તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • More Than 7 Lakh People Commit Suicide Every Year Worldwide, The Main Cause Is Alcohol And Depression, Find Out How To Control It From WHO And Experts

વર્લ્ડ સુસાઇડ પ્રિવેંશન ડે:દુનિયાભરમાં દર વર્ષે 7 લાખથી વધારે લોકો સુસાઇડ કરે છે, મોટું કારણ આલ્કોહોલ અને ડિપ્રેશન, WHO અને એક્સપર્ટ પાસેથી જાણો કન્ટ્રોલની રીત

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આર્થિક તંગી, રિલેશનશિપ તૂટવી અને બીમારીઓને લીધે પણ લોકો આત્મહત્યા કરે છે

15થી 19 વર્ષના યુવાનોમાં મૃત્યુનું ચોથું સૌથી મોટું કારણ આત્મહત્યા છે. દુનિયાભરમાં દર વર્ષે 7 લાખથી વધારે લોકો આત્મહત્યા કરે છે. તેમાં 77% કેસ ઓછી અને મધ્યમ આવકવાળા દેશમાં હોય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જણાવ્યું કે, મોટાભાગના લોકો કીટકનાશક દવા પીને, ફાંસી ખાઈને કે પછી પોતાને ગોળી મારીને સુસાઇડ કરે છે. આવા કેસ કન્ટ્રોલ કરી શકાય છે.

આજે વર્લ્ડ સુસાઇડ પ્રિવેંશન ડે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને સિનિયર કન્સલ્ટન્ટ સાઈકિયાટ્રિસ્ટ ડૉ. સંતોષ બાંગડે કહ્યું કે, આત્મહત્યાના કેસ કેવી રીતે રોકી શકાય છે.

લોકો કેમ આત્મહત્યા કરી રહ્યા છે?
WHOના જણાવ્યા પ્રમાણે, આત્મહત્યાના મુખ્ય કારણમાં ડિપ્રેશન અને આલ્કોહોલનું વધારે સેવન સામેલ છે. આર્થિક તંગી, રિલેશનશિપ તૂટવી અને બીમારીઓને લીધે પણ લોકો આત્મહત્યા કરે છે.

સુસાઇડ કેસ કેવી રીતે રોકી શકાય?
મુંબઈમાં ગ્લોબલ હોસ્પિટલમાં સિનિયર કન્સલ્ટન્ટ સાઈકિયાટ્રિસ્ટ ડૉ. સંતોષે જણાવ્યું કે, આત્મહત્યાના કેસ અમુક લિમિટ સુધી રોકી શકાય છે. આત્મહત્યા કર્યા પહેલાં અમુક લોકોમાં ખાસ લક્ષણો ઓળખીને રોકી શકાય છે. જેમ જે-તેઓ કલાકો સુધી કોઈ તકલીફ વિશે વિચારતા રહે છે, આત્મહત્યાની વાતો કરે છે કે પછી આત્મહત્યા કરવાની રીત શોધતા હોય છે. આ લોકો પોતાને બીજાની ભાર સમજે છે કે બીમારીથી કંટાળીને આત્મહત્યા કરવાની વાત કરે છે. આ ઉપરાંત જલ્દી વસિયત બનાવડાવવી, ગુડબાય મેસેજ લખવા, ફોન ના ઉઠાવવા, પોતાને બીજાથી અલગ રાખવા અને હંમેશાં ડિપ્રેશનમાં રહેવું આ બધા ચેતવણી આપતા લક્ષણો છે.

જો તમારી આજુબાજુના લોકોમાં આવા લક્ષણો દેખાય તો તેની અવગણના ના કરશો. તેમની સાથે વાત કરો. તેમની વાત સમજવાનો પ્રયત્ન કરો. તેમની તકલીફ સાંભળ્યા પછી કોઈ સોલ્યુશન શોધવાના પ્રયત્નો કરો. તેનાથી આત્મહત્યા કરવાનું વિચારતી વ્યક્તિનું ધ્યાન ભટકે છે અને સુસાઇડનું જોખમ ઘટે છે.

WHOએ કહ્યું, આત્મહત્યાના કેસ રોકવા માટે કીટકનાશક દવાઓ, ગન અને અમુક ખાસ દવાઓ સુધી દરેકને પહોંચતા અટકાવવાની જરૂર છે. શરૂઆતના લક્ષણો અને લોકોનું બિહેવિયર જોઈને આવા કેસ રોકી શકાય છે.

હવે વાત, દેશમાં થતા આત્મહત્યાના કેસની

આ દિવસની શરૂઆત કેવી રીતે થઈ? દુનિયાભરમાં આત્મહત્યાના કેસ રોકવા માટે 10 સપ્ટેમ્બર, 2003ના રોજ ઇન્ટરનેશનલ એસોસિયેશન ફોર સુસાઇડ પ્રિવેંશન (IASP) અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) સાથે મળીને આ પહેલ શરૂ કરી. પ્રથમ વર્ષે આ દિવસનું સેલિબ્રેશન સારું રહ્યું. આથી વર્ષ 2004માં WHOએ ઓફિશિયલ જાહેરાત કરી. આ રીતે 10 સપ્ટેમ્બરના રોજ દર વર્ષે આ દિવસ વર્લ્ડ સુસાઇડ પ્રિવેંશન ડે તરીકે ઉજવવામાં આવે છે. આત્મહત્યાના કેસ રોકવા માટે IASP 60થી દેશમાં હજારો કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...