અલર્ટ / પેરાસાઈટને લીધે મેલેરિયા ખૂબ જોખમી અને જીવલેણ બને છે

Malaria becomes very dangerous and fatal due to parasites

Divyabhaskar.com

Aug 10, 2019, 05:34 PM IST

હેલ્થ ડેસ્ક: મચ્છર કરડવાથી મલેરિયા જેવી જીવલેણ બીમારીઓ થઇ શકે છે, જેનું કારણ એક સંક્રમિત એનોફિલીઝ મચ્છર છે. આ વાતથી આપણે પરિચિત છીએ. મોટે ભાગે આ ચેપી મચ્છરોમાં પ્લાઝમોડિયમ પેરાસાઇટ એટલે કે પરોપજીવી હોય છે, જે મચ્છર કરડવાથી લોહીમાં પહોંચી જાય છે. આ ચેપ મચ્છરના કરડવાના થોડા દિવસો પછી રક્ત કોશિકાઓ ઉપર ખરાબ અસર પહોંચાડે છે. તેને લીધે 2-3 દિવસની અંદર લાલ રક્ત કોશિકાઓમાં ચેપના જીવાણુઓ વધી જાય છે, જેનાથી પ્રાભાવિત કોશિકાઓ ફાટી જાય છે.

મલેરિયા માટે જવાબદાર પેરાસાઈટના પ્રકાર
પલાઝમોડિયમ ફેલ્સિપેરમ
જો મલેરિયાના સૌથી ખતરનાક અને જીવલેણ પેરાસાઇટની વાત કરવામાં આવે તો, પલાઝમોડિયમ ફેલ્સિપેરમ તેમાંથી એક છે. આ પેરાસાઇટના ચેપથી મલેરિયા થાય તો ઊલટી, તાવ, પીઠ અને કમરનો દુખાવો, માથાનો દુખાવો, થાક લાગવો અને પેટ દર્દ જેવાં લક્ષણો જોવા મળે છે.

પ્લાઝમોડિયમ ઓવાલે
આ પેરાસાઇટ મોટે ભાગે પશ્ચિમ આફ્રિકામાં જોવા મળે છે. મચ્છરના કરડ્યા બાદ તે માણસના શરીરમાં ઘણાં લાંબા સમય સુધી જીવિત રહે છે. તેના લીધે આ પ્રકારનાં પેરાસાઈટથી મલેરિયાનું જોખમ લાંબા સમય સુધી રહે છે.

પ્લાઝમોડિયમ નોલેસિ
આ પેરાસાઇટથી ચેપગ્રસ્ત દર્દીઓમાં ઠંડી સાથે ભારે તાવનાં લક્ષણો જોવા મળે છે. જોકે તે જીવલેણ નથી હોતાં, પરંતુ તેનાથી બચવું પણ જરૂરી છે.

પ્લાઝમોડિયમ વાઈવેક્સ
આ પ્રકારનાં પેરાસાઇટથી શરીરમાં તાવ, શરદી, થાક અને ડાયેરિયા જેવી સમસ્યાઓ થાય છે. મલેરિયાના 60% કેસમાં આ પ્રકારનાં જ પ્લાઝમોડિયમ જોવા મળે છે.

X
Malaria becomes very dangerous and fatal due to parasites
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી