મૂડ બૂસ્ટર ડાયટ:ફ્રેશ મૂડ રાખવા ચોકલેટ, પિત્ઝા કે બર્ગર ખાવાને બદલે સુપરફૂડ્સ ખાઓ, આ ખાવાથી વજન વધવાનું ટેંશન નહીં રહે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૂડ બૂસ્ટ કરવા માટે રોજ કસરત કરવી પણ જરૂરી છે
  • ફીલ ગુડ હોર્મોનનું સ્તર વધારવા માટે વિટામિન્સ અને મિનરલથી ભરપૂર ફૂડ ખાઓ

આખો દિવસ આપણે ઓફિસનું કામ, ઘરની જવાબદારી, પરિવારમાં કોઈ તકલીફ, આર્થિક તંગી અને અન્ય કેટલાય ટેંશનમાંથી પસાર થઈએ છીએ. ઘણીવાર વધારે થાકને લીધે તમે વાતવાતમાં ગુસ્સે કે ચીડિયા થઈ જાઓ છે. આવા સમયે મીઠું, સોલ્ટી કે પછી ફેટી ફૂડ ખાવાનું વધારે ક્રેવિંગ થાય છે. ડાયટીશિયન કંચન પટવર્ધને જણાવ્યું કે, આ દરમિયાન મૂડ બૂસ્ટર ફૂડ ખાઓ. આ ફૂડ ફટાફટ તમારો મૂડ સારો કરશે અને મેદસ્વિતા વધવા નહીં દે.

ડાયટીશિયન કંચન પટવર્ધને કહ્યું, આપણા મગજમાં ડોપામાઇન અને સેરોટોનિન નામના હોર્મોન રિલીઝ થાય છે. તેનો સંબંધ મૂડ સાથે છે. ડૉક્ટર્સ આને ફીલ ગુડ હોર્મોન કહે છે. આ હોર્મોન વ્યક્તિનો મૂડ, ભૂખ, ઊંઘ, શીખવાની શક્તિ અને મેમરી સંબંધિત કામને નિયંત્રિત કરે છે. જો આપણા શરીરમાં આ હોર્મોન ઓછા બને છે, તો આપણે થાક, ઉદાસી અને નિરાશાનો અનુભવ થાય છે. વાત-વાતમાં ગુસ્સો આવે છે. આપણે ચીડિયા થઈ જઈએ છીએ અને સરખી રીતે ઊંઘી શકતા નથી. જો બોડીમાં હોર્મોન યોગ્ય રીતે રિલીઝ થતા રહે તો આપણે ખુશ અને ફ્રેશ રહીએ છીએ.

જ્યારે મીઠું, સોલ્ટી કે પછી ફેટી ફૂડ ખાવાનું વધારે ક્રેવિંગ થાય ત્યારે મીઠાઈઓ, ચોકલેટ, નમકીન, સમોસા, પિત્ઝા, બર્ગર, કચોરી કે સેન્ડવિચ ના ખાઓ. આ વસ્તુઓથી જેટલા જલ્દી ફીલ ગુડ હોર્મોન બને છે તેટલા જલ્દી લો પણ થઈ જાય છે.

ફીલ ગુડ માટે શું ખાવું જોઈએ?
મૂડ બૂસ્ટ કરવા અને ફીલ ગુડ હોર્મોનનું સ્તર વધારવા માટે વિટામિન્સ અને મિનરલથી ભરપૂર ફૂડ ખાઓ. આ માટે અખરોટ, બદામ, કાજુ અને કિસમિસ, પાલક, મેથી, લીલા પાંદડાવાળા શાકભાજી, કેળા, અનાનસ, નારિયેળ સહિત ફાઈબરયુક્ત સીઝનલ ફળો ખાઓ. ઓટ્સ, દહીં, શક્કરિયા, શિમલા મિર્ચ, સેલ્મન માછલી, કેસર, અળસીના બીજ અને ડાર્ક ચોકલેટ ખાઈ શકો છો. આ ઉપરાંત ગ્રીન ટી કે જાયફળ ઘસીને દૂધમાં મિક્સ કરી પીઓ. આ દરેક ખાદ્ય પદાર્થો તમારો મૂડ બૂસ્ટ કરશે. સાથે જ તમને સ્થૂળ પણ થવા નહીં દે.

કાર્બ્સ પણ ફાયદાકારક
શરીરમાં ફીલ ગુડ હોર્મોનનું સ્તર વધારવા માટે કાર્બ્સ ફાયદાકરક છે. કાર્બ્સ બે પ્રકારના હોય છે: સિમ્પલ કાર્બ્સ અને જટિલ કાર્બ્સ. ફીલ ગુડ હોર્મોન વધારવા માટે સિમ્પલ કાર્બ્સ ઓછા અને જટિલ કાર્બ્સનું વધારે સેવન કરો. સિમ્પલ કાર્બ્સની શ્રેણીમાં ભાત, બ્રેડ અને પાસ્તા આવે છે. જ્યારે જટિલ કાર્બ્સમાં બ્રાઉન રાઈસ, ગ્રેન બ્રેડ્સ, હોલ ગ્રેન પાસ્તા સામેલ છે.

કસરત જરૂરી છે
મૂડ બૂસ્ટ કરવા માટે રોજ કસરત કરવી જરૂરી છે. તમારી ક્ષમતા અને સમય પ્રમાણે ડાન્સ, યોગ, પ્રાણાયામ, રનિંગ, બ્રિસ્ક વૉક, સ્વિમિંગ અને સાઇક્લિંગ કરી શકો છો. એક્સર્સાઈઝ શરીરમાં ડોપામાઇન અને સેરોટોનિન વધારવામાં મદદકારક હોય છે.

તડકો પણ ફાયદાકારક
ફીલ ગુડ હોર્મોન વધારવા માટે રોજ સવારે થોડા સમય માટે કૂમળા તડકામાં બેસવું લાભદાયક છે.