તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એન્ટિમાઇક્રોબાયલ અવેરનેસ વીક:24થી વધુ એન્ટિબાયોટિક્સ દવાઓ બેક્ટેરિયા પર બિનઅસરકારક, દવાઓ બેઅસર ન થાય તે માટે આ 4 બાબતો ધ્યાનમાં રાખો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • WHO દર વર્ષે 18થી 24 નવેમ્બર સુધી વર્લ્ડ એન્ટિમાઇક્રોબાયલ અવેરનેસ વીક મનાવે છે
  • એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, 24થી વધારે દવાઓ સામે બેક્ટેરિયાઓ પ્રતિરોધક ક્ષમતા વિકસાવી લીધી છે

બેક્ટેરિયાનો નાશ કરવા માટે આપવામાં આવતી દવાઓ એટલે કે એન્ટિબાયોટિક્સ બિનઅસરકારક સાબિત થઈ રહી છે. બેક્ટેરિયા તેમની રચના બદલી રહ્યાં છે તેથી આ દવાઓ તેના પર કામ કરી રહી નથી. 22 ગ્રૂપની 118 એન્ટિબાયોટિક્સ દવાઓ ચલણમાં છે. જેમાંથી 24થી વધારે દવાઓ સામે બેક્ટેરિયાઓ પ્રતિરોધક ક્ષમતા વિકસાવી લીધી છે. એટલે કે, આ દવાઓ હવે બિનઅસરકારક છે. ઉદાહરણ તરીકે, મોટાભાગના દર્દીઓમાં ટાઇફોઇડ માટે ફ્લોક્સોસિન અસરકારક નથી.

એન્ટિબાયોટિક્સ વિશેની સૌથી અગત્યની બાબત એ સમજવી છે કે તે વાઈરસને નહીં, બેક્ટેરિયાને મારે છે. મોટાભાગના લોકો આ વાતથી અજાણ હોય છે અને જ્યારે તેમને કોઈ પણ પ્રકારનો ચેપ લાગે છે, ત્યારે તેઓ તેને ઈચ્છે તેમ લેવાનું શરૂ કરે છે. તેથી, તેનો ઉપયોગ ક્યારે અને ક્યારે ન કરવો તે સમજાવવા વર્લ્ડ એન્ટિમાઇક્રોબાયલ અવેરનેસ વીક દર વર્ષે 18થી 24 નવેમ્બર સુધી મનાવવામાં આવે છે. મુંબઈની જસલોક હોસ્પિટલના જનરલ મેડિસિન કન્સલ્ટન્ટ ડો. હેમંત ટેકર પાસેથી એન્ટિબાયોટિક્સ સંબંધિત પ્રશ્નોના જવાબો જાણીએ.

1. એન્ટિબાયોટિક્સની સાઇડ ઇફેક્ટ ક્યારે દેખાય છે?
ડો. હેમંત કહે છે કે, એન્ટિબાયોટિક્સની આડઅસર દેખાવાના ઘણાં કારણો છે. ઉદાહરણ તરીકે, યોગ્ય સમયે દવાઓ ન લેવી, દવાઓની સંખ્યામાં વધારો અથવા ઘટાડો કરવો, ડૉક્ટરની સલાહ વગર તેને લેવી. આ કિસ્સામાં ઓવરડોઝની આડઅસરો જોવા મળે છે અને દર્દીમાં ચેપ વધી શકે છે.

2. બેક્ટેરિયા પર એન્ટિબાયોટિક્સ શા માટે બિનઅસરકારક થઈ રહી છે?
જ્યારે બેક્ટેરિયાથી થતા ચેપ પર વધુ એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરવામાં આવે ત્યારે આવા બેક્ટેરિયા ખાસ પ્રતિરોધક ક્ષમતા વિકસાવે છે. જ્યારે આવું થાય ત્યારે દવાઓ તેની પર બિનઅસરકારક થવાનું શરૂ કરે છે. તેને એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) કહેવામાં આવે છે. જો દવાના ડોઝ બિનઅસરકારક હોય તો ડૉક્ટરને મળો. તે દર્શાવે છે કે બેક્ટેરિયાએ દવા સામે તેની રોગપ્રતિકારક ક્ષમતા વિકસિત કરી લીધી છે.

3. કોરોનાના દર્દીઓને એન્ટિબાયોટિક્સ શા માટે આપવામાં આવી રહી છે?
ડો. હેમંત કહે છે, કોરોનાથી સંક્રમિત દર્દીઓને ચેતવણી આપવામાં આવી રહી છે કે અનેક પ્રકારના એન્ટિબાયોટિક્સ લેવાનું ટાળવું જોઇએ. દરેકને તેની જરૂર હોતી નથી, તે ફક્ત એવા દર્દીઓને આપવામાં આવે છે કે જેમનાં ફેફસાંમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શનનું જોખમ હોય છે.

4. એન્ટિબાયોટિક્સ સંબંધિત તે ભૂલો જે ક્યારેય ન કરવી જોઈએ?

  • શરદી, ઉધરસ, તાવ અથવા માથામાં દુખાવો થવાના પહેલા જ દિવસે દવાઓ ન લો.
  • પહેલેથી જ ઘરે રાખેલી દવાઓનો ઉપયોગ કરતાં પહેલા ડૉક્ટરની સલાહ લો.
  • એન્ટિબાયોટિક્સનો ઉપયોગ માત્ર બેક્ટેરિયલ ઈન્ફેક્શનને દૂર કરવા માટે હોય છે વાઈરલ ઈન્ફેક્શન માટે નહીં.
  • દવાઓ ડૉક્ટરની સલાહથી જ લેવી અને સમયસર લેવાની આદત રાખો.

એન્ટિમાઇક્રોબાયલ રેસિસ્ટન્ટથી દર વર્ષે દુનિયામાં સાત લાખ મોત થાય છે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના એક રિપોર્ટ અનુસાર, એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સથી વિશ્વમાં દર વર્ષે 7 લાખ લોકોનાં મોત થાય છે. એન્ટિબાયોટિક્સના ખોટા ઉપયોગને કારણે વૈજ્ઞાનિક અને ડૉક્ટર ચિંતિત છે કેમ કે, છેલ્લા ત્રણ દાયકાથી નવી એન્ટિબાયોટિક દવાઓની શોધ નથી થઈ.

ધીમે ધીમે બેક્ટેરિયા પર દવાઓની અસર ઓછી થઈ રહી છે. જો આ જ પરિસ્થિતિ રહેશે તો નાની નાની બીમારીઓ પણ આવનાર સમયમાં મનુષ્ય માટે જીવલેણ સાબિત થશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો