• Gujarati News
  • Lifestyle
  • Health
  • More Than 400,000 Women In The United States Undergo This Surgery Each Year, Increasing The Risk Of Carcinoma Cancer

બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટથી કેન્સરનું જોખમ!:અમેરિકામાં દર વર્ષે 4 લાખ મહિલા આ સર્જરી કરાવે છે, કાર્સિનોમા કેન્સરની શક્યતા વધારે

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

દર વર્ષે વિશ્વભરમાં કેન્સરના દર્દીઓમાં ધરખમ વધારો થયો છે. મહિલોમાં સૌથી વધુ બ્રેસ્ટ કેન્સર જોવા મળે છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ મહિલાઓને બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટથી જોડાયેલા કેન્સરના જોખમ વિશે ચેતવણી આપી છે. FDAએ જણાવ્યું હતું કે જે મહિલાઓએ બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરાવ્યું છે અથવા તો વિચારે છે તેમને એક નવા પ્રકારના કેન્સરનું જોખમ રહે છે.

કેન્સરનું નામ કાર્સિનોમા
કાર્સિનોમા નામનું આ કેન્સર ઈજાગ્રસ્ત પેશીઓમાં ઉદ્ભવે છે અને સમગ્ર ઇમ્પ્લાન્ટ તેની પકડમાં લઈ શકે છે. હાલ તો આ પ્રકારના કિસ્સા બહુ ઓછા છે, પરંતુ મહિલાઓએ સાવચેત રહેવું જરૂરી છે. વૈજ્ઞાનિકોના મતે આ કેન્સર બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ વખતે ઉપયોગમાં લેવાતા સિલિકોન કે સલાઈનને કારણે થઈ રહ્યા છે.

બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ વખતે ઉપયોગમાં લેવામાં આવેલા પદાર્થ બ્રેસ્ટના સેલ્સ પર ફિક્શન ઉત્પન્ન્ થઈને એને ઈજાગ્રસ્ત કરે છે. આ કેન્સરનું કારણ બની શકે છે. આ પ્રકારના કેન્સરની ઓળખ એક દાયકા પહેલાં થઇ હતી. આ બાદ બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ હજુ પણ ચાલે છે. તો એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે કે બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટનાં વર્ષો પછી કેન્સરની જાણકારી મળી હોય.

જે મહિલાઓને ડાયાબિટીસ હોય તે લોકોમાં જોખમ વધારે
કાર્સિનોમા કેન્સરનાં લક્ષણો વિશે વાત કરવામાં આવે તો બ્રેસ્ટમાં સોજો, દુખાવો, ગાંઠ, ત્વચાનો રંગ બદલાઈ જવો છે. જે મહિલાઓ સ્મોકિંગ કરે છે અથવા તો ડાયાબિટીસ છે તેમને આ કેન્સરનું જોખમ વધુ રહે છે. FDAના એક્સપર્ટનું કહેવું છે કે આ મહિલાઓને બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ કાઢવા માટે કહેવામાં નથી આવતું, પરંતુ મોનિટરિંગ માટે કહેવામાં આવે છે. આ મહિલાઓને કોઈ સમસ્યા હોય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

અમેરિકામાં 4 લાખ મહિલાઓએ બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ કરાવ્યું
બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટથી થતા કેન્સરની ચિંતા એટલા માટે છે કે અમેરિકામાં દર વર્ષે લગભગ 4 લાખ મહિલા બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ કરાવી રહી છે. એ પૈકી એક લાખ મહિલાઓ બ્રેસ્ટ કેન્સરથી બચવા માટે ઈમ્પ્લાન્ટ કરાવી રહી છે, જ્યારે 3 લાખનો હેતુ બ્રેસ્ટનો સારો દેખાવનો છે.