તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પક્ષીઓ કેમ ટપોટપ મરી રહ્યા છે?:રહસ્યમય બીમારીથી પક્ષીઓની આંખોની રોશની છીનવાઈ, થાક અને દિશા ભૂલતાં ઊડી શકતાં નથી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમેરિકન સ્વાસ્થ્ય એજન્સી  CDCએ લોકોને પક્ષીઓથી દૂર રહેવાની સલાહ આપી - Divya Bhaskar
અમેરિકન સ્વાસ્થ્ય એજન્સી CDCએ લોકોને પક્ષીઓથી દૂર રહેવાની સલાહ આપી
  • હજુ સુધી બીમારીનું કારણ મળ્યું નથી
  • અત્યાર સુધી 300 પક્ષીઓ મૃત્યુ પામ્યા, આ આંકડો વધારે પણ હોઈ શકે છે

અમેરિકાના પૂર્વ વિસ્તારમાં એક રહસ્યમય બીમારીને લીધે પક્ષીઓનાં મોત થઈ રહ્યાં છે. હજુ સુધી વૈજ્ઞાનિકોને આ બીમારીનું કારણ ખબર પડી નથી. જો કે, જે રીતે સ્ટારલિંગ્સ, બ્લૂ જેઝ, ગ્રેકલ્સ જેવાં પક્ષીઓનાં મૃત્યુ થઈ રહ્યાં છે પરથી આ પક્ષીઓની મહામારીના સંકેત હોઈ શકે છે. સામન્ય રીતે સાલ્મોનેલા અને ક્લામાયિડ્યા બેક્ટેરિયાનાં સંક્રમણથી પક્ષીઓ ટપોટપ મરે છે પણ હાલનાં મૃત્યુનું કારણ આ બેક્ટેરિયા નથી.

આ બીમારીથી પક્ષીઓનાં મૃત્યુના કેસ આશરે 2 મહિના પહેલાં વર્જિનિયા, વોશિંગ્ટન અને મેરીલેન્ડમાં આવ્યા હતા, પરંતુ હવે આ કેનટકી, ડેલવેર, વિસ્કોન્સિન સુધી ફેલાઈ ગઈ છે. આ બીમારીથી મૃત્યુ પામી રહેલાં પક્ષીઓનું પોસ્ટમોર્ટમ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાની સ્કૂલ ઓફ વેટરિનરી મેડિસિનમાં થઈ રહ્યું છે. અહીં ટોક્સિકોલોજી વિભાગની પ્રોફેસર લીઝા માર્ફીએ કહ્યું કે, હજુ સુધી મૃત્યુ પાછળનું કારણ મળ્યું નથી.
મૃત્યુનું કનેક્શન પક્ષીઓનાં મગજ સાથે
એનિમલ વેલફેર લીગ ઓફ અર્લીંગ્ટન સંસ્થાની સ્પોક્સ પર્સન ચેલેસી જોન્સે કહ્યું, મે મહિનામાં આ બીમારીની જાણકારી મળી હતી. અમે મૃત પક્ષીઓની તપાસ કરી. તેમની પાંપણની પાછળ સફેદ રંગનો ક્રસ્ટ જામેલો હતો. આ કારણે તેમની આંખોની રોશની જતી રહી. ઘણાં પક્ષીઓ દિશા નક્કી કરી શકતાં નહોતાં. થાકને લીધે તેઓ ઊડી શકતાં નહોતાં. આ બીમારીનું કનેક્શન મગજ સાથે છે. એટલે કે આ તકલીફ ન્યૂરોલોજિકલ છે.

વધારે અસરગ્રસ્ત વિસ્તારનો સર્વે ચાલુ છે
વધુમાં ચેલેસીએ કહ્યું, અત્યાર સુધી અમે આવા 300 પક્ષીઓના અંતિમ સંસ્કાર કરી ચૂક્યા છીએ. આનાથી ડબલ પક્ષીઓ મૃત્યુ પામ્યાં હશે તેવું લાગી રહ્યું છે. મૃત પક્ષીઓને તપાસ માટે વર્જિનિયાના ડિપાર્ટમેન્ટ ઓફ વાઈલ્ડલાઈફ રિસોર્સમાં મોકલવામાં આવ્યા છે. આ સંસ્થા જિયોલોજિકલ સર્વેની ટીમ સાથે કામ કરી રહી છે. તેનાથી ખબર પડશે કે અમેરિકામાં કયા-કયા ભાગમાં આ બીમારીનું સંક્રમણ ફેલાઈ ચૂક્યું છે.

લોકોને પક્ષીઓથી દૂર રહેવાની સલાહ આપી
અમેરિકન સ્વાસ્થ્ય એજન્સી CDCએ પક્ષીઓના મૃત્યુ પાછળ એવિયન ઇન્ફલુએન્ઝા, વેસ્ટ નાઇલ, હર્પીઝ, પોક્સ, યેલ્લો ફીવર જેવા વાઈરસને જવાબદાર ગણાવ્યા નથી. જે પક્ષીઓએ આંખ ગુમાવી તેમની ન્યૂકેસલ ડિસીઝ વાઈરલની તપાસ થઈ, પરંતુ રિપોર્ટ નેગેટિવ આવ્યો. આ વાઈરસ પક્ષીઓમાં કંજક્ટિવાઈટિસ માટે જવાબદાર હોય છે.

અમેરિકન જિયોલોજિકલ સર્વેના ઓફિસર કહ્યું કે, જે જગ્યાએ પક્ષીઓની રહસ્યમય મોત થઈ રહ્યાં છે ત્યાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી છે. હજુ આ બીમારીની ખબર પડી નથી પણ પક્ષીઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.