તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્લ્ડ એન્ટિમાઇક્રોબાયલ અવેરનેસ વીક:મોલિક્યુલર ટેસ્ટ જણાવશે કે બેક્ટેરિયાથી થતી બીમારીઓમાં એન્ટિબાયોટિક્સ દવાઓ અસર કરશે કે નહીં

5 મહિનો પહેલા
  • 22 ગ્રુપની 118 એન્ટિબાયોટિક દવાઓ ચલણમાં, તેમાંથી 24થી વધારે બેક્ટેરિયા પર બિનઅસરકારક
  • એન્ટિમાઈક્રોબાયલ રેસિસ્ટન્ટથી વિશ્વમાં દર વર્ષે 7 લાખ મોત થાય છે

વિશ્વભરમાં બેક્ટેરિયા પર એન્ટિબાયોટિક્સની ઘટતી અસર ચિંતાજનક છે. 22 ગ્રૂપની 118 એન્ટિબાયોટિક દવાઓ ચલણમાં છે. જેમાંથી બેક્ટેરિયાએ 24 થી વધુ દવાઓ સામે પ્રતિકારક શક્તિ વિકસાવી છે. એટલે કે, આ દવાઓ હવે બિનઅસરકારક છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે, મોલિક્યુલર ટેસ્ટ દ્વારા તેનો તોડ કાઢી શકાય છે.

મોલિક્યુલર ટેસ્ટ દ્વારા ચેપ ફેલાવતા બેક્ટેરિયાનું જિનેટિક મટિરિયલ શોધવામાં આવે છે. ચેપ કયા બેક્ટેરિયાથી થાય છે અને એન્ટીબાયોટીક્સ તેને અસર કરશે કે નહીં તે પણ શોધી શકાય છે. તેને આ રીતે પણ સમજી શક્યા કે જે રીતે કોરોનામહામારીમાં RT-PCR દ્વારા વાઇરસ શોધી શકાય છે. આ ટેસ્ટની મદદથી એ સમજી શકાય છે કે વ્યક્તિને કોરોનાવાઇરસનો ચેપ લાગ્યો છે કે નહીંં અને વાઇરસનું જનીન કેવું છે.

એન્ટિબાયોટિક્સનો ઉપયોગ ક્યારે અને ક્યારે ન કરવો તેની માહિતી આપવા માટે દર વર્ષે 18થી 24 નવેમ્બર દરમિયાન વર્લ્ડ એન્ટિમાઇક્રોબિયલ અવેરનેસ વીકની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે, જાણો કે તમે એન્ટિબેક્ટેરિયલ એન્ટિબાયોટીક્સને મોલિક્યુલર ટેસ્ટથી કેવી રીતે સમજી શકો છો.

બેક્ટેરિયા પર એન્ટિબાયોટિક્સ શા માટે બિનઅસરકારક થઈ રહી છે?
જ્યારે બેક્ટેરિયાથી થતા ચેપ પર વધુ એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરવામાં આવે તો પછી આવા બેક્ટેરિયા ખાસ પ્રકારની પ્રતિકારક ક્ષમતા વિકસાવે છે. જ્યારે આવું થાય ત્યારે દવાઓ તેની પર બિનઅસરકારક થઈ જાય છે. આને એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) કહેવામાં આવે છે. જો દવાના ડોઝનો અસર ન થાય તો ડક્ટરને મળો. આ સૂચવે છે કે બેક્ટેરિયાએ દવા સામે તેની પ્રતિરક્ષા વિકસાવી છે.

આ કેસથી સમજો કે ટેસ્ટિંગ શા માટે જરૂરી છે
બેંગલુરુના કેન્સર એક્સપર્ટ ડો. સચિન જાધવ કહે છે કે, તાજેતરમાં અમારી પાસે એક 52 વર્ષીય મહિલા આવી હતી. તે ઓટોઇમ્યુન ડિસીઝ પેનસાયટોપિનિયાથી પીડાતી હતી. પેનસાયટોપિનિયામાં વ્યક્તિની રોગો સામે લડવાની ક્ષમતા એટલે કે ઇમ્યુનિટી સામાન્ય સ્તર કરતાં પણ નીચે જતી રહે છે. આ કારણોસર તેને વારંવાર ચેપ લાગતો હતો. મહિલાના જમણા પગ પર એક ફોલ્લો હતો. તરત જ તેને એન્ટિબાયોટીક્સ આપવામાં આવી.

ડો. સચિન કહે છે કે, અમે તેનું બ્લડ સેમ્પલ તપાસ માટે મોકલ્યું હતું, જે નેગેટિવ આવ્યું હતું. ત્યારબાદ તેના ફોલ્લામાંથી નીકળતું પરૂ ટેસ્ટ માટે સેમ્પલ લઇને પીસીઆર ટેસ્ટિંગ માટે બેંગલોરની મેડજીનોમ લેબમાં મોકલવામાં આવ્યું હતું. રિપોર્ટમાં બહાર આવ્યું કે, મહિલાને સાલ્મોનેલા બેક્ટેરિયા છે. જેના કારણે તેને ટાઇફોઇડનો ચેપ લાગ્યો હતો.

આ રિપોર્ટના આધાર પર તેની દવાઓ બદલવામાં આવી અને માત્ર 4 અઠવાડિયામાં તે સ્વસ્થ થઈ ગઈ. ડૉ. સચિનના જણાવ્યા પ્રમાણે, જો PCR ટેસ્ટ ન હોય તો દવાઓ બદલવાનું મુશ્કેલ હતું. આ પ્રકારે ડ્રગ રેસિસ્ટેન્સનું જોખમ ઓછું થયું.

મેડજીનોમ લેબના CEO ડૉ. રામ પ્રસાદના જણાવ્યા પ્રમાણે, નેક્સ્ટ જનરેશન સિક્વન્સિંગ ટેક્નિકથી કોઈપણ સુક્ષ્મસજીવોના જીનોમને શોધી શકાય છે. મોલિક્યુલર ટેસ્ટ એ જાણવામાં મદદ કરે છે કે દર્દીને આપવામાં આવેલી એન્ટિબાયોટિક્સ બેક્ટેરિયા પર અસરકારક છે કે નહીં.

ગત વર્ષે બેક્ટેરિયાના જીનોમને જાણવા માટે SPIT-SEQ ટેસ્ટની શરૂઆત કરવામાં આવી હતી. તે બેક્ટેરિયાથી થતી બીમારીઓ જેમ કે, ટીબી પર દવાઓની કેટલી અસર થશે તે જણાવે છે.

એન્ટિમાઇક્રોબાયલ રેસિસ્ટન્ટથી દર વર્ષે દુનિયામાં સાત લાખ મોત થાય છે

  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના એક રિપોર્ટ અનુસાર, એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સથી વિશ્વમાં દર વર્ષે 7 લાખ લોકોનાં મોત થાય છે. એન્ટિબાયોટિક્સના ખોટા ઉપયોગને કારણે વૈજ્ઞાનિક અને ડૉક્ટર ચિંતિત છે કેમ કે, છેલ્લા ત્રણ દાયકાથી નવી એન્ટિબાયોટિક દવાઓની શોધ નથી થઈ.
  • ધીમે ધીમે બેક્ટેરિયા પર દવાઓની અસર ઓછી થઈ રહી છે. જો આ જ પરિસ્થિતિ રહેશે તો નાની નાની બીમારીઓ પણ આવનાર સમયમાં મનુષ્ય માટે જીવલેણ સાબિત થશે.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો