તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિવસમાં 30 મિનિટ મન પસંદ સંગીત સાંભળવાથી હાર્ટ ફેલ્યોરનું જોખમ 18%ઘટે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સર્બિયાના વૈજ્ઞાનિકોએ 7 વર્ષ સુધી હાર્ટ અટેકના દર્દાઓ પર રિસર્ચ કર્યું
  • મ્યૂઝિક થેરપીથી ફરીવાર હાર્ટઅટેક આવવાનું જોખમ 23% ઘટે છે

હેલ્થ ડેસ્ક: સંગીત સાંભળવાથી માનસિક શાંતિ તો મળે જ છે સાથે શારીરિક સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે. સર્બિયા દેશના વૈજ્ઞાનિકોના મુજબ દિવસમાં 30 મિનિટ મનપસંદ સંગીત સાંભળાથી હૃદયનાં સ્વાસ્થ્યને ફાયદો થાય છે. આ રિસર્ચ અમેરિકાની કોલેજ ઓફ કાર્ડિયોલોજીના એન્યુઅલ સાયન્ટિફિક અને વર્લ્ડ કાગ્રેડ ઓફ કાર્ડિયોલોજીના સંયુક્ત સત્રમાં આ રિસર્ચ પ્રકાશિત કરવામાં આવ્યું છે. રિસર્ચમાં હૃદયરોગથી પીડાતા લોકો પર મ્યૂઝિક થેરપીની અસરોનું અવલોકન કરવામાં આવ્યું હતું.

રિસર્ચ:-
બેલગ્રેદ યુનિવર્સિટી દ્રારા કરવામાં આવેલાં રિસર્ચમાં હાર્ટ અટેક આવેલા 350 દર્દીઓને સામેલ કરાયા હતા. આ દર્દીઓને રેગ્યુલર દવાઓ સાથે મ્યૂઝિક થેરપી પણ આપવામાં આવી હતી. 7 વર્ષ સુધી કરવામાં આવેલાં રિસર્ચમાં માલુમ પડ્યું કે, મ્યૂઝિક થેરપીથી આ દર્દીઓમાં હાર્ટ ફેલ્યોરનું જોખમ 18% ઘટ્યું હતું અને ફરીવાર હાર્ટઅટેક આવવાનું જોખમ 23% ઓછું જોવા મળ્યું હતું.


રિસર્સમાં સામેલ પ્રોફેસર મિત્રોવિકના જણાવ્યા અનુસાર, આ રિસર્ચમાં સામેલ દર્દીઓને સામાન્ય સારવાર સાથે રોજ 30 મિનિટ સંગીત સાંભળવા માટે કહેવામાં આવ્યું હતું. સૌ પ્રથમ દર્દીઓને 30-30 સેકન્ડની ફ્લિપિંગ સંભળાવવામાં આવી હતી. તેથી જાણી શકાય કે દર્દીઓને કેવા પ્રકારનું સંગીત પસંદ છે અને તેનો કેવો સકરાત્મક પ્રભાવ પડે છે.

એંગ્લિયા રસ્કિન યુનિવર્સિટીનું રિસર્ચ:-
આ અગાઉ બ્રિટનમાં થયેલાં એક રિસર્ચ પ્રમાણે સ્ટ્રોકના દર્દીઓ પર મ્યૂઝિક થેરપીનો સકારાત્મક પ્રભાવ પડે છે. એંગ્લિયા રસ્કિન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો અનુસાર મ્યૂઝિક થેરપીમાં કી-બોર્ડ, ડ્રમ સહિતનાં વાજિંત્રોથી સ્ટ્રોકના દર્દીઓના હાથ અને આંગળીઓનાં સ્વાસ્થ્યમાં સુધારો થયો હતો.
 

અન્ય સમાચારો પણ છે...