તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું સ્તર ઓછું ધરાવતા પુરુષોમાં કોરોનાથી મૃત્યુનું જોખમ વધારે છે. આ દાવો જર્મનીના વૈજ્ઞાનિકો દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા રિસર્ચમાં કરવામાં આવ્યો છે. જર્મની હોસ્પિટલમાં કોરોનાથી પીડિત 45 દર્દીઓ પર રિસર્ચ કરવામાં આવ્યું. રિસર્ચનો હેતુ એ જાણવાનું હતું કે કોરોનાથી મૃત્યુ પામેલા પુરુષોની મૃત્યુની સંખ્યા બમણી કેમ છે.
35 પુરુષો અને 10 મહિલાઓ પર રિસર્ચ કરવામાં આવ્યું
સંશોધનકારના જણાવ્યા પ્રમાણે, આઈસીયુમાં દાખલ કોરોના દર્દીઓની તપાસ કરવામાં આવી તો તેમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું પ્રમાણ ઓછું હોવાનું જાણવા મળ્યું. કોરોનાના 45 દર્દીઓમાંથી 35 પુરુષ અને 10 મહિલાઓ હતી. તેમાંથી 7 દર્દીઓ એવા હતા જેમને ઓક્સિજનની વધારે જરૂર હતી અને 33 દર્દીઓને વેન્ટિલેટરની જરૂર હતી. તેમાંથી 9 પુરુષો અને 3 મહિલાઓનાં મોત નીપજ્યાં હતાં.
વાઈરસ સામે લડવામાં મદદ કરે છે
આ દર્દીઓની હોસ્પિટલમાં દાખલ થયાના પહેલા જ દિવસે તપાસ કરવામાં આવી. 12 પ્રકારના હોર્મોન્સ વિશે જાણવા માટે ટેસ્ટ કરવામાં આવ્યો, તેમાં ટેસ્ટોસ્ટેરોન અને ડાયહાઇડ્રોક્સિટેસ્ટોસ્ટોરોન સામેલ હતા. સંશોધનકારોના જણાવ્યા પ્રમાણે, 68.6 ટકા દર્દીઓમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ઓછું હતું. આ હોર્મોન વાઈરલ ઈન્ફેક્શનની સામે લડવામાં ઈમ્યુન સિસ્ટમની મદદ કરે છે.
ઈમ્યુન સિસ્ટમની ઝડપથી પ્રતિક્રિયાથી જોખમ
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, માનવોની સારવારમાં ટેસ્ટોસ્ટેરોન મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પરંતુ ઘણી વખત તેના કારણે ઈમ્યુન સિસ્ટમ વાઈરસ અથવા બેક્ટેરિયાને એટલી ઝડપથી નષ્ટ કરવાનો પ્રયાસ કરે છે તે કંટ્રોલ બહાર થઈ શકે છે. આ સ્થિતિને સાયટોકીન સ્ટોર્મ કહેવામાં આવે છે. તેના કારણે ફેફસાંને નુકસાન થઈ શકે છે અને શ્વાસ સાથે જોડાયેલી સમસ્યા થઈ શકે છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.