પીરિયડ્સ મહિલાઓના સ્વાસ્થ્યનો મહત્વપૂર્ણ ભાગ છે. આ એક કુદરતી પ્રક્રિયા છે જેમાંથી દરેક મહિલાઓએ પસાર થવું પડે છે. પીરિયડ્સ દરમિયાન અસહનીય દુખાવો થાય છે. તો ઘણી મહિલાઓને વાત-વાત પર ગુસ્સો આવી જાય છે કંઈક પૂછો તો જોરથી જવાબ આપે છે. એક પળમાં જ મૂડ બદલી જાય છે. ચહેરા પર બેચેની જોવા મળે છે. રોહને તેની પત્ની વિશે સાઈકેટ્રીસ્ટને જણાવ્યું હતું કે, ઘણી વખત તે અલગ રહેવા લાગે છે. તે ઉદાસ રહે છે, કશું બોલતી નથી, એવું લાગે છે કે તે ગુસ્સે છે. આના કારણો શું છે?
મહિલાઓમાં જોવા મળે છે આ લક્ષણો
ખરેખર, આ PMS ના લક્ષણો છે. PMS એટલે પ્રી મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ. આ લક્ષણો પીરિયડ્સ પહેલા જોવા મળે છે. આ સમસ્યા બે દિવસ પહેલાં શરૂ થાય છે જે એક અઠવાડિયા સુધી ચાલી શકે છે. ઝારખંડની રાજધાની રાંચીમાં સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાઇકિયાટ્રી (CIP), આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. સંઘમિત્રા ગોડી કહે છે કે મોટાભાગની મહિલાઓમાં પીએમએસના કેટલાક લક્ષણો જોવા મળે છે. કેટલાકમાં તે મામૂલી છે અને કેટલાકમાં આ લક્ષણો ગંભીર હોય છે.
20-35 વર્ષની મહિલાઓમાં સૌથી વધુ તકલીફ
PMSમાં 2 પ્રકારના લક્ષણો જોવા મળે છે. એક જે વ્યવહારમાં જોવા મળે છે જેને બિહેવિયરલ સીમ્પ્ટમ અથવા સાઈકોલોજિકલ સીમ્પ્ટમ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ લક્ષણો 20થી 35 વર્ષની મહિલાઓમાં આ સમસ્યા જોવા મળે છે.
ચિડચિડાપણું જોવા મળે
ડો. સંઘમિત્રાના અનુસાર, પીરિયડ્સ અનિયમિત રહેવા પર ખબર નથી પડતી કે આ લક્ષણો પાછળનું શું કારણ છે. ડોકટરો આ લક્ષણોને ઓળખી લે છે કે આ પીએમએસ છે. ચિડચિડાપણુ, બેચેની અને મૂડ બદલાઈ જવો સાઈકોલોજિકલ છે.
લક્ષણના આધાર પર આપવામાં આવે છે દવાઓ
જયારે બીજા પ્રકારનાં લક્ષણો ફિજીયોલોજિકલ હોય છે. જેમાં માથાનો દુખાવો, ચક્કર આવું, બ્રેસ્ટમાં દુખાવો અને સોજો આવવો, મેસ્ટ્રુઅલ કેપ વગેરે થાય છે. ઘણી મહિલાઓનું બીપી લો હોય છે. દરેક મહિલાઓમાં અલગ-અલગ પ્રકારના લક્ષણો જોવા મળે છે. આ લક્ષણના આધાર પર જ દવાઓ આપવામાં આવે છે.
ડિપ્રેશન પણ થઇ શકે છે.
જો મહિનામાં છ દિવસ મૂડમાં ફેરફાર થાય અને તે વર્ષમાં ચાર વખત પણ થાય તો તેને પ્રીમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ ગણવામાં આવે છે. કેટલીક મહિલાઓની હાલત ગંભીર પણ થઇ જાય છે. તે ડિપ્રેશનમાં જઈ શકે છે.
આ PMSના કારણો છે
PMSના કારણોમાં હોર્મોન્સમાં ફેરફાર પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઓવ્યુલેશન પછી હોર્મોન પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજનમાં ઝડપી ઘટાડો થાય છે. એસ્ટ્રોજન ઘટાડવું સેરોટોનિન લેવલ પર અસર કરે છે. સેરોટોનિન મગજમાં એક રસાયણ છે જે મૂડને બદલે છે. ઊંઘમાં ખલેલ પડે છે.
લાઇફસ્ટાઇલ ચેન્જ કરવાથી મુશ્કેલી ઓછી થાય છે
પીએમએસથી રાહત મેળવવા માટે લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરો. એ જ રીતે કસરત કરવાથી પણ રાહત મળે છે. બીજી બાજુ, ઓછી ચરબીવાળા સંતુલિત આહાર લેવાનું વધુ સારું છે. આ સ્થિતિમાં દારૂ પીવો યોગ્ય નથી. વિટામિન E અને વિટામિન B6 સાથે હર્બલ સપ્લિમેન્ટ્સ પણ લો. સાંજે પ્રિમરોઝ તેલનો પણ ઉપયોગ કરો.
કાઉન્સિલિંગ અને દવાઓ પણ જરૂરી
આ પ્રકારના મામલામાં કાઉન્સિલિંગ પણ જરૂરી છે. સાઇકોએજ્યુકેશનથી વસ્તુઓ ઠીક થાય છે. ગુસ્સો પણ કંટ્રોલ થઇ શકે છે. આ રીતે એન્ટીડિપ્રેશન અને એન્ટીએજાઈટી દવાઓ પણ લઇ શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.