સ્વીટ પોટેટો એક સુપર ફૂડ:શિયાળામાં બાળકોને શક્કરિયાં ખવડાવો, ભૂલકાઓની આંખની રોશની વધશે, કબજિયાત નહી રહે અને ઈમ્યુનિટી વધશે

શ્વેતા કુમારી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શક્કરિયાં કેલ્શિયમ, સોડિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમથી ભરપૂર છે
  • રૂટીન ડાયટમાં સામેલ કરવાથી બાળકોનો વિકાસ સારો થાય છે

બાળકોને ઠંડીથી બચાવવા અને આ સીઝનમાં સ્વસ્થ રાખવા એ થોડું અઘરું કામ છે. તેમના ભોજનથી લઈને અન્ય અનેક વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે . દરેક પેરેન્ટ્સને એક કોમન પ્રશ્ન થતો હોય છે કે, આ સીઝનમાં બાળકોને સ્વસ્થ રાખવા શું ખવડાવવું જોઈએ? આ પ્રશ્નના જવાબઅ શ્રી વૈદ્ય આયુર્વેદ પંચકર્મા હોસ્પિટલ, અલ્ટરનેટિવ મેડિસિનની ડૉ. સોનિયા કહ્યું, ઠંડીમાં બાળકોની ડીશમાં શક્કરિયાં સામેલ કરો. આના ફાયદા વિશે જાણીએ.....

શક્કરિયાં કેમ હેલ્ધી છે?
ડૉ. સોનિયાએ કહ્યું, બાળકોના ડાયટમાં કેલ્શિયમ, સોડિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા મિનરલ્સ ધરાવતી વસ્તુ સામેલ કરવી એ એક ચેલેંજ છે. જો સ્વીટ પોટેટો એટલે કે શક્કરિયાંની વાત કરીએ તો આ દરેક મિનરલ્સ તેમાં અવેલેબલ છે. રૂટીન ડાયટમાં સામેલ કરવાથી બાળકોનો વિકાસ સારો થાય છે.

શક્કરિયાં બાળકોને ફિટ કેવી રીતે રાખે છે?
આંખોની રોશની વધારે

આજકાલ નાની ઉંમરે બાળકોને ચશ્માં આવી જાય છે. શક્કરિયાંમાં અવેલેબલ બીટા-કેરોટિન શરીરમાં વિટામિન A વધારે છે. તેણે લીધે આંખો સ્વસ્થ રહે છે. આથી બાળકોની ડાયટમાં આ ફૂડ ચોક્કસ સામેલ કરો.

કબજિયાતની તકલીફ નહીં રહે
બેથી ત્રણ વર્ષના બાળકોને કબજિયાતની તકલીફ રહે છે. પેટ સાફ ના હોવાથી તેઓ સરખું જમતા પણ નથી. શક્કરિયાંમાં હાજર ડાયટ્રી ફાઈબર બાળકોમાં કબજિયાતની તકલીફ દૂર કરે છે.

ઈમ્યુનિટી વધશે
નાના બાળકોમાં ઈમ્યુનિટી ઓછી હોય છે. સીઝન પ્રમાણે એડજસ્ટ ના થતા તેઓ જલ્દી બીમાર પડી જાય છે. ઠંડીથી બચાવવા બાળકોને સ્વીટ પોટેટો ખવડાવો. તેમાં અવેલેબલ વિટામિન E અને વિટામિન C બાળકોને બીમાર નહીં પડવા દે.

બાળકોને એનર્જીથી ભરપૂર રાખશે
બાળકોની ટેવ હોય છે આખા ઘરમાં ધમા-ચકડી મચાવવાની. સતત દોડતા રહેવાથી તેઓ થાકી જાય છે અને એનર્જી ઓછી થઈ જાય છે. શક્કરિયાંમાં હાજર સ્ટાર્ચ અને વિટામિન્સ બાળકોને સમગ્ર એક દિવસ એનર્જેટિક બનાવવામાં મદદરૂપ થાય છે.

બાળકોની શારીરિક વિકાસ સારો થાય છે
સ્વીટ પોટેટો એક સુપર ફૂડ છે. તેમાં હાજર પ્રોટીન અને મિનરલ્સ બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં મદદ કરે છે. આથી ડેલી રૂટીનમાં સ્વીટ પોટેટો સામેલ કરો.

ડૉ. સોનિયાએ કહ્યું, 100 ગ્રામ શક્કરિયાંમાં 1.6 ગ્રામ પ્રોટીન, 1 ગ્રામ ઓમેગા, ૩ ગ્રામ ફાઈબર, 86 કેલરીઝ અને 20.1 ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે. બાળકોનું ઓછું વજન અને રક્તની ઊણપમાં પણ મદદ કરે છે. ઠંડીમાં બાળકોનું મેટાબોલિઝ્મ સારું રહે છે, આથી ઠંડીમાં તેમને વધારે શક્કરિયાં ખવડાવો.

અન્ય સમાચારો પણ છે...