રિસર્ચ / કેન્સરથી પીડાતા મોટાભાગના દર્દીઓનું મૃત્યુ કેન્સરથી નહીં પણ સ્ટ્રોકથી થાય છે

Most patients suffering from cancer die from stroke

Divyabhaskar.com

Nov 26, 2019, 03:14 PM IST

હેલ્થ ડેસ્કઃ જે લોકો કેન્સરથી પીડિત છે અથવા કેન્સરની સારવાર લઈ ચૂક્યા છે તેમનામાં સામાન્ય લોકો કરતાં સ્ટ્રોકથી મરી જવાની શક્યતા વધી જાય છે. એક અભ્યાસમાં આ વાત સામે આવી છે. આ અભ્યાસમાં 70 લાખથી વધુ દર્દીઓના ડેટા તપાસવામાં આવ્યા, જેમાં આ રોગના જીવલેણ સ્વરૂપોની ઓળખ કરવામાં આવી હતી.

કેન્સર અને સ્ટ્રોક વચ્ચેનો સંબંધ
અમેરિકામાં પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોએ નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટની સર્વેલન્સ, એપિડેમિઓલોજી અને એન્ડ રિઝલ્ટ પ્રોગ્રામ (SIR) પાસેથી ડેટા એકત્રિત કર્યો. તેમાં અમેરિકાની વસ્તીના લગભગ 28% લોકોમાં કેન્સરના કેસો, તેમના જીવિત બચવાની શક્યતા, સારવાર, ઉંમર અને રોગના વર્ષ વિશેની માહિતી સામેલ હતી.

આ અભ્યાસથી જાણવા મળ્યું કે, જે લોકોને કેન્સર છે અથવા કેન્સરની સારવાર બાદ જીવિત છે તેમનાં સ્ટ્રોકથી જીવ જવાનું જોખમ બમણું છે. આ સંશોધન નેચર કમ્યુનિકેશન્સ જર્નલમાં પ્રકાશિત થયું છે. સંશોધકોએ જણાવ્યું હતું કે, SIRના ડેટામાંથી 70 લાખ દર્દીઓની માહિતી એકઠી કરવામાં આવી હતી. તેમાં જીવલેણ કેન્સર સામે લડતા દર્દીઓ મળી આવ્યા હતા. આ કેન્સર પેશીની બહાર ફેલાઈ ગયું હતું. તેમણે કહ્યું કે, સ્તન કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર અને મોટા આંતરડાના કેટલાક ભાગોનું કેન્સર ગંભીર સ્ટ્રોક સાથે સંબંધિત છે.

ઓછી ઉંમરના કેન્સર રોગીઓને વધુ જોખમ
સિલ્વેનીયા સ્ટેટ યુનિવર્સિટીમાં રેડિયેશન ઓન્કોલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર નિકોલસ જોસ્કીએ જણાવ્યું કે, અગાઉના સંશોધનથી જાણવા મળ્યું છે કે મોટાભાગના કેન્સરના દર્દીઓ કેન્સરના કારણે નથી મરી રહ્યા પરંતુ તેમના મૃત્યુનું કારણ બીજું છે. અમારા તારણો સૂચવે છે કે, સ્ટ્રોકથી થતા આ મૃત્યુને અટકાવવા માટે રોગીઓને એક સ્ક્રીનિંગ પ્રોગ્રામથી ફાયદો થઈ શકે છે. આ સાથે એ ઓળખવામાં મદદ મળશે કે કયા રોગીઓ માટે તે યોગ્ય હોઈ શકે છે.

સંશોધકોએ જણાવ્યું, જે 70 લાખ કેન્સરના દર્દીઓના આંકડાનું તેમણે વિશ્લેષણ કર્યું હતું, તેમાંના 80,000થી વધુ લોકો સ્ટ્રોકથી મૃત્યુ પામ્યા હતા. આમાં, પુરુષ અને સ્ત્રી સમાન રીતે સ્ટ્રોકથી મૃત્યુ પામ્યા હતા. આ અભ્યાસમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, નાની ઉંમરે કેન્સર થનારા લોકોને જીવલેણ સ્ટ્રોક આવવાનું જોખમ વધારે હોય છે.

સ્ટ્રોકથી 50 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના જણાવ્યા અનુસાર, વર્ષ 2018માં કેન્સરને કારણે 90 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે ધ લેન્સેટ નામના જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, વિશ્વમાં 50 લાખથી વધુ લોકો સ્ટ્રોકને કારણે મૃત્યુ પામ્યા છે. સંશોધકોનું કહેવું છે કે આ બંને રોગો વચ્ચે સંબંધ હોઈ શકે છે.

X
Most patients suffering from cancer die from stroke

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી