તમે મોટા અવાજે ગીત સાંભળો છો?:લાંબા સમય સુધી ઈયરફોન કે હેડફોનમાં ગીત સાંભળવાથી કાનમાં થશે દુખાવો , તો બહેરાશની પણ શક્યતા

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજના સમય પ્રમાણે લોકોના કાનમાં ઈયરફોન લગાવેલા જ હોય છે. જો તમને પણ આખો દિવસ ઈયરફોન લગાવો છો? હેડફોન કે ઇયર બડ્સમાં મોટા અવાજે ગીત સાંભળો છો ? તો તમને કાન ખરાબ થવાથી લઈને બહેરાશની સમસ્યા થઇ શકે છે. ફરીદાબાદની એકાર્ડ હોસ્પિટલના કાન- નાક-ગળાના નિષ્ણાત ડો. વિપાશા બ્રજપુરિયા પાસેથી જાણીએ ઈયરફોન, હેડફોન અને ઇયર બડ્સનો વધારે વપરાશ બની શકે છે મુશ્કેલીનું કારણ. આવો જાણીએ આ ડિવાઇસનો કઈ રીતે અને કેટલો ઉપયોગ કરવો જોઈએ.

કાનની રચના અત્યંત નાજુક હોય છે. ત્યારે વધૂ પડતા ઘોંઘાટથી અનેક સમસ્યા થઇ શકે છે. કાનના અંદરના ભાગ કોકલિયા હોય છે, જેના દ્વારા અવાજને ધ્વનિ તરંગોમાં પરિવર્તન કરીને મગજ સુધી પહોંચે છે અને તમે સાંભળી શકો છો. સામાન્ય રીતે કાનની સાંભળવાની ક્ષમતા લગભગ 0 ડેસિબલ હોય છે. 0 ડેસિબલથી વધારે અવાજ કાન માટે ઘોંઘાટ સમાન છે.

ઈયરફોનનો અવાજ ઓછો રાખો
જો ઇયરફોન, ઇયર બડ્સનો બાસ 90 ડેસિબલથી વધુ હોય છે, તો લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવાથી કાનની સાંભળવાની ક્ષમતા ઉપર ખરાબ અસર થઇ શકે છે. જ્યારે અવાજ 130 ડેસિબલથી ઉપર હોય ત્યારે કાનમાં દુખાવો થવા લાગે છે. વધારે બાસવાળા ઇયરફોનમાં વધુ વાઇબ્રેશન હોય છે, જેના અવાજથી કાનના પડદાને નુકસાન થઇ શકે છે.

એક રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે, લાંબા સમય સુધી 90 થી 100 ડેસિબલની અવાજથી અનેક બીમારીઓ થઇ શકે છે.. તો વધારે અવાજને કારણે કાનની આંતરિક રચનાને પણ નુકસાન થાય છે.

કોઈનાં પણ ઈયરફોનનો ઉપયોગ ન કરો
કોઈ બીજા વ્યક્તિના ઇયરફોન, ઇયર બડ્સ કે હેડફોનના ઉપયોગથી કાનમાં બેક્ટેરિયા અથવા ફંગસને કારણે દુખાવો અને અનેક બીમારીઓ થઇ શકે છે. જો કયારેક ઉપયોગ કરવાનો થાય તો પહેલાં સૅનેટાઇઝ કરો.

ઇયરફોન, ઇયર બડ્સ કે હેડફોનનો કેટલીવાર સુધી ઉપયોગ કરવો જોઈએ?
ઇયરફોન, ઇયર બડ્સ કે હેડફોનનો બને ત્યાં સુધી ઉપયોગ ટાળવો જોઈએ. જો પ્રોફેશનલ કામને લઈને ઉપયોગ કરવાની જરૂરિયાત હોય તો બહુ જ ઓછા અવાજમાં અને ઓછા સમય માટે ઉપયોગ કરવો જોઈએ. શક્ય હોય ત્યાં સુધી સ્પીકરનો જ ઉપયોગ કરવો જોઈએ જેથી કાનને લગતી કોઈ બીમારી ન થાય. કયારે પણ 50 મિનિટથી વધુ ઇયરફોન, ઇયર બડ્સ કે હેડફોનનો ઉપયોગ ન કરવો જોઈએ. ઘણીવાર આ ડિવાઇસને કારણે જો કાનમાં મોટી સમસ્યા થઇ શકે છે અને જેનો ઉકેલ કોઈ સર્જરીથી કોઈ પણ રીતે નથી કરી શકાતો.