રિસર્ચ / જીભની ચરબી ઓછી કરવાથી સ્લીપ એપ્નિયા બીમારીનું જોખમ ઘટાડી શકાય છે

Lowering the fat in the tongue can reduce the risk of sleep apnea disease

  • જીભની ચરબી ઓછી કરવાથી સ્લીપ એપ્નિયા બીમારીમાં 31% સુધારો લાવી શકાય છે
  • વિશ્વભરમાં 10 કરોડથી વધારે લોકો સ્લીપ એપ્નિયાથી પીડિત છે

Divyabhaskar.com

Jan 11, 2020, 01:42 PM IST

હેલ્થ ડેસ્કઃ સ્લીપ એપ્નિયા એક પ્રકારનું સ્લીપ ડિસીઝ છે જેમાં વ્યક્તિ ઊંઘતા સમયે સમયાંતરે નસકોરાં લે છે અને ઝડપથી શ્વાસ લે છે. વિશ્વભરમાં 10 કરોડથી વધારે લોકો આ બીમારીથી પીડિત છે. જીભનું ફેટ એટલે કે ચરબી કેટલીક હદે તેના માટે જવાબદાર છે. અમેરિકન મેડિકલ જર્નલ ‘રેસિપિરેટરી એન્ડ ક્રિટિકલ કેર મેડિસીન’માં પ્રકાશિત થયેલાં એક રિસર્ચ મુજબ જીભની ચરબી ઓછી કરવાથી સ્લીપ એપ્નિયાને ઘટાડી શકાય છે.

એપ્નિયા માટે મેદસ્વિતા જવાબદાર કારણોમાંથી એક છે. આ નવાં રિસર્ચ મુજબ શરીરનાં અન્ય ભાગની જેમ જીભની વધારાની ચરબી દૂર કરીને સ્લીપ એપ્નિયા ઘટાડી શકાય છે.

રિસર્ચમાં એપ્નિયાથી પીડિત કેટલાક વોલન્ટિયર્સની જીભની MRI ઇમેજનું અવલોકન કરવામાં આવ્યું હતું. તેમાં જીભની ચરબી અને સ્લીપ એપ્નિયાનાં લેવલનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. રિસર્ચમાં જોવા મળ્યું કે જે વોલન્ટિયર્સની જીભનું ફેટ ઓછું કરવામાં આવ્યું હતું તેમની સ્લીપ એપ્નિયા બીમારીમાં 31% સુધારો આવ્યો હતો.

આ અગાઉ પેન સ્લીપ સેન્ટરના કો-ડિરેક્ટર ડો. સ્કાબ દ્વારા કરવામાં આવેલાં રિસર્ચ અનુસાર એપ્નિયા અને મેદસ્વિતા ધરાવતા લોકોમાં અન્ય લોકોની સરખામણીએ જીભની ચરબી વધારે જોવા મળે છે. આ રિસર્ચ મુજબ જીભની ચરબીમાં ઘટાડાનું પ્રમાણ એપ્નિયાની સ્થિતિને સુધારે છે.

X
Lowering the fat in the tongue can reduce the risk of sleep apnea disease

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી