રિસર્ચ / જો વારંવાર માઉથવોશનો ઉપયોગ કરતા હો તો ચેતી જજો, બ્લડ પ્રેશરને અસર કરી શકે છે

mouthwash can affect blood pressure if you frequently use

Divyabhaskar.com

Sep 07, 2019, 05:01 PM IST

હેલ્થ ડેસ્કઃ ઓરલ હેલ્થ અને હાઇજીન એટલે કે સ્વચ્છતા પર વધુ ધ્યાન આપતા એવા ઘણા લોકો જોયા હશે, જેઓ બ્રશની સાથે માઉથવોશનો પણ બહુ ઉપયોગ કરતા હોય છે. કંઈપણ ખાધા પછી મોઢું સાફ કરવા લોકો માઉથવોશથી કોગળા કરતા હોય છે. આ આદત સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડી શકે છે. એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, જો તમે બ્લડ પ્રેશર ઘટાડવા માટે કસરત કરતા હો તો તેનો ફાયદો ત્યારે ઓછો થઈ જાય છે જ્યારે તમે માઉથવોશથી મોઢું સાફ કરી નાખો છો. આ અભ્યાસમાં કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થ એટલે કે હૃદયનાં સ્વાસ્થ્ય માટે મોંઢામાં રહેલા બેક્ટેરિયાનું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે.

આ અભ્યાસ રેડિકલ બાયોલોજી એન્ડ મેડિસિન નામની જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ સાથે આ અભ્યાસનાં માધ્યમથી એ સલાહ પણ આપવામાં આવી છે કે , હેલ્થ પ્રોફેશનલ્સ એટલે કે ડોક્ટર જ્યારે દર્દીઓનું હાઈ બ્લડ પ્રેશર ઘટાડવા કસરત કરવાની સલાહ આપતા હોય ત્યારે તેમણે સાથે દર્દીનાં ઓરલ એન્વાયર્નમેન્ટનું પણ ધ્યાન રાખવું જોઇએ. આ અભ્યાસ માટે સંશોધકોએ 23 હેલ્ધી પુખ્ત વયના લોકોને 2 અલગ-અલગ રીતે કુલ 30 મિનિટ માટે દોડવાનું કહ્યું, ત્યારબાદ આશરે 2 કલાક સુધી આ પ્રતિભાગીઓની શારીરિક તપાસ કરવામાં આવી.

દોડવાની બંને રીતમાં દરેક પ્રતિભાગીને એક્સર્સાઇઝના 30, 60 અને 90 મિનિટ પછી એન્ટિ-બેક્ટેરિયલ માઉથવોશથી મોં ધોવા માટે કહેવામાં આવ્યું. ત્યારબાદ તેમનું બ્લડ પ્રેશર માપવામાં આવ્યું. તેમજ સલાઇવા સાથે કસરત પહેલાં અને કસરત કર્યાંના 2 કલાક પછી નમૂનો પણ લેવામાં આવ્યો. જ્યારે પ્રતિભાગીઓએ માઉથવોશથી મોંઢું ધોયું તો તેમનાં એવરેજ સિસ્ટોલિક બ્લડ પ્રેશરમાં તફાવત જોવા મળ્યો.

2 કલાક પછી કસરતની અસર પૂરી થઈ ગઈ
અભ્યાસનાં પરિણામોથી જાણવા મળ્યું કે, કસરત દ્વારા બ્લડ પ્રેશર ઓછું કરવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો હતો, તેમાં માઉથવોશનો ઉપયોગ કરવાને કારણે કસરત કર્યાંના એક કલાક પછી તેની અસર 60% સુધી થઈ ગઈ હતી અને 2 કલાક પછી સંપૂર્ણ રીતે પૂરી થઈ ગઈ હતી.

X
mouthwash can affect blood pressure if you frequently use
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી