એકલાપણું માણસનું સૌથી મોટું દુશ્મન છે. આ સ્થિતિ સૌથી વધુ ઘરમાં રહેતા વૃદ્ધ મહિલાઓની છે. પહાડ જેવો દિવસ એકલો કાઢવો બહુ જ મુશ્કેલ છે. કોરોના મહામારી બાદ લોકો વધુ એકલાપણું મહેસુસ કરે છે. જે મહિલાઓ એકલા રહેતા હોય તેની ખરાબ અસર તેના માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. હાલમાં જ જામા નેટવર્ક ઓપન જર્નલમાં નોંધવામાં આવ્યું છે કે, એકલાપણું અને સામાજિક અંતરને કારણે વૃદ્ધ મહિલાઓમાં હૃદયની સમસ્યાઓમાં 27% વધારો થયો છે.
'મનોસંવાદ'ના ડાયરેક્ટર સાયકોથેરાપિસ્ટ યોગિતા કાદિયન કહે છે કે મોટાભાગના લોકો સામાજિક એકલતા અને એકલાપણું વચ્ચેનો તફાવત સમજી શકતા નથી. જ્યારે બંને વચ્ચે તફાવત છે. સામાજિક અલગતાનો અર્થ છે શારીરિક રીતે લોકોથી દૂર રહેવું. ઉદાહરણ તરીકે કોરોના દરમિયાન તમારા પરિવાર અને મિત્રોને મળી શકતા નથી. તે જ સમયે એકલતા એ એક લાગણી છે. નજીકના લોકોના સંપર્કમાં રહેવા અને મળવા છતાં પણ એકલાપણું અનુભવી શકાય છે.
આ છે એકલાપણાંના લક્ષણ
યોગિતા કહે છે કે, પુરુષો કરતાં મહિલાઓ વધુ એકલતા અનુભવે છે. થોડા વર્ષો પહેલા કરવામાં આવેલા એક અભ્યાસમાં આ વાત સામે આવી હતી. અમેરિકામાં રહેતી 57,825 વૃદ્ધ મહિલાઓને સામાજિક એકલતા અને એકલાપણાં વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. 2019 સુધી આ મહિલાઓના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં 1,599 મહિલાઓને હૃદય સંબંધિત બીમારીઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
વર્લ્ડ ઇકોનોમિક ફોરમના રિપોર્ટ અનુસાર, વિશ્વભરમાં 35 ટકા મહિલાના મોત હાર્ટ એટેકથી થાય છે. દર વર્ષે 25 કરોડથી વધુ મહિલાઓને કોઈને કોઈ પ્રકારની હૃદય રોગની બીમારી થાય છે. તે પૈકી 90 લાખ મહિલાઓ મૃત્યુ પામે છે.
65 વર્ષથી ઉપરના લોકોમાં વધુ સમસ્યાઓ
65 વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલાઓને એકલાપણાંનું જોખમ વધારે છે. તો 45 વર્ષ કે તેથી વધુ ઉંમરની એક તૃતીયાંશ મહિલાઓ એકલતાની ફરિયાદ કરે છે.
એકલતા કેવી રીતે દૂર કરવી
કેટલીકવાર એવી પરિસ્થિતિ વ્યક્તિને એકલતામાં જીવવા માટે મજબૂર કરે છે. દરેક વ્યક્તિ એકલા રહેવાના કારણો અલગ-અલગ હોઈ શકે છે. એકલતા દૂર કરવા માટે પોતાને વ્યસ્ત રાખવું જરૂરી છે. આવો જાણીએ કેવી રીતે તમારી એકલતા કેવી દૂર કરવી.
એકલાપણાંનું કારણ જાણો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.