નવતર પ્રયોગ:એકલા માણસો જ નહિ કપિરાજ પણ તણાવથી પીડિત, જેકપોટ માટે પર્ફોર્મન્સ પ્રેશરમાં કપિરાજ પણ નવર્સ થઈ જાય છે; અમેરિકાના વૈજ્ઞાનિકોનો દાવો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાની પિટ્સબર્ગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ વાંદરાઓ પર રિસર્ચ કર્યું
  • તેમાં કપિરાજને પડકારોનો સામનો કરવાની ટ્રેનિંગ આપવામાં આવી
  • આ દરમિયાન તેમનામાં પર્ફોર્મન્સ પ્રેશર જોવા મળ્યું

આપણા પૂર્વજો કપિરાજ પણ તણાવમાં આવે છે. જ્યારે પુરસ્કાર જીતવાનો હોય તો કપિરાજ પણ માણસોની જેમ પર્ફોર્મન્સ આપવામાં એડી ચોટીનું જોર લગાવી દે છે. અમેરિકાની પિટ્સબર્ગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ વાંદરાઓ પર રિસર્ચ કર્યું છે. રિસર્ચમાં સામે આવ્યું કે, વાંદરાઓ પર્ફોર્મન્સ પ્રેશરને કારણે ગભરામણ અનુભવે છે. પુરસ્કાર જીતવાની વાત આવે તો તેમનું પ્રેશર વધી જાય છે.

3 કપિરાજોને ટ્રેનિંગ આપી સ્ટડી કરવામાં આવી
કપિરાજો કેટલો તણાવ અનુભવે છે તે સમજવા માટે વૈજ્ઞાનિકોએ રિસર્ચ કર્યું. વૈજ્ઞાનિકોએ 3 rhesus (રીસસ-વાંદરાઓની એક પ્રજાતિ) પર રિસર્ચ કર્યું. વૈજ્ઞાનિકોએ 3 રીસસ વાંદરાઓને પડકારોનો સામનો કરવાની ટ્રેનિંગ આપી. પરિણામમાં જોવા મળ્યું કે, જ્યારે ઈનામ અર્થાત રિવોર્ડ વધારવામાં આવ્યા તો કપિરાજોનાં પર્ફોર્મન્સમાં વધારો જોવા મળ્યો.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, જ્યારે કપિરાજ સામે જેકપોટ અર્થાત સૌથી મોટું ઈનામ રાખવામાં આવ્યું તો 25% ફેલ થયા. તેનું કારણ જેકપોટ જીતવા માટે તેમણે લીધેલું પ્રેશર છે. રિસર્ચ પ્રમાણે, જે રીતે માણસ ઓડિયન્સ સામે પર્ફોર્મન્સ આપતાં પ્રેશર અનુભવે છે કેવું કપિરાજમાં પણ જોવા મળે છે.

આ રીતે થયું રિસર્ચ

  • રિસર્ચ દરમિયાન 3 કપિરાજને ટ્રેનિંગ આપવામાં આવી. ટ્રેનિંગ દરમિયાન તેમને સમજાવવામાં આવ્યું કે, રિવોર્ડ કેટલો મોટો મળશે. કપિરાજને નાના, મધ્યમ અને મોટા જેકપોટ રિવોર્ડ માટે ટ્રેનિંગ આપવામાં આવી.
  • ટ્રેનિંગ દરમિયાન ધીરે ધીરે રિવોર્ડ વધારવામાં આવ્યો. વૈજ્ઞાનિકોને જોવા મળ્યું કે, રિવોર્ડ વધારતાં કપિરાજના પર્ફોર્મન્સમાં વધારો થયો, પરંતુ જેકપોટ સમયે તેમનામાં વધારે તણાવ જોવા મળ્યો.
  • જેકપોટ માટે કપિરાજ એટલા પર્ફોર્મન્સ પ્રેશરમાં આવી ગયા કે તેમનું પર્ફોર્મન્સ 10થી 25% નબળું પડી ગયું. જેકપોટ રિવોર્ડ મીડિયમ રિવોર્ડ કરતાં 10ગણો વધારે સારો હતો.

કપિરાજ પોતાના વ્યવહારનું મોનિટરિંગ કરે છે
પિટ્સબર્ગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, વ્યવહારમાં માણસ અને કપિરાજ કેટલીક હદે મળતા આવે છે. રિસર્ચમાં આ વાત સાબિત થઈ છે. રિસર્ચ દરમિયાન સાબિત થયું કે, કપિરાજ પોતાના વ્યવહાર પર નજર રાખે છે. તેઓ કેટલા ખુશ છે અને કેટલા નાખુશ તે વાત પણ સારી રીતે સમજી શકે છે.