હેલ્થ ટિપ્સ:જેકફ્રૂટ સાથે દૂધ 'ઝેર' બની જાય છે, પનીરથી લઈને ભીંડા, માછલી અને સાઇટ્રસ ફળો પણ સાથે ખાવાનું ટાળો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

જેકફ્રૂટની સબ્જી જે લોકો માંસાહાર ના કરતાં હોય તેમના માટે માંસાહારની અવેજીમાં શ્રેષ્ઠ શાકાહારી વિકલ્પ સાબિત થઈ શકે છે, પરંતુ એવા ઘણાં ફૂડ્સ પણ છે કે જેની સાથે જેકફ્રૂટનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આરોગ્ય નેચર ક્યોર નેચુરોપેથી એન્ડ યોગા ક્લિનિકના ડૉ. અમિત સેન સમજાવે છે કે જેકફ્રૂટ સાથે કઈ વસ્તુઓ ખાવાથી સ્વાસ્થ્ય કથળે છે.

જેકફ્રૂટ કેવી રીતે ખાવું?
જેકફ્રૂટને સબ્જી, પકોડાં અને બિરયાનીના રુપમાં ખાઈ શકો છો. જ્યારે તેના પકવવામાં આવે છે, ત્યારે તેનો પલ્પ ખાવામાં એકદમ કેળાં જેવો લાગે છે. તેની વિશેષ વાત એ છે, કે તેને સબ્જીની શ્રેણીમાં નહી, પરંતુ ફળની શ્રેણીમાં મુકવામાં આવે છે. જેકફ્રૂટમાં નર અને માદાનાં ફૂલો હોય છે. જેકફ્રૂટ માદા ફૂલમાંથી બને છે, તેથી તેને સબ્જી નહીં પણ ફળ માનવામાં આવે છે. ચરક સંહિતામાં જેકફ્રૂટને વિટામિન અને ફાઇબરથી ભરપૂર હોવાનું કહેવાયું છે.

જેકફ્રૂટ સાથે આ વસ્તુઓ ખાવાનું ટાળો
જેકફ્રૂટ સાથે રાયતું ખાધા પછી દૂધ પીવાથી કે જેકફ્રૂટનું શાક ખાવાથી ત્વચાની સમસ્યાઓ જેમ કે ખરજવું અને અપચાની ફરિયાદ વધારે પડતી રહે છે. આયુર્વેદમાં જેકફ્રૂટ સાથે ડેરી પ્રોડક્ટ ખાવાની મનાઈ કરવામાં આવી છે, તેનાથી વાત, પિત્ત અને કફની સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત જો તેની સાથે પપૈયું ખાવામાં આવે તો તમને લૂઝ મોશનની સમસ્યા થઈ શકે છે.

જો તમારાં ઘરમાં બે સબ્જી બનતી હોય તો ક્યારેય પણ જેકફ્રૂટ અને ભીંડાનું કોમ્બિનેશન ના રાખવું. જો આ બંને સબ્જી એકસાથે ખાવામાં આવે તો તમને પેટમાં ગેસ થઈ શકે છે અને ભોજન પણ યોગ્ય રીતે પચતું નથી. આ સિવાય જો ખાટાં અને વિટામિન-C યુક્ત ફળો જેકફ્રૂટ સાથે ખાવામાં આવે તો ત્વચા પર ફોલ્લીઓ અને એલર્જી થઈ શકે છે.

રાંધેલા જેકફ્રૂટનો પલ્પ એકદમ મીઠો હોય છે.
રાંધેલા જેકફ્રૂટનો પલ્પ એકદમ મીઠો હોય છે.

જેકફ્રૂટમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. જો તેને એક લિમિટ કરતાં વધુ ખાવામાં આવે તો પેટમાં ગરબડ થઈ શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ પણ શક્ય બને ત્યાં સુધી જેકફ્રૂટ ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી ગ્લુકોઝનું સ્તર અસંતુલિત થઈ જાય છે.

કઈ જગ્યાએ ઉગાડવામાં આવે છે આ ફળ?
જેકફ્રૂટની ખેતી યુપી, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને દક્ષિણ ભારતનાં ઘણાં રાજ્યોમાં થાય છે. દક્ષિણ ભારતમાં ખાસ કરીને મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળમાં 3,000 થી 6,000 વર્ષ પહેલાં તેની ખેતી કરવામાં આવી છે. આ રાજ્યોમાં, શાકભાજી અને ફળો માટે જેકફ્રૂટનો પાક મોટાપાયે ઉગાડવામાં આવે છે.

જેકફ્રૂટને શાકાહારીઓનું ‘મીટ’ કહેવામાં આવે છે.
જેકફ્રૂટને શાકાહારીઓનું ‘મીટ’ કહેવામાં આવે છે.

ભારતમાં ઉપજેલું આ ફળ શ્રીલંકાનું રાષ્ટ્રીય ફળ બન્યું
જેકફ્રૂટનો સૌપ્રથમ ઉછેર ભારતમાં થયો હતો. પોતાનાં અનોખા સ્વાદને કારણે ઉતર તરફનાં ઓસ્ટ્રેલિયા, અમેરિકા, મલેશિયા, બર્મા, શ્રીલંકા, ઇન્ડોનેશિયા, ફિલીપાઇન્સ અને બ્રાઝીલમાં પણ તેનો ઉછેર શરૂ થયો હતો. તમિલનાડુ અને કેરળમાં જેકફ્રૂટ ‘રાજકીય ફળ’ તરીકે ઓળખાય છે જ્યારે શ્રીલંકા અને બાંગ્લાદેશમાં તેને ‘રાષ્ટ્રીય ફળ’ તરીકે ઓળખવામાં આવે છે.