તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વ આરોગ્ય દિવસ સ્પેશિયલ:મનની ટેક્નીક - 5 મિનિટની આ ફીલ ગુડ મેડિટેશન ટેક્નિક, ઊર્જા અને ઉત્સાહ વધારે છે, તેને અનુભવો

અમદાવાદ7 દિવસ પહેલા
 • કૉપી લિંક

ધ્યાન દરમિયાન શરીરમાં રક્તના પ્રવાહ અને ઊર્જાનો સંચાર વધે છે. તેનાથી માંસપેશીઓને વધુ ઓક્સિજન મળે છે. શરીરમાં લેક્ટિક એસિડ વધે છે, જે તણાવ અને બેચેનીને ઝડપથી ઘટાડે છે. મેડિટેશન એ માનસિક કસરત છે, જે તમારા મનને શાંત કરે છે, ધ્યાનને એક જગ્યાએ સ્થિર અને જાગૃત કરે છે. મુંબઈ ખાતેની ‘ધ યોગ ઈન્સ્ટીટ્યૂટ’ના ડિરેક્ટર ડૉ. હંસા યોગેન્દ્રએ જણાવ્યું કે, પાંચ મિનિટની એક મેડિટેશન ટેક્નીક ઊર્જા વધારે છે અને મનને શાંત કરે છે. તેના માટે થોડો સમય એકાગ્ર ધ્યાનમાં બેસો અને ઊર્જાનો જાતે અનુભવ કરો. તેને તમે ગમે ત્યારે, ગમે ત્યાં કરી શકો છો.

પ્રથમ મિનિટ: આરામ ખુરશી પર બેસી જાઓ. સમગ્ર અભ્યાસ દરમિયાન તમારી નાકથી ધીમો અને ઊંડો શ્વાસ લો. સ્થિર રહો અને તમારા શરીરને ઢીલું છોડો તથા શરીરના વજનને ખુરશી પર અનુભવો. તમારા શ્વાસ પર ધ્યાન લગાવો. ચાર સુધી ગણીને શ્વાસ અંદર લો અને ચાર સુધી ગણતા શ્વાસ છોડો.

બીજી મિનિટ: નજર નાક પર હોય અને આખું ધ્યાન શ્વાસ પર બનાવો. મનને શાંત થતું અનુભવો. આનંદ અનુભવો કે આ સમયે તમે પોતાની સાથે બેઠા છો.

ત્રીજી મિનિટ : આંખો બંધ રાખો. 15 સેકન્ડ માટે સ્પર્શ શક્તિ પર ધ્યાન લગાવો. તમારા કપડાંને, શરીર પર સ્પર્શ કરતા અનુભવો. બીજી 15 સેકન્ડ બહારના અવાજોને સાંભળતા જાઓ. સાંભળવા પર ધ્યાન કેન્દ્રિત કરો. પછી ગંધ, સ્વાદ અને જોવાની શક્તિ અંગે વિચારો. માત્ર તેને અનુભવો.

ચોથી મિનિટ : મનમાં વિચાર આવી રહ્યા હોય તો તેમના પર ધ્યાન આપો, તેમને નિયંત્રિત કરવાનો પ્રયાસ ન કરો. તેમને સહજતાથી આવવા અને જવા દો. માત્ર તમારા વિચારોને જાણો અને સમજો.

પાંચમી મિનિટ : તેમાં કોઈ પણ સારો વિચાર, દૃશ્ય, શબ્દ, વાક્યને પસંદ કરો. હવે માત્ર તેના પર ધ્યાન લગાવો. જે કંઈ હોય તે સુંદર અને ઊર્જા આપનારું હોવું જોઈએ. ઉદાહરણ માટે, જો તમે સમુદ્ર કિનારા અંગે વિચાર્યું તો તે સુંદર, શાંત, જુસ્સાથી ભરપૂર હોય. આ વિચાર તમને સંતોષ અને ખુશી આપનારો હોવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો