તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • Listening To The Sound Of Coughing, The App Will Tell You What Disease The Person Has, Claim; Will Give Even More Accurate Information Than The Doctor

વૈજ્ઞાનિકોએ નવી એપ વિકસિત કરી:ઉધરસનો અવાજ સાંભળીને એપ જણાવશે કે વ્યક્તિને કઈ બીમારી છે, દાવો; ડૉક્ટર કરતાં પણ સચોટ જાણકારી આપશે

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ અવાજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી જણાવે છે કે દર્દીને શું સમસ્યા હોઈ શકે છે
  • વિવિધ બીમારીઓમાં ઉધરસનો અવાજ પણ બદલાઈ જાય છે
  • સંશોધકોના અનુસાર, આ સ્ટડી સ્પેનમાં કરવામાં આવી રહી છે

અમેરિકાના વૈજ્ઞાનિકોએ એવી એપ તૈયાર કરી છે જે વ્યક્તિના ઉધરસનો અવાજ સાંભળીને જણાવશે કે તે કઈ બીમારીનો સામનો કરી રહ્યો છે. તેને અમેરિકાની કંપની હાઈફી ઈંકે વિકસિત કરી છે. એપ સચોટ પરિણામ જણાવી શકે, તેના માટે તેમાં વિવિધ પ્રકારની બીમારીઓમાં આવતી ઉધરસના લાખો અવાજ સામેલ કરવામાં આવ્યા છે.

આ અવાજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી જણાવે છે કે દર્દીને શું સમસ્યા હોઈ શકે છે. ભવિષ્યમાં અસ્થમા, ન્યુમોનિયા અથવા કોરોના જેવી બીમારી થવા પર જાણી શકાશે કે વ્યક્તિ કેટલી ગંભીર સ્થિતિમાં છે.

એપ પર આ રીતે સચોટ પરિણામ મળશે
એપને તૈયાર કરનારી કંપનીના ચીફ મેડિકલ ઓફિસર અને ટીબી એક્સપર્ટ ડૉ. પીટર સ્માલના જણાવ્યા પ્રમાણે, વિવિધ બીમારીઓમાં ઉધરસનો અવાજ પણ બદલાઈ જાય છે. જેમ કે કોઈ અસ્થમાથી પીડિત છે, તો તેના શ્વાસ અને ઉધરસમાં એક પ્રકારની ખરખરાહટ હોય છે. તેમજ ન્યુમોનિયાના દર્દીઓમાં ફેફસાંમાંથી અલગ પ્રકારનો અવાજ આવે છે.

એપમાં હાજર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિવિધ ઉધરસના અવાજની પેટર્નને સમજે છે. આ અવાજને સાંભળીને એપ તે બીમારીઓ વિશે જણાવી શકે છે કે જેને સામાન્ય રીતે વ્યક્તિ સમજી શકતો નથી.

દાવો, ડૉક્ટર કરતા પણ ઝડપથી પરિણામ આપશે
ટીબી એક્સપર્ટ ડૉ. પીટર સ્માલના જણાવ્યા પ્રમાણે, જ્યારે એક દર્દી ડૉક્ટરની પાસે જાય છે ત્યારે તે જણાવે છે કે તેને એક દિવસમાં કેટલી વખત ઉધરસ આવે છે. એપ ફેફસાંના ડૉક્ટર સરળતાથી જણાવી શકે છે કે શું સમસ્યા છે. આ એપ તેવી જ રીતે કામ કરે છે અને ડૉક્ટર કરતાં પણ ઝડપથી પરિણામ આપી શકે છે. આ રીત સરળ હોવાની સાથે તમારી ડૉક્ટરની ફી પણ બચાવી શકે છે.

સ્પેનમાં સ્ટડી ચાલી રહી છે
સંશોધકોના અનુસાર, આ સ્ટડી સ્પેનમાં કરવામાં આવી રહી છે. મોબાઈલમાં આ એપ ડાઉનલોડ કરવામાં આવી છે. ચેક કરવામાં આવી રહ્યું છે કે, મોટા અવાજો પર એપ કેવી રીતે રિએક્ટ કરે છે, તેની તપાસ કરવામાં આવી રહી છે. ટ્રાયલ પૂરું થયા બાદ આ એપ સામાન્ય લોકો માટે ઉપલબ્ધ થઈ શકે છે.

ઉધરસ કેમ આવે છે?
વ્યક્તિને ઉધરસ ત્યારે આવે છે જ્યારે શ્વાસની નળીમાં કઈક સમસ્યા હોય છે. બોડીની નર્વ મગજને મેસેજ મોકલે છે. બ્રેન ફરીથી મસલ્સને સિગ્નલ મોકલીને ફેફસાંમાં હવા ભરીને છાતી અને પેટને ફૂલવાનું કહે છે. આવું થવાથી વ્યક્તિને ઉધરસ આવે છે અને રાહત મળે છે.