ઘરે બેઠા માઈગ્રેન દૂર કરો:મેડિટેશન અને યોગથી માઈગ્રેનની સારવાર થશે, દુનિયામાં 100 કરોડ લોકો આ બીમારીના શિકાર

5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રોજ 20થી 30 મિનિટ માટે સ્ટ્રેચિંગ અને હઠ યોગ કરો
 • તાજી હવા અને સારા વાતાવરણમાં 30 મિનિટ વૉક કરો.

માઈગ્રેન દુનિયાની અનેક બીમારીમાંની એક બીમારી છે. દુનિયામાં સૌથી વધારે થતો ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર પણ છે. આનાથી પીડિત લોકોને સતત માથામાં દુખાવો રહે છે. આંકડા પ્રમાણે, માઈગ્રેનથી પીડિત 20% લોકો માથાનો દુખાવો રોકવા માટે ઓપિઓઈડ નામનું ડ્રગ લે છે. વૈજ્ઞાનિકોના કહ્યા પ્રમાણે, દવાઓનો ઉપયોગ કર્યા વગર પણ માઈગ્રેનની સારવાર શક્ય છે. જર્નલ ઓફ અમેરિકન મેડિકલ એસોસિયેશનમાં પબ્લિશ રિસર્ચ પ્રમાણે, માઇન્ડફુલ મેડિટેશન અને યોગ કરવાથી માઈગ્રેનની તકલીફ ઓછી થઈ શકે છે.

માઈગ્રેન સાથે જોડાયેલી અમુક વાતો:

 • માઈગ્રેન રિસર્ચ ફાઉન્ડેશન પ્રમાણે, દુનિયામાં 100 કરોડ લોકો આ બીમારી પીડિત છે.
 • આ માઈગ્રેન સૌથી વધારે પીડાદાયક 18થી 44 વર્ષની ઉંમરમાં થાય છે.
 • 90% દર્દીઓમાં આ બીમારી વારસાગત હોય છે.
 • આશરે 40 લાખ લોકોને રોજ માઈગ્રેનની ફરિયાદ હોય છે.
 • માઈગ્રેનમાં 85% દર્દીઓ મહિલાઓ હોય છે.
 • અડધાથી વધારે દર્દીઓને પ્રથમ માઈગ્રેન અટેક 12 વર્ષની ઉંમર પહેલાં આવે છે.

રિસર્ચ શું કહે છે?
રિસર્ચમાં માઈગ્રેનના દર્દીઓને બે ગ્રુપમાં વહેંચવામાં આવ્યા. પ્રથમ ગ્રુપને માઈન્ડફુલનેસ પ્રેક્ટિસ કરવાનું કહેવામાં આવ્યું. તેમાં મેડિટેશન, હઠ યોગ અને શ્વાસ લેવાની પેટર્ન પર ધ્યાન આપ્યું. આ ઉપરાંત ઘરે પણ પ્રેક્ટિસ કરવાની સલાહ આપવામાં આવી. બીજા ગ્રુપને માત્ર માથાના દુખાવા બાબતે શિક્ષણ આપવામાં આવ્યું. માઈગ્રેન વિશે ડીટેલમાં જણાવ્યું. ક્લાસ દરમિયાન તેમના પ્રશ્ન-જવાબ ડિસ્ક્સ કર્યા.

8 અઠવાડિયાંનાં એક્સપરિમેન્ટમાં ખબર પડી કે, માઈન્ડફુલનેસ માઈગ્રેન અટેક્સ ઓછું કરવામાં અસરકારક છે. સતત મેડિટેશન અને યોગ કરનારા લોકોમાં માત્ર માઈગ્રેન જ નહીં પણ ડિપ્રેશન અને ચિંતા પણ ઓછી થઈ.

માઈન્ડફુલ મેડિટેશન કેવી રીતે કરવું?

 • ​​​​​​​અત્યારના ટાઈમમાં દર્દીઓને દવાની સાથે લાઈફસ્ટાઈલમાં ચેન્જ લાવવાની સલાહ પણ આપવામાં આવે છે. તમારા ડેઇલી રૂટિન આ ટિપ્સ ફોલો કરીને તમે ઘરે બેઠા પણ માઈગ્રેન ઓછું કરી શકો છો:
 • સૌપ્રથમ તમારી શારીરિક અને માનસિક સ્થિતિનો સ્વીકાર કરો.
 • કોઈ પણ ડિસ્ટ્રેક્શન વગર સીધા સૂઈ જાઓ. આંખો બંધ કરીને તમારા શ્વાસ પર ધ્યાન લઇ જાઓ. માથાથી લઈને પગ સુધી, આખું શરીર સ્કેન કરો.
 • આરામદાયક પોઝિશનમાં બેસીને આંખો બંધ કરો અને ઊંડા શ્વાસ લો. આ બ્રીધિંગ એક્સર્સાઈઝ કરવાથી મન શાંત થાય છે.
 • રોજ તાજી હવા અને સારા વાતાવરણમાં 30 મિનિટ વૉક કરો. ચાલતી વખતે તમારા શ્વાસ પર ધ્યાન આપો.
 • રોજ 20થી 30 મિનિટ માટે સ્ટ્રેચિંગ અને હઠ યોગ કરો.