તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • Mills Are Being Set Up For Mental And Physical Health During The Epidemic, With Zero Waste Food In Everyday Cooking, And People Are Making Bread At Home.

ફૂડ ટ્રેન્ડ:મહામારી દરમિયાન મેન્ટલ અને ફિઝિકલ હેલ્થને ધ્યાનમાં રાખીને મીલ્સ બની રહ્યા છે, રોજીંદા કુકિંગમાં ઝીરો વેસ્ટ ફૂડ સામેલ, લોકો ઘરે બ્રેડ બનાવવા લાગ્યા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિસર્ચ પ્રમાણે, પૌષ્ટિક આહારથી માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે
  • ક્વોરન્ટીન કુકિંગ દરમિયાન કિચનમાં પહેલેથી હાજર વસ્તુઓથી લોકોએ પેન્ટ્રી મીલ્સ બનાવ્યા

વર્ષ 2021માં લોકોએ ભોજનનો સહારો લઈને સ્ટ્રેસ ઓછો કરવાના પ્રયત્ન કર્યા. કુકિંગ સ્ટાઈલથી લઈને સ્ટાર ઇન્ગ્રીડિએન્ટમાં ફેરફાર થયા. જાણીએ, લોકોએ બદલેલો ખાવાનો અંદાજ...

ફ્લેગ્જિટેરિયન ડાયટ
જે લોકો હજુ પૂરી રીતે પ્લાન્ટ-બેઝ્ડ ડાયટ સ્વીકારી શક્યા નથી તેઓ ક્યારેય મીટ ખાઈ લે છે અને આથી ફ્લેગ્જિટેરિયન ડાયટ ફેમસ થયું છે. તેમાં રોજ મીટ ખાવામાં આવતું નથી. નોનવેજ ડાયટમાં ઘટાડો કરતા લોકોની જનરલ હેલ્થમાં સુધારો થયો છે.

મેન્ટલ હેલ્થ કુકિંગ
રિસર્ચ પ્રમાણે, પૌષ્ટિક આહારથી માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. મહામારી દરમિયાન લોકોને મેન્ટલ હેલ્થનું મહત્ત્વ સમજાયું. જ્યારે શરીરને જરૂરી પોષણ મળતા નથી તો તેની અસર લાંબા સમય સુધી રહે છે આથી ભોજન સ્વાસ્થ્ય અને મગજ એ બંનેને ધ્યાનમાં રાખીને બનાવવું જોઈએ. ઘણી બધી વસ્તુઓ અને સુપરફૂડ મૂડને બૂસ્ટ કરે છે. ડિપ્રેશન દૂર કરીને મેન્ટલ હેલ્થને સપોર્ટ કરે છે.

પેન્ટ્રી મીલ્સ
ક્વોરન્ટીન કુકિંગ હેઠળ લોકોએ પેન્ટ્રી મીલ્સ બનાવતા શીખી લીધું. જે વસ્તુઓ કિચનમાં પહેલેથી હાજર હતી તેમાંથી વસ્તુઓ બનાવી. ગ્રોસરી શોપિંગ કરતા શીખ્યા, પૈસા અને ભોજન બચાવવાની આદત આગળ પણ રહેશે.

લો-વેસ્ટ ફૂડ
ઝીરો વેસ્ટ ફૂડ હવે ડેઈલી કુકિંગનો એક ભાગ બની ગયું છે. બિનજરૂરી પેકિંગ ઓછું થઈ ગયું, ખાસ કરીને પ્લાસ્ટિક. જે વસ્તુઓ પહેલાં કચરાપેટીમાં ફેંકી દેતા હતા, જેમ કે બટાટાની ચાલ, બ્રોકલી સ્ટેમ, ગાજરની ટિપ એ બધાનો પણ હવે બીજી જગ્યાએ ઉપયોગ થવા લાગ્યો.

વીગન અને વેજિટેરિયન
હાલ અનેક લોકો મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ માટે વીગન અને વેજિટેરિયન બની રહ્યા છે. પ્રકૃતિ પર જે અસર થઈ, તેની સાથે બીજી અસર લોકોના ડાયટ પર પણ પડી. હેલ્ધી અને ઈકો-ફ્રેન્ડલી ભોજન સામેલ થયા.

હોમ બેક્ડ બ્રેડ
ક્વોરન્ટીન કુકિંગમાં લોકોએ ઘરે જ જાતે બ્રેડ કુક કરી. લોકોએ જાણ્યું કે ઘરમાં બનેલી બ્રેડ વધારે ફ્રેશ અને હેલ્ધી હોય છે. હવે દરેક પ્રકારની બ્રેડ ઘરમાં જ બનાવવામાં આવશે,

સ્પ્રેડ્સ એન્ડ બટર્સ
આમંડ અને કેશ્યુ બટર પછી હવે મેકાડામિયા નટ બટર પણ લોકોને ગમ્યું. આ ઉપરાંત લોકો ઘરે વોટરમેલન સીડ બટર બનાવતા પણ શીખ્યા.

મિલ્ક
આમંડ, સોય, કોકોનટ મિલ્કની સાથે લોકોએ અન્ય વિકલ્પો પણ શોધ્યા છે. હવે રાઈસ, હેમ્પ અને ઓટ મિલ્ક ટ્રાય કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...