ફેફસાંની દવા હવે હૃદયની સારવાર કરશે:કોવિડના લંગ ઈન્ફેક્શનની સારવારમાં અપાતી દવાથી હવે હાર્ટ ફેલ થયેલા દર્દીઓની સારવાર થશે, જાણો કેવી રીતે તે હાર્ટ ડેમેજ ઓછું કરશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈંગ્લેન્ડની મેનચેસ્ટર યુનિવર્સિટી NHS ફાઉન્ડેશન ટ્રસ્ટના વૈજ્ઞાનિકોએ 47 દર્દીઓ પર રિસર્ચ કર્યું
  • 1 વર્ષ સુધી આ દવાનો ડોઝ લેતાં દર્દીઓમાં હાર્ટ ડેમેજ ઓછું જોવાં મળ્યું

કોરોનાની સારવારમાં વપરાતી ફેફસાંની દવા 'પીરફેનિડોન'થી હૃદય રોગની પણ સારવાર કરી શકાય છે. આ દવા શ્વાસની સમસ્યાની સારવાર માટે તૈયાર કરવામાં આવી છે. વૈજ્ઞાનિક ભાષામાં તેને 'ઈડિયોપેથિક પલ્મોનરી ફાઈબ્રોસિસ' કહેવાય છે. આવી સ્થિતિમાં ફેફસાંના ટિશ્યુ ઘટ્ટ બનવા લાગે છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.

આ દવાનો ઉપયોગ કોવિડ ઈન્ફેક્શનના દર્દીની સારવારમાં કરવામાં આવી રહ્યો છે. તાજેતરના રિસર્ચમાં સામે આવ્યું કે, 'પીરફેનિડોન' દવા હાર્ટ ફેલના દર્દીઓ માટે પણ અસરકારક છે. આ દાવો ઈંગ્લેન્ડની મેનચેસ્ટર યુનિવર્સિટી NHS ફાઉન્ડેશન ટ્રસ્ટના વૈજ્ઞાનિકોએ કર્યો છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે HFpEF નામના હાર્ટ ફેલના એક પ્રકારથી પીડિત 47 દર્દીઓને તેમણે 1 વર્ષ આ દવા આપી. 1 વર્ષ પછી તેમનાં હૃદયનું સ્કેનિંગ કરવામાં આવ્યું. રિપોર્ટમાં સામે આવ્યું કે, હાર્ટ સ્કેરિંગ અર્થાત હૃદય અને મસલ્સમાં થનારું ડેમેજ સરેરાશ 1.21% સુધી ઓછું થઈ ગયું.

કેવી રીતે કામ કરે છે આ દવા?
વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, હૃદયના મસલ્સના ડેમેજ થવાથી અથવા તેમાં ફાઈબ્રોસિસ થવા પર હાર્ટ ફેલ થવાનું જોખમ વધારે છે. રિસર્ચમાં સામે આવ્યું કે, પીરફેનિડોન દવા આ પ્રોસેસ ધીમી કરે છે. સ્કેન રિપોર્ટમાં જોવા મળ્યું કે ટ્રાયલ દરમિયાન દર્દીના હૃદયના મસલ્સ ડેમેજ થવાની પ્રક્રિયા રોકાઈ નહિ પરંતુ ધીમી પડવા લાગી હતી.

હાર્ટ ફેલ થવામાં મસલ્સનો શું રોલ છે?
તેને સમજવા માટે એ જાણવું જરૂરી છે કે હાર્ટ ફેલ થવા પર શું થાય છે. આખા શરીરમાં લોહી એક ખાસ પ્રેશર દ્વારા પહોંચે છે. આ પ્રેશર હૃદય દ્વારા ઉત્પન્ન થાય છે. હાર્ટ ફેલ થાય તો હૃદય બ્લડ પમ્પ કરવાનું બંધ કરી દે છે. આવું ત્યારે બને છે જ્યારે હાર્ટ મસલ્સ નબળાં હોય અથવા અકડાઈ જાય. આ મસલ્સને કાર્ડિયાક મસલ્સ કહેવાય છે.

આ કારણે વધી રહ્યા છે હાર્ટ અટેકના કેસ
એક્સપર્ટ જણાવે છે કે, હાર્ટ ફેલ થવાના કેસ વધી રહ્યા છે. તેનાં 2 કારણો છે. પ્રથમ દુનિયામાં વૃદ્ધ વસતી વધી રહી છે. અને બીજું હાર્ટ અટેકના દર્દીઓ. આવા દર્દીઓ વૃદ્ધ થાય ત્યારે હાર્ટ ફેલનું જોખમ રહે છે.

આ સિવાય ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરથી પીડિત લોકોમાં પણ હાર્ટ ફેલ થવાનું જોખમ રહે છે. આ એક ખતરનાક સ્થિતિ છે કારણ કે હાર્ટ ફેલ થવા પર લક્ષણો ગંભીર થતાં જાય છે. માત્ર બ્રિટનમાં જ દર વર્ષે હાર્ટ ફેલ થવાના 86 હજાર કેસ સામે આવે છે. આવા દર્દીઓને તાત્કાલિક રીતે ઈમર્જન્સીમાં ભરતી કરવા પડે છે. સ્થિતિ વધારે ગંભીર બનતાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ જ અંતિમ ઉપાય બચે છે.

સંશોધકોનું કહેવું છે કે, છેલ્લાં 5 વર્ષમાં દવાઓની મદદથી આવા દર્દીઓને ઘણી રાહત મળી છે. 40% સુધી દર્દીઓના બચવાની આશા પણ વધી છે.

મેનચેસ્ટર યુનિવર્સિટીના કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજિસ્ટ અને સંશોધક ડૉ. ક્રિસ મિલરનું કહેવું છે કે હાર્ટ સ્કારિંગ ઘટવાથી હોસ્પિટલમાં પહોંચનારા આવા દર્દીઓની સંખ્યા ઘટે છે અને મૃત્યુના કેસ ઘટે છે. પીરફેનિડન દવાથી શરીરમાં પાણી ભરાઈ જવાની સમસ્યામાંથી પણ રાહત મળે છે.