કિડ્સ ડાયટ:જો તમારું બાળક દૂધ પીવામાં નખરા કરતું હોય તો મિલ્કનો ટેસ્ટ ચેન્જ કરો, નાના ભૂલકાઓ ટેસ્ટી મિલ્ક મિનિટોમાં પી જશે

3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાંચ વર્ષની ઉંમર પછી બાળકોને દિવસમાં બે વખત દૂધ આપવું જોઈએ

મોટાભાગની માતાઓની ફરિયાદ હોય છે કે તેમના બાળકોને દૂધ પીવું ગમતું નથી તેમને દૂધનો ટેસ્ટ ગમતો નથી. જો તમારા બાળકોને પણ આ તકલીફ હોય તો ઘરે દૂધમાંથી હેલ્ધી ટેસ્ટી ડ્રિન્ક બનાવી શકો છો.

બાળકો માટે દૂધ જરૂરી છે, કારણકે દૂધમાં હાજર કેલ્શિયમ બાળકોના હાડકાં મજબૂત બનાવે છે. દૂધમાં હાજર ન્યૂટ્રિઅન્ટ્સની ચર્ચાઓ થતી રહે છે, તેમ છતાં કઈ પણ કહો દૂધ બાળકોના વિકાસ માટે ખૂબ જરૂરી છે. પાંચ વર્ષની ઉંમર પછી બાળકોને દિવસમાં બે વખત દૂધ આપવું જોઈએ. શુદ્ધ દૂધમાં હાજર ફેટ બાળકો માટે સારી હોય છે.

ઇન્ટરનેશનલ ડેરી જર્નલમાં પબ્લિશ રિસર્ચ પ્રમાણે, રોજ ઓછામાં ઓછું એક ગ્લાસ દૂધ પીવાથી બાળકોનો મેમરી પાવર પણ સ્ટ્રોંગ થાય છે.

ડાયટિશિયન અને ન્યૂટ્રીશનિસ્ટ શિલ્પા મિત્તલે કહ્યું કે, દૂધમાં અલગ-અલગ 16 પ્રકારના પોષકતત્વો હોય છે. આ પોષક તત્ત્વો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય યોગ્ય રાખે છે. દૂધમાં હાજર કેલ્શિયમ, વિટામિન D, વિટામિન B12, મેગ્નેશિયમ, પોટેશિયમ અને એન્ટિ ઓક્સિડન્ટ બાળકો માટે ફાયદાકારક છે.

શિલ્પા મિત્તલે જણાવી દૂધ ટેસ્ટી કરવાની અમુક ટિપ્સ:

  • દૂધમાં સીઝનલ ફ્રૂટ્સ મિક્સ કરીને કસ્ટર્ડ બનાવો. આમાં ખાટ્ટા ફળ ઉમેરવા નહીં.
  • ડ્રાય ફ્રૂટ્સ મિક્સ કરીને તમે બાળકોનું દૂધ ટેસ્ટી બનાવી શકો છો. ખજૂર, કિશમિશ, અંજીર, બદામ, પિસ્તા, અખરોટની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ દૂધમાં મિક્સ કરો. તેનો ટેસ્ટ પણ બાળકોને ગમશે અને આ દૂધને વધારે હેલ્ધી બનાવશે.
  • મખાનાની ખીર પણ બાળકોને ભાવે છે. તેમાં તમે ઈલાયચી, કેસરનો ફ્લેવર મિક્સ કરી શકો છો.
  • દૂધમાં તજ. ઈલાયચી અને કેસર મિક્સ કરી શકો છો.
  • કેળું,ચીકુ અને સફરજનનો મિલ્કશેક બનાવો.