કોરોના મહામારી દરમિયાન લોકો પોતાની ફિઝિકલ હેલ્થની સાથોસાથ મેન્ટલ હેલ્થને લઈને પણ જાગૃત થયા છે. આ આ વર્ષે દુનિયાભરના લોકોએ મેન્ટલ હેલ્થ તંદુરસ્ત કેવી રીતે રાખવી આ વિષય પર ગૂગલ પર સૌથી વધારે સર્ચ કર્યું છે. એટલું જ નહીં પણ લોકોએ ઓનલાઇન કે કે મોબાઈલ એપ પર જઈને પોતાનું ટેલી કાઉન્સલિંગ પણ કરાવ્યું. તેવામાં પ્રશ્ન એ થાય કે મેટલ હેલ્થ સુધારવા માટે મોબાઈલ એપ મદદ કરી શકે છે?
હેડસ્પેસ, મૂડફિટ, ફોકસકીપર, કામ અને ટેન પર્સેન્ટ હેપિયર જેવી મેન્ટલ હેલ્થ એપના યુઝર્સમાં મહિલાઓની સંખ્યા વધારે છે. માનસા ગ્લોબલ ફાઉન્ડેશન ફોર મેન્ટલ હેલ્થની ક્લિનિકલ સાકઈકોલોજિસ્ટ ડૉ. શ્વેતા શર્માએ કહ્યું, દેશમાં મેન્ટલ હેલ્થને લઈને અવેરનેસ ઘણી ઓછી છે. લોકોને લાગે છે કે સાઈકોલોજિસ્ટ પાસે જઇશું તો પાગલ કહેશે કે પછી આખી લાઈફ સારવાર કરાવવી પડશે. લોકો ડિપ્રેશન અને એન્ઝાયટી જેવી ગંભીર બીમારીઓ અવોઇડ કરે છે. કયા ડૉક્ટર પાસે જવું તે ખબર ના હોવાથી મેન્ટલ હેલ્થ એપ પર જઈ રહ્યા છે.
ડૉક્ટર તમારી પર્સનાલિટી સમજી શકે છે, એપ નહીં
રાજસ્થાન સ્થિત MT યુનિવર્સીટીના મનોવિજ્ઞાન વિભાગના પ્રો. ડૉ. નેહર્ષિ શ્રીવાસ્તવે કહ્યું, જે મહિલાઓ સાઈકોલોજિસ્ટ પાસે જઈ શકતી નથી તેમના માટે આ એપ ફાયદાકરક છે. તે લોકો સેલ્ફ ઓબ્ઝર્વેશન કરીને ઓનલાઇન ડૉક્ટરની મદદ લઇ શકે છે. મેન્ટલ હેલ્થ એપની તકલીફ એ છે કે મહિલાઓ અને પુરુષો તેમની મેન્ટલ હેલ્થ છુપાવવાના પ્રયત્નો કરે છે. જ્યારે ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ દર્દીની પર્સનાલિટી સમજે છે. વાતચીત કરીને અને હાવભાવ પર ધ્યાન રાખીને પ્રોબ્લેમ ડાયગ્નોઝ કરે છે. એ પછી કાઉન્સલિંગ, થેરપી અને મેડિસિન આપીને સારવાર કરે છે.
ચેક કરીને જ સેશન લો
ડૉ. શ્વેતા શર્માએ કહ્યું, જો તમે એપની મદદથી સાઇકોલોજિસ્ટની પાસેથી સેશન લઇ રહ્યા છો તો સૌપ્રથમ ડૉક્ટરનું ક્વોલિફિકેશન ચેક કરો અને RCIનું લાઇસન્સ ચેક કરો. જો એપ પર હાજર ડૉક્ટર એક્સપર્ટ નથી તો તેઓ તમારી તકલીફ ઓળખી નહીં શકે. તેમને તકલીફ ખબર નહીં પડે તો સરખી સારવાર નહીં મળે. તેનાથી ભવિષ્યમાં તકલીફ વધી શકે છે.
ખુશ રહેવાની દેશી ફોર્મ્યુલા
ડૉ. નેહર્ષિએ કહ્યું, ખુશ રહેવા માટે લોકોને મળવું, વાત કરવી, મોટિવેશનલ લોકોને સાંભળવા દેશી ફોર્મ્યુલા વધારે અસરકારક છે. દિલ અને મગજને સ્વસ્થ રાખવા માટે ઈમોશન્સની જરૂર હોય છે, એપ પર ટેક્નિકલ સોલ્યુશન હોય છે. એક ખોટી જાણકારી સમગ્ર ઓબ્ઝર્વેશન પલટાવી શકે છે. આ હેલ્થ માટે સારું નથી.
થેરપી આપવા અને દવા માટે લાઇસન્સ જરૂરી
કોઈ પણ સાઇકિયાટ્રિસ્ટ ત્યારે જ દવા અને થેરપી પ્રિસ્ક્રાઈબ કરી શકે છે જ્યારે તેની પાસે ‘ધ રિહેબિલટેશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા’નું લાઇસન્સ મળ્યું હોય. આ લાઇસન્સ તે જ ડોક્ટરને મળે છે જેમની પાસે સાઇકોલોજીમાં પીજી અને M.phillની ડિગ્રી હોય. આ વિશે લોકોને જાણકારી હોતી નથી આથી તેઓ જાહેરાત જોઈને કોઈ પણ સાઇકોલોજિસ્ટ પાસે જતા રહે છે.
આ છે સરકારી મેન્ટલ હેલ્થ હેલ્પલાઇન
લોકડાઉન દરમિયાન લોકોમાં માનસિક સ્ટ્રેસ અને ગુસ્સાની તકલીફ વધેલી દેખાઈ. આથી ભારત સરકારે ટોલ ફ્રી મેન્ટલ હેલ્થ હેલ્પલાઇન કિરણ (1800-599-0019) ની શરૂઆત કરી. અહીં માનસિક તકલીફથી પીડિત લોકોને 24×7 કાઉન્સલિંગ સેવા આપવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.