હેલ્થ ટિપ્સ:જમીન પર સૂવાથી અનેક બીમારી થાય છે છુમંતર... પરંતુ યોગ્ય રીતે સૂવામાં ના આવે તો નુકસાન થઈ શકે છે

3 મહિનો પહેલાલેખક: મરજિયા જાફર
  • કૉપી લિંક

રાતે જે લોકોને સારી ઊંઘ નથી આવતી, જેને કારણે સવારે ઊઠીને જ થાક લાગે છે, જેથી બની શકે કે આપણે સૂવાની રીતમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે. જમીન પર સૂવાથી ફક્ત અનિદ્રા જ નહીં, પરંતુ અનેક પ્રકારની સમસ્યા દૂર કરી શકાય છે. ફિઝિયોથેરપિસ્ટ ખ્યાતિ શર્મા પાસેથી જાણીએ જમીન પર સૂવાના ફાયદા.

જમીન પર સૂવાના અઢળક ફાયદા
પીઠના દુખાવામાંથી રાહત મળે
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સ એન્ડ સ્ટ્રોકના જણાવ્યા અનુસાર, પીઠના દુખાવાથી પીડિત લોકોને સખત બેડ પર સૂવાની સલાહ આપવામાં આવે છે. આ સ્થિતિમાં જમીન પર સૂવાથી કમરના દુખાવામાં રાહત મળે છે.

બોડી પોશ્ચ્રરમાં ફેરફાર
બોડી પોશ્ચ્રર બરાબર ન હોવાને કારણે પીઠના દુખાવાની સમસ્યા રહે છે, આ સાથે જ કરોડરજ્જુની સમસ્યાની સાથે કમરના દુખાવાની સમસ્યા પણ વધી શકે છે, પરંતુ જમીન પર સૂવાથી કરોડરજ્જુને સીધી રાખવામાં સરળતા રહે છે.

ઊંઘની ઊણપ દૂર થાય છે
કેટલીકવાર ઊંઘ માટે વાપરવામાં આવતું ગાદલું ઊંઘ ન આવવા જેવી સમસ્યાનું કારણ બને છે. ઘણા લોકોને ઊંઘ માટે યોગ્ય સપાટી ન મળવાને કારણે રાત્રે ઊંઘ આવતી નથી. આ સ્થિતિમાં જમીન પર સૂવું યોગ્ય માનવામાં આવે છે. શરૂઆતમાં થોડી પરેશાની થશે, પરંતુ એકવાર શરીરને એની આદત પડી જશે, પછી જમીન પર સૂવાનું સારું લાગશે.

શરીરને રાહત મળે છે
ફર્શનું તાપમાન ઠંડું રહેવાને કારણે ઉનાળાની ઋતુમાં જમીન પર સૂવાથી શરીરમાં ઠંડક રહે છે અને બ્લડ સર્ક્યુક્લેશન પણ બરાબર રહે છે, જે હાર્ટ અને મગજના સ્વાસ્થ્ય માટે સારું રહે છે, જે લોકોને વધારે ગરમી થતી હોય તે લોકોએ જમીન પર સૂવું જોઈએ.

તણાવમાં રાહત
જમીન પર સૂવાથી તણાવ દૂર થાય છે અને મિડ બ્રેઈન હેલ્થને પણ સારી રહે છે.

કઈ બાજુ સૂવાથી શું ફાયદો થાય છે?

જમણા પડખે
જમીન પર જમણા પડખે સૂવાથી સારી ઊંઘ આવે છે.

ડાબા પડખે
જે લોકોને પેટની કોઈ સમસ્યા હોય તેમણે ડાબી બાજુ સૂવું વધારે સારું માનવામાં આવે છે. આમ કરવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન બરાબર રહે છે ને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મગજ સુધી પહોંચે છે.

પેટના બળે
જે લોકોને કમર, પીઠ અને ખભામાં દુખાવો રહેતો હોય તે લોકોને પેટના બળે સૂવાથી આરામ મળે છે.

ઓવર હીટિંગની સમસ્યા
એક રિસર્ચ અનુસાર સૂતી વખતે ઉપયોગમાં લેવાતા બેડને કારણે રાત્રે ઓવરહીટિંગની સમસ્યા પણ થઈ શકે છે. આ કારણે વારંવાર ઊંઘ ઊંડી જાય, ઊંઘ ન આવવાની સમસ્યા પણ સામાન્ય થઇ જાય છે. આ સમસ્યાથી બચવા માટે જમીન પર સૂવું ફાયદાકારક માનવામાં આવે છે. એક અભ્યાસ મુજબ, કોન્ક્રીટ ફ્લોરમાં ઠંડકની અસર જોવા મળે છે. એના આધારે એવું કહી શકાય કે કોન્ક્રીટની જમીન પર સૂવાથી ઓવરહીટિંગ થતી નથી અને વ્યક્તિ શાંતિથી સૂઈ શકે છે.

બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો
અનિંદ્રાની સમસ્યા પાછળ બ્લડ સર્ક્યુલેશન પણ જવાબદાર છે. જો શરીરમાં બ્લડ સર્ક્યુલેશન બરાબર રહે છે તો મસલ્સને આરામ મળે છે. ખ્યાતિ આગળ જણાવે છે કે જમીન પર સૂવાથી બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો થાય છે અને માંસપેશીઓના દુખાવામાં રાહત મળે છે.

જમીન પર આ રીતે સૂઈ શકો

  • જમીન પર સૂતાં પહેલાં એને સારી રીતે સાફ કરી લો
  • એ બાદ પથારી પાથરીને સૂઈ જાઓ
  • જો તમે ઈચ્છો તો ડાબી કે જમણી બાજુ સૂઈ શકો છો
  • જો જમીન પર સૂતી વખતે કોઈ સમસ્યા હોય તો ઊંઘશો નહીં.
  • પીઠનો દુખાવો હોય અથવા કમરની સર્જરી કરવામાં આવી હોય તો જમીન પર સૂવાનું ટાળવું જોઈએ.

જમીન પર સૂવાથી થાય છે આ નુકસાન
એક તરફ જમીન પર સૂવાના ફાયદા છે તો બીજી તરફ એના ગેરફાયદા પણ છે. ડૉ ખ્યાતિ જણાવે છે કે ઠંડા વાતાવરણમાં જમીન પર સૂવાથી શરદીની સમસ્યા થઈ શકે છે. આ સાથે જ જો જમીનની યોગ્ય રીતે સફાઈ ન કરવામાં આવે તો એના પર સૂતી વખતે જીવજંતુ કરડવાનો પણ ભય રહે છે. જો જમીન ભીની અથવા ભેજવાળી હોય તો તમને બીમારીનો પણ ભય રહે છે. જો જમીન યોગ્ય રીતે સાફ કરવામાં ન આવે તો કચરો, ધૂળ અને ગંદકી આંખો અને મોંમાં પ્રવેશી શકે છે. જો જમીન યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે તો ચેપ લાગવાનું પણ જોખમ રહે છે.

જો તમે લાંબા સમય સુધી જમીન પર સૂવો છો તો તમને કમરનો દુખાવો થઈ શકે છે. જમીન પર સૂવાના ફાયદાની સાથે એ વાતનું પણ ધ્યાન રાખો કે એના પર સૂવું એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી. તમે તમારી પસંદગી મુજબ એને તમારી લાઇફસ્ટાઇલનો એક ભાગ બનાવી શકો છો. કોઈપણ શારીરિક સમસ્યાના કિસ્સામાં ડૉક્ટરની સલાહ અચૂક લેવી જોઈએ.

આ લોકોએ જમીન પર સૂવાનું ટાળવું જોઈએ
વૃદ્ધોએ જમીન પર શક્ય હોય તો સૂવાનું ટાળવું જોઈએ. આ સાથે જ જે લોકોને ચાલવામાં તકલીફ, હાડકાંમાં દુખાવો, કમર અને પીઠનો દુખાવો, એલર્જી વગેરે જેવી સ્વાસ્થ્ય સંબંધી કોઈપણ સ્થિતિ હોય તો તેઓ જમીન પર ન સૂવું જોઈએ. આર્થરાઈટિસ, ઓસ્ટિયોપોરોસીસમાં જમીન પર સૂવાથી અનેક સમસ્યા થઇ શકે છે. જો ઊઠવા-બેસવામાં તકલીફ થતી હોય તો જમીન પર સૂવું નહીં. જો તમારે જમીન પર સૂવું હોય તો સૌપ્રથમ ફ્લોરને સારી રીતે સાફ કરો. એનાથી ગંદકી અને બેક્ટેરિયા દૂર થશે. તમે જે પણ ચટાઈ, ગાદલું, પલંગ મૂકી જમીન પર સૂઈ જાઓ છો એને વચ્ચે વચ્ચે સાફ કરતા રહો.

ગર્ભવતી મહિલાઓ અથવા બાળકોએ જમીન પર સૂવું જોઈએ નહીં
ગર્ભવતી મહિલાઓએ ગર્ભવસ્થા દરમિયાન જમીન પર સૂવા પર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ કેટલાક સંજોગોમાં એ નુકસાનકારક સાબિત થઇ શકે છે. ગર્ભાવસ્થાને કારણે કરોડરજ્જુ સહેજ વળાંક આવે છે, જેના કારણે જમીન પર સૂવાથી કમરનો દુખાવો વધી શકે છે. આ સાથે પેટનું કદ વધવાને કારણે જમીન પર સૂવું, ઊઠવું અને બેસવું મુશ્કેલ બની જાય છે.

ડૉક્ટરની સલાહ પર જ ગર્ભવતી મહિલા જમીન પર સૂવે તો સારું રહેશે. તો બાળક સાથે જમીન પર સૂવા પર કોઈ પ્રતિબંધ નથી. જો બાળકને જમીન પર સૂવું આરામદાયક લાગે તો તેને જમીન પર સૂવડાવી શકાય છે.

ડિસ્ક્લેમર :
આ લેખ સામાન્ય જાણકારી માટે છે. વધુ જાણકારી માટે ડોક્ટરની સલાહ અચૂક લેવી.