• Home
  • Lifestyle
  • Health
  • More than 1 lakh cancer cases were registered in 2018, 1 out of every 15 Indians at risk of death WHO

રિપોર્ટ / વર્ષ 2018માં કેન્સરના 10 લાખથી વધારે કેસ નોંધાયા, દર 15માંથી 1 ભારતીયને મોતનું જોખમ -WHO

More than 1 lakh cancer cases were registered in 2018, 1 out of every 15 Indians at risk of death -WHO

Divyabhaskar.com

Feb 05, 2020, 04:54 PM IST

હેલ્થ ડેસ્કઃ વર્ષ 2018માં વિશ્વભરમાં 10.16 લાખ નવા કેસ નોંધાયા છે. WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન) એ ‘વર્લ્ડ કેન્સર ડે’ના અવસરે એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ મુજબ, દર 10માંથી 1 ભારતીયને કેન્સર થવાનું જોખમ રહેલું છે અને દર 15માંથી 1 ભારતીય કેન્સરને લીધે મૃત્યુ પામે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ રિપોર્ટ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર સાથે મળીને તૈયાર કરવામાં આવ્યો છે. તેનો હેતુ દુનિયાને કેન્સર પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે અને કેન્સરના ઉપાયોને ઉજાગર કરવાનો છે.

વર્ષ 2018માં બ્રેસ્ટ અને ઓરલ કેન્સરના વધારે કેસ સામે આવ્યા

આ રિપોર્ટ અનુસાર વર્ષ 2018માં કેન્સરથી 7,84,800 લોકો મૃત્યુ પામ્યા છે. નવા કેસમાં મહિલાઓને સૌથી વધારે બ્રેસ્ટ કેન્સર અને પુરુષોને ઓરલ કેન્સર થતું જોવા મળ્યું છે.

મહિલાઓમાં કેન્સર નવા કેસ પુરુષોમાં કેન્સર નવા કેસ
બ્રેસ્ટ કેન્સર 1,62,500 ઓરલ કેન્સર 92,000
ઓરલ કેન્સર 1,20,000 ફેફસાંનું કેન્સર 49,000
સર્વાઈકલ કેન્સર 97,000 પેટનું કેન્સર 39,000
ફેફસાંનું કેન્સર 68,000 કોલોરેક્ટલ કેન્સર 37,000
પેટનું કેન્સર 57,000 ઈસોફેગલ કેન્સર 34,000
કોલોરેક્ટલ કેન્સર 57,000


તમાકુ કેન્સરનું કારણ
પુરુષોમાં કેન્સરના વધતા જતા કેસનું કારણ તમાકુ છે. મહિલાઓમાં બ્રેસ્ટ, કોલોરેક્ટલ કેન્સરનું મુખ્ય કારણ મેદસ્વિતા અને ઓછી ફિઝિકલ એક્ટિવિટી છે. WHOના ડિરેક્ટર ટેડ્રોસ ગેબ્રિયસના જણાવ્યા અનુસાર, આગામી 20 વર્ષમાં કેન્સરના કેસમાં 60%ની વૃદ્ધિ થઈ શકે છે. કેન્સરના સૌથી વધારે કેસ મધ્યમ આવક ધરાવતા દેશોમાં વધી શકે છે કારણ કે ધૂમ્રપાન કરતા 80% લોકો આ દેશમાં રહે છે.

ધૂમ્રપાનમાં ચીન, ભારત અને ઇન્ડોનેશિયા આગળ
દુનિયાભરમાં ધૂમ્રપાન કરતાં લોકોમાંથી 50% લોકો ચીન, ભારત અને ઇન્ડોનેશિયામાં રહે છે. ભારતમાં 6.9 કરોડ લોકો ધૂમ્રપાન કરે છે અને 4.2 કરોડ લોકો તમાકુનું સેવન કરે છે. તમાકુથી થતાં ઓરલ કેન્સરથ પીડિત 90% દર્દીઓ મધ્યમ અને નિમ્ન આવક વર્ગના હોય છે. તમાકુથી કેન્સર થવાના કેસમાં પુરુષો 34થી 69% અને મહિલાઓમાં 10-27% સામેલ છે.

શહેરી વિસ્તારમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધુ
આ રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં બ્રેસ્ટ કેન્સરના કેસ 1.4-2.4% વૃદ્ધિ દરથી વધી રહ્યા છે. ગ્રામીણ ક્ષેત્રની સરખામણીએ શહેરી વિસ્તારમાં કેન્સરના કેસ વધારે જોવા મળ્યા છે. ઓછી આવક ધરાવતી મહિલાઓમાં સર્વાઈકલ કેન્સરના કેસ વધારે જોવા મળે છે.

X
More than 1 lakh cancer cases were registered in 2018, 1 out of every 15 Indians at risk of death -WHO

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી