હેલ્થ ટિપ્સ:એકલતા એ ડાયાબિટિસનું જોખમ બે ગણું વધારી શકે છે, અભ્યાસમાં ખુલાસો થયો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક નવા અભ્યાસના તારણો સૂચવે છે કે, એકલતાની લાગણી ટાઇપ-2 ડાયાબિટીસ (T2D) વિકસાવવાના નોંધપાત્ર રીતે ઊંચા જોખમ સાથે સંકળાયેલ છે. ડાયાબેટોલોજીઆ (ધ જર્નલ ઓફ ધ યુરોપિયન એસોસિયેશન ફોર ધ સ્ટડી ઓફ ડાયાબિટીસ [EASD])માં પ્રકાશિત આ સંશોધન વેસ્ટર્ન નોર્વે યુનિવર્સિટી ઓફ એપ્લાઇડ સાયન્સિસના એસોસિએટ પ્રોફેસર રોજર ઇ. હેનરિક્સન અને તેમના સાથીદારો દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. એકલતા અને ટાઇપ-2 ડાયાબિટીસ થવાના જોખમ વચ્ચેના જોડાણની તપાસ કરવાની સાથે-સાથે તેમાં ડિપ્રેશન અને અનિદ્રાની ભૂમિકા છે કે કેમ? તે જોવા મળ્યું હતું.

સંશોધને શરીરમાં વધતા જતા માનસિક તાણ અને વ્યક્તિના ટાઈપ-2 ડાયાબિટીસ વિકસિત થવાના જોખમ વચ્ચેની કડી તરફ ધ્યાન દોર્યું છે. એકલતા એ તમને લાંબા ગાળાની બીમારીનો શિકાર બનાવે છે, જે શારીરિક તણાવના પ્રતિભાવને સક્રિય કરી શકે છે. ચોક્કસ પદ્ધતિને સંપૂર્ણપણે સમજી શકાતી નથી પરંતુ, એવું માનવામાં આવે છે કે આ પ્રતિભાવ સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલના ઊંચા સ્તર દ્વારા લાવવામાં આવેલા કામચલાઉ ઇન્સ્યુલિન પ્રતિરોધ જેવી પદ્ધતિઓ દ્વારા ટાઈપ-2 ડાયાબિટીસના વિકાસમાં કેન્દ્રીય ભૂમિકા ભજવે છે.

કામચલાઉ ઇન્સ્યુલિન પ્રતિરોધ જેવી પદ્ધતિઓ દ્વારા ટાઈપ-2 ડાયાબિટીસના વિકાસમાં કેન્દ્રીય ભૂમિકા ભજવે છે.
કામચલાઉ ઇન્સ્યુલિન પ્રતિરોધ જેવી પદ્ધતિઓ દ્વારા ટાઈપ-2 ડાયાબિટીસના વિકાસમાં કેન્દ્રીય ભૂમિકા ભજવે છે.

આ પ્રક્રિયામાં તમારી ખાવાપીવાની શૈલીમાં થતા ફેરફારોનો પણ સમાવેશ થાય છે, આ ફેરફારના કારણે કાર્બોહાઇડ્રેટ્સનું સ્તર અસંતુલિત થાય છે અને લોહીમાં સુગરનું પ્રમાણ વધી જાય છે. અગાઉના અભ્યાસમાં એકલતા અને અનિયમિત ભોજન વચ્ચેનો સંબંધ જોવા મળ્યો છે, જેમાં સુગરયુક્ત પીણાં અને ચરબીથી સમૃદ્ધ ખોરાકના વધુ વપરાશનો સમાવેશ થાય છે. સંશોધકોએ હન્ટ રિસર્ચ સેન્ટર (ફેકલ્ટી ઓફ મેડિસિન એન્ડ હેલ્થ સાયન્સિસ, નોર્વેજિયન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી [NTNU]), ટ્રોન્ડેલેગ કાઉન્ટી કાઉન્સિલ, ધ સેન્ટ્રલ નોર્વે રિજનલ હેલ્થ ઓથોરિટી અને નોર્વેજિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ વચ્ચેના સહયોગથી હન્ટ અભ્યાસના ડેટાનો ઉપયોગ કર્યો હતો.

આ ડેટાબેઝમાં 2,30,000થી વધુ લોકોની સ્વાસ્થ્ય અંગેની માહિતી (સ્વ-અહેવાલ પ્રશ્નાવલિઓ, તબીબી તપાસો અને લોહીના નમૂનાઓમાંથી) નો સમાવેશ થાય છે, જે ચાર વસ્તી સર્વેક્ષણો દ્વારા મેળવવામાં આવી હતી. હન્ટ-1 (1984-1986), હન્ટ-2 (1995-1997), હન્ટ-3 (2006-2008) અને હન્ટ-4 (2017-2019). મેટાબોલિક ડિસઓર્ડર, ટાઇપ-1 અને ટાઇપ-2 ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિઓ અને જેમનો બ્લડ ટેસ્ટનો ડેટા ઉપલબ્ધ ન હતો તેમને બાકાત રાખ્યા બાદ 24,024 ઉમેદવારોની બેઝિક માહિતી હન્ટ-2માંથી લેવામાં આવી હતી.

24,024 ઉમેદવારોની બેઝિક માહિતી હન્ટ-2માંથી લેવામાં આવી હતી
24,024 ઉમેદવારોની બેઝિક માહિતી હન્ટ-2માંથી લેવામાં આવી હતી

આ ડેટા સર્વે પરથી એકલતાનો અંદાજ કાઢવામાં આવ્યો હતો કે, શું તે પાછલા 2 અઠવાડિયામાં એકલતા અનુભવતા હતા? અને તેના જવાબ ચાર-પોઇન્ટ સ્કેલ જેમ કે, ‘ના’, ‘થોડું’, ‘થોડી વધુ’ અને ‘વધારે પડતી’ પર માપવામાં આવ્યા હતા. ડિપ્રેશનની તીવ્રતાનું મૂલ્યાંકન હન્ટ-3 દરમિયાન પૂર્ણ કરવામાં આવેલી પ્રશ્નાવલીનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું, જેમાં 7 પ્રશ્નોનો સમાવેશ થતો હતો, જેમાંથી દરેકને કુલ 0-3ના સ્કેલ પર સ્કોર કરવામાં આવ્યો હતો, જેમાં ઊંચા સ્કોર્સ વધુ ગંભીર લક્ષણો સૂચવે છે. અનિદ્રાથી પીડાતી વ્યક્તિઓને તેમના પ્રશ્નોના જવાબોના આધારે ઓળખવામાં આવતા હતા. ‘છેલ્લા 3 મહિનામાં તમે કેટલીવાર રાત્રે ઊંઘવામાં મુશ્કેલી પડી હતી’, ‘રાત્રે વારંવાર જાગી ગયા હતા’ અને ‘ખૂબ વહેલા જાગી ગયા હતા અને ફરીથી સૂઈ શક્યા ન હતા’ અનુક્રમે. તેમને હન્ટ-3ના ભાગરૂપે પૂછવામાં આવ્યા હતા અને સહભાગીઓ આ ત્રણમાંથી એક જવાબ પસંદ કરી શકતા હતા: ‘ના’, ‘ક્યારેક’ અને ‘અઠવાડિયામાં ઘણી વખત.’

24,024 લોકોમાંથી, 1,179 (4.9 ટકા) લોકોમાં અભ્યાસ દરમિયાન (1995-2019) ટાઈપ-2 ડાયાબિટીસ વિકસિત થયું હતું. આ લોકોમાં પુરુષો 59 ટકા હોવાની શક્યતા વધુ હતી અને તેમની સરેરાશ ઉંમર 48 વર્ષ હતી. વળી તેમનાં લગ્ન થવાની શક્યતા પણ વધારે હતી અને તેમનું શિક્ષણનું સ્તર સાવ નીચું હતું. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, બેઝલાઇન પર એકલતાનું ઉચ્ચ સ્તર 20 વર્ષ પછી માપવામાં આવે ત્યારે ટાઈપ-ટુ ડાયાબિટીસના ઉચ્ચ જોખમ સાથે મજબૂત રીતે સંકળાયેલું હતું. ઉંમર, જાતિ અને શિક્ષણના સ્તરને સમાયોજિત કર્યા પછી તેમણે શોધી કાઢ્યું હતું કે, જે ઉમેદવારોને પૂછવામાં આવ્યું કે, ’શું તે એકલતા અનુભવે છે કે કેમ? ત્યારે મોટાભાગના લોકોનો જવાબ ‘હા’ હતો. તેમનામાં ડાયાબિટીસ વિકસિત થવાની શક્યતા બમણી હતી.

ઉમેદવારોને પૂછવામાં આવ્યું કે, ’શું તે એકલતા અનુભવે છે કે કેમ? ત્યારે મોટાભાગના લોકોનો જવાબ ‘હા’ હતો
ઉમેદવારોને પૂછવામાં આવ્યું કે, ’શું તે એકલતા અનુભવે છે કે કેમ? ત્યારે મોટાભાગના લોકોનો જવાબ ‘હા’ હતો

સંશોધકો કહે છે કે, સામાજિક ટેકો એ વ્યક્તિના સ્વાસ્થ્ય પર હકારાત્મક અસરો કરી શકે છે જેમ કે, એક મિત્રની સલાહ અને ટેકો વ્યક્તિની આરોગ્ય-સંબંધિત પસંદગીઓને અસર કરી શકે છે. ઓછા સામાજિક સંબંધો ટાઈપ-2 ડાયાબિટીસ વિકસાવવાનું જોખમ વધારી શકે છે. સંશોધનકારો સલાહ આપે છે કે, ‘એકલતાને ટાઈપ-2 ડાયાબિટીસ સંબંધિત ક્લિનિકલ માર્ગદર્શિકામાં સામેલ કરવી જોઈએ.