનનું કહેવું છે કે, અઠવાડિયાંમાં 5 વખત 2 ચમચી મીઠાં વગરનાં શીંગદાણાનું સેવન કરવું જોઈએ.

આ કારણે શીંગદાણા ફાયદાકારક
સતોયો જણાવે છે કે, શીંગદાણામાં રહેલાં મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ, પોલિઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ, મિનરલ્સ, વિટામિન્સ અને ફાઈબર જેવાં તત્વો હૃદય માટે ફાયદાકારક છે. તે હાઈ બ્લડ પ્રેશર અને ખરાબ કોલેસ્ટેરોલ કન્ટ્રોલ કરે છે. તે સોજા પણ ઓછાં કરે છે. આમ શીંગદાણાનું સેવન કરવાથી અનેક રીતે હૃદયની બીમારીઓનું જોખમ ઓછું થાય છે.