તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદ્યાર્થીઓને અલર્ટ કરતું રિસર્ચ:મગજ શાર્પ બનાવવું હોય તો ગણિતથી દૂર ના ભાગો, વૈજ્ઞાનિકોની સલાહ-ટીનેજમાં મેથ્સ સબ્જેક્ટ મહત્વનો છે

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 14થી 18 વર્ષના 133 વિદ્યાર્થીઓ પર થયેલા રિસર્ચ પછી આ તારણ આવ્યું છે
  • આશરે 19 મહિના સુધી વિદ્યાર્થીઓની બ્રેનની એક્ટિવિટી પર ધ્યાન રાખ્યું હતું

બાળકોના મગજનાં વિકાસ માટે ગણિત વિષય મહત્ત્વનો છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના લેટેસ્ટ રિસર્ચ પ્રમાણે, ટીનેજમાં મેથ્સનો અભ્યાસ છોડતા કે પછી તેનાથી દૂર રહેવાની અસર વિદ્યાર્થીઓના સમજવા-વિચારવાની ક્ષમતા પર પડી શકે છે. 14થી 18 વર્ષના 133 વિદ્યાર્થીઓ પર થયેલા રિસર્ચ પછી આ તારણ આવ્યું છે.

સંશોધકોના જણાવ્યા પ્રમાણે, બ્રિટનમાં 16 વર્ષના વિદ્યાર્થીઓ મેથ્સ વિષય છોડી શકે છે, જ્યારે અન્ય દેશોમાં આવું હોતું નથી. તેની સીધી અસર બાળકોના બ્રેન ડેવલપમેન્ટ પર પડે છે.

ગણિત અને મગજ વચ્ચેનું કનેક્શન
રિસર્ચર્સ ટીમનું કહેવું છે કે, જે ટીનેજર્સ ગણિત વિષયમાં રસ નથી દાખવતા કે પછી તેનાથી દૂર ભાગે છે તેની અસર મગજના ખાસ ભાગ પર પડે છે. આ ભાગ સમજવા-વિચારવાની ક્ષમતા માટે જવાબદાર હોય છે. મેથ્સથી દૂર રહેતા વિદ્યાર્થીઓમાં ખાસ પ્રકારનું કેમિકલ (ગામા-એમિનોબ્યુટ્રીક એસિડ)નો ઘટાડો દેખાયો.

રિસર્ચ દરમિયાન વિદ્યાર્થીઓને બે ગ્રુપમાં વહેંચ્યા હતા. પ્રથમ ગ્રુપમાં ગણિત વિષયના વિદ્યાર્થીઓ હતા. તો બીજા ગ્રુપમાં ગણિતથી દૂર રહેતા વિદ્યાર્થીઓ હતા. આશરે 19 મહિના સુધી તેમના બ્રેનની એક્ટિવિટી પર ધ્યાન રાખ્યું હતું. રિસર્ચમાં ખબર પડી કે, જે વિદ્યાર્થીઓ ગણિતથી દૂર રહેતા હતા તેમના મગજમાં સમજવા-વિચારવા માટે જવાબદાર કેમિકલની માત્રા ખૂબ જ ઓછી હતી. ગણિતના વિદ્યાર્થીઓમાં આ પર્યાપ્ત માત્રામાં હતું.

ગણિતની અસર ફિઝિકલ ડેવલપમેન્ટ પર પણ પડે છે
રિસર્ચર રોઉ કોહેનનું કહેવું છે કે, ગણિતની અસર શારીરિક અને માનસિક રૂપે પણ થાય છે. ટીનેજ ઉંમર ઘણી ખાસ હોય છે કારણકે આ ઉંમરમાં બ્રેનના વિકાસની સાથે સમજવા-વિચારવાની ક્ષમતાનો પણ વિકાસ થાય છે, પરંતુ આ સમયે જ વિદ્યાર્થીઓ મેથ્સ ભણવાનું છોડી દે છે જે યોગ્ય નથી.

અન્ય સમાચારો પણ છે...