વાત જ્યારે વજન ઘટાડવાની આવે છે ત્યારે આપણે ખાસ પ્રકારનો ડાયટ ચાર્ટ ફોલો કરવા લાગીએ છીએ. આ ડાયટ ચાર્ટમાં મર્યાદિત પ્રમાણમાં કેલરી, ફેટ્સ અથવા કાર્બોહાઈડ્રેટ્સ કન્ઝ્યુમ કરવામાં આવે છે, પરંતુ એક એવી પણ ડાયટ છે જેમાં કોઈપણ ફૂડ ‘બેડ ફૂડ’ની કેટેગરીમાં નથી આવતું, પરંતુ નક્કી માત્રામાં ખાવાની છૂટ આપવામાં આવે છે એટલા માટે ફ્લેક્સિબલ ડાયટ કહેવામાં આવે છે. નમામી લાઈફમાં ન્યુટ્રિશનિસ્ટ શૈલી તોમરનું કહેવું છે કે ફ્લેક્સિબલ ડાયટિંગનો અર્થ છે એક એવી ડાયટ જેમાં પર્ટિક્યુલર ફૂ઼ડ પણ તમે ખાઈ શકો છો. આ ડાયટમાં ખાવાની વેરાયટી હોય છે, જેને તમે મર્યાદિત માત્રામાં ખાઈને વજન ઓછું કરી શકો છો. ન્યુટ્રિશનિસ્ટ શૈલી તોમરે ફ્લેક્સિબલ ડાયટિંગ વિશે વિસ્તૃત જાણકારી આપી છે.
ફ્લેક્સિબલ ડાયટિંગ શું છે?
ફ્લેક્સિબલ ડાયટિંગને ઈફ ઈટ ફિટ્સ યોર મેક્રોઝ (IIFYM) પણ કહેવામાં આવે છે. બોડી કમ્પોઝિશનને કાઉન્ટ કરવા માટે મેક્રોન્યુટ્રિઅન્ટ્સનું ટ્રેકિંગ અને કાઉન્ટિંગ કરવામાં આવે છે. આ મેક્રોન્યુટ્રિઅન્ટ્સ પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફેટથી બનેલા હોય છે. ફ્લેક્સિબલ ડાયટિંગ એક પ્રકારની લાઈફસ્ટાઈલ પણ છે જે તમારું વજન ઓછું કરવામાં મદદ કરે છે.
ફ્લેક્સિબલ ડાયટિંગ વજન ઓછું કરવામાં કેવી રીતે કામ કરે છે?
ફ્લેક્સિબલ ડાયટિંગથી વજન ઓછું કરવામાં ખાવાની માત્રા મહત્ત્વની છે. તેમાં તમે બધું ખાવ છો પરંતુ એક નિશ્ચિત માત્રામાં. આ ડાયટને ફોલો કરવા માટે તમે વજન, હાઈટ, જેન્ડર અને એક્ટિવિટી લેવલના અનુસાર ટોટલ ડેલી એનર્જી એક્સપેન્ડિચર (TDEE)ને કાઉન્ટ કરવાનું હોય છે. તેને માપવા માટે ઓનલાઈન કેલ્ક્યુલેટર પણ મળી જાય છે. 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાં 4 કિલો કેલરી, 1 ગ્રામ પ્રોટિનમાં 4 કિલો કેલરી અને 1 ગ્રામ ફેટમાં 9 કિલો કેલરી હોય છે. જ્યારે તમે ફ્લેક્સિબલ ડાયટિંગને ફોલો કરો છો તો ત્યારે ન્યુટ્રિશનિસ્ટ તમને જણાવે છે કે એક દિવસમાં કેટલું ખાવું જોઈએ. આ પ્રકારના ડાયટને ફોલો કરવાથી ડાયટિંગ સજા નથી લાગતી.
ફ્લેક્સિબલ ઈટિંગમાં મેક્રોન્યુટ્રીઅન્ટ્સ મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. મેક્રોન્યુટ્રીઅન્ટ્સને મેક્રો પણ કહેવામાં આવે છે, તેમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, અને ફેટ સામેલ હોય છે. તમારે દરરોજ તમારા મેક્રોની ગણતરી કરવી પડશે. તેનો અર્થ એ થયો કે તમે દરરોજ કેટલી કેલરી લઈ રહ્યા છો, કેટલી ખઈ રહ્યા છો, તે તમારી જાણકારીમાં પણ રહેશે. આ ડાયટ તમારું વજન ઓછું કરવામાં મદદ કરશે. ફ્લેક્સિબલ ડાયટિંગના ફાયદા-
સસ્ટેનેબલ ડાયટ
ફ્લેક્સિબલ ડાયટ સસ્ટેનેબલ ડાયટ છે. તેને લાંબા સમય સુધી તમે અપનાવી શકો છો. આ ડાયટમાં કાર્બ્સ અને પ્રોટીન ઓછું નહીં થાય, જેનો અર્થ એ થયો કે તેનાથી તમારી મેન્ટલ હેલ્થ પણ સારી રહે છે. પરંતુ ધ્યાન રાખવું કે તમે કોઈ રિસ્ટ્રિક્ટિવ ડાયટને ફોલો ન પણ કરી રહ્યા હોવ ત્યારે પણ હેલ્ધી ફૂડને ડાયટમાં સામેલ કરો. ફ્લેક્સિબલ ડાયટિંગમાં 80%-20%નો નિયમ બનાવી શકો છો જેનો અર્થ છે કે 80% મેક્રો હેલ્ધી ફૂડથી આવવા જોઈએ. તેમજ 20 ટકા તમારી પસંદગીનું ફૂડ હોઈ શકે છે, પરંતુ પોર્શન કંટ્રોલ થવું જોઈએ. આ રીતે તમે ચિંતા કર્યા વગર વજન ઓછું કરી શકો છો.
ફ્લેક્સિબલ ડાયટિંગ તમને વજન ઓછું કરવા માટે ફ્લેક્સિબલ પણ બનાવે છે. તેથી તે શરીરને ફિટ રાખવા માટે એક સારો ઉપાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.