હેલ્થ ટિપ્સ:વજન ઉતારવું અઘરું કામ નથી! શરીરને શેપમાં રાખવા માટે આ 7 બાબતોને ટાળો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

લોકો આખું જીવન જુદાં-જુદાં ભોજન અને ડાયટ પ્લાન સાથે પ્રયોગો કરતાં રહે છે, જેથી તેમનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે. વધુ પડતી જટિલતાઓ સાથેનો ડાયટ પ્લાન લગભગ જ કોઈ ફોલો કરી શકે છે. વર્કઆઉટ અને સાદગી ભરેલ ભોજન સાથેની એક સરળ જીવનશૈલી તમને સ્વાસ્થ્ય બાબતે શ્રેષ્ઠ પરિણામો આપશે. આપણે એવા સમયમાં જીવીએ છીએ, જ્યાં ફીટ રહેવા માટે અને વજન ઉતારવા માટે નિયમિતપણે રુટિનમાં નવા-નવા ફેરફાર કરવામાં આવે છે. જો તમે તમારાં શરીરને શેપમાં રાખવા ઈચ્છો છો તો રુટિનમાં આ 7 બાબતોને ટાળો.

ભોજનની જગ્યાએ ફૂડ સપ્લેમેન્ટ્સ ન લેવા
મોટાભાગનાં લોકો ઝડપથી વજન ઘટાડવા માટે ફૂડ સપ્લેમેન્ટ્સનો ઉપયોગ કરતાં હોય છે પણ તે એ વાતથી અજાણ છે કે તેનાથી કશો જ ફરક પડતો નથી. ફૂડ સપ્લેમેન્ટ્સનો શક્ય તેટલો ઉપયોગ ટાળવો. હા, એ વાત અલગ છે કે કોઈ બીમારી માટે ડોક્ટરે સજેશન આપ્યું હોય અને સપ્લેમેન્ટ્સ લેવા પડે.

સાંજના 6 વાગ્યા પછી કાર્બ્સ ખાવાનું ટાળવું
તમારા શરીરને કાર્બ્સને પચાવવા માટે વધુ મહેનત કરવી પડશે, તેથી સાંજના 6 વાગ્યા પછી કાર્બ્સયુક્ત ભોજન ખાવાનું ટાળો, જેથી તમે તમારાં શરીર પર વધારાનું દબાણ લાવ્યા વિના બધું જ ખાઈ શકો.

મોડેથી જમવાની આદત ના પાડવી
જો તમે તમારો વજન સંતુલિત રાખવા ઈચ્છતાં હો તો ભોજન કરવા માટેનો એક ફિક્સ ટાઈમ સેટ કરો. મોડું જમવાનાં કારણે બીજા દિવસે તમે સુસ્તી અનુભવો છો કારણ કે તમારા શરીરને ભોજનનાં પાચન માટે પૂરતો સમય મળ્યો ન હતો. મોડી રાત્રે ખાવાથી તમારી ઊંઘ પણ પૂરી થતી નથી અને તેનાં કારણે તમારું સ્વાસ્થ્ય કથળે છે અને વજન ઓછું કરવું મુશ્કેલ બને છે. તેથી તમે સૂવાનાં 2-3 કલાક પહેલાં જમી લો.

જમવાનું સ્કિપ કરવાનું ટાળવું
તૂટક-તૂટક ઉપવાસ કરવા સારાં છે, પરંતુ વજન ઘટાડવા માટે તમે ભૂખ્યા રહીને તમારી જાતને ત્રાસ આપો તો તે યોગ્ય નથી. જો તમે બળજબરીપૂર્વક 8-16 કલાક સુધીનાં ઉપવાસ કરો તો શરીરમાં સુસ્તી છવાઈ જાય છે અને સ્વભાવ એકદમ ચીડિયો બની જાય છે. તેથી, શક્ય બને ત્યાં સુધી ક્યારેય પણ જમવાનું સ્કિપ ના કરવું.

એક જ જગ્યાએ બેસી રહેવાનું ટાળવું
એક જ જગ્યાએ બેસવું એ ધૂમ્રપાન જેટલું જ હાનિકારક છે. જો તમે ધૂમ્રપાન ન કરો અને માનો કે તમે સભાન નિર્ણય લીધો છે, તો તમને જણાવી દઈએ કે એક જ જગ્યાએ બેસવું એ પણ એટલું જ જોખમી છે. તેથી અમુક સમયનાં અંતરે ઊભા થવું અથવા તો ચાલવું. આપણામાંનાં ઘણાં પાસે એવી એક નોકરી છે કે, જેનાં માટે આપણે લેપટોપની સામે બેસવું જરૂરી છે. તેથી દર કલાકે ઉભા રહો અને થોડું ચાલો. ફોન પર વાત કરતાં-કરતાં ચાલો. જો તમે કેમેરાને બંધ રાખી શકો છો, તો ચાલતી વખતે અથવા ઉભા રહીને તમારી ઓનલાઇન મીટિંગ્સ લો. આ નાની વસ્તુઓ તમને આખો દિવસ એક્ટિવ રાખશે અને કસરત કર્યા વિના કેલરી બર્ન કરવામાં મદદ કરશે.

શરીરને હાયડ્રેટેડ રાખો
આપણું શરીર 60-70% પાણીનું બનેલું છે અને તમારા શરીરને શ્રેષ્ઠ રીતે કાર્ય કરવા માટે, તમારે પૂરતું પાણી પીવું પડશે. પાણી માત્ર તમારા શરીરની કાર્યશૈલીમાં જ મદદ કરતું નથી, પરંતુ તે તમારી ભૂખને પણ ઘટાડે છે અને તમને વધુ કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. તેથી રોજ ત્રણ બોટલ અથવા 7-8 ગ્લાસ પાણી પીવો.